બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The fourth largest stone in the world came out From Person of dediyapada

આશ્ચર્ય! / ભરૂચના વ્યક્તિના શરીરમાંથી વિશ્વની ચોથી સૌથી મોટી પથરી નીકળી, વજન જોઈ ડૉક્ટર પણ દંગ

Shyam

Last Updated: 10:48 PM, 5 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદાના ડેડિયાપાળાના એક આદિવાસી વૃદ્ધ વ્યક્તિના બ્લેડરમાંથી જે મળ્યું છે, તે જોઈને ખુદ તબીબ પણ ચોંકી ઉઠ્યા હશે, બ્લેડરના ભાગમાંથી 640 ગ્રામની પથરી કાઢવામાં આવી

  • ગુજરાતના ભરૂચમાં ડેડિયાપાળાના દર્દીના પેટમાં હતી પથરી
  • 640 ગ્રામની પથરી સાથે જીવતા 62 વર્ષના વૃદ્ધાનું થયું સફળ ઓપરેશન
  • ભરૂચના તબીબ જયંતિ વસાવાએ આ મુશ્કેલ ઓપરેશનને સફળ પાડ્યું

ગુજરાતના એક વ્યક્તિને ભરૂચના ડૉક્ટરે પીડાથી મુક્ત કરી દીધો છે. પોતાના શરીરમાં નારિયેળી જેટલા સાઈઝની પથરીને ઓપરેશન બાદ બહાર કાઢી લેવાય છે. નર્મદાના ડેડિયાપાળાના એક આદિવાસી વૃદ્ધ વ્યક્તિના બ્લેડરમાંથી જે મળ્યું છે. તે જોઈને ખુદ તબીબ પણ ચોંકી ઉઠ્યા હશે. કોઈ પોતાના શરીરમાં એક નાના પથ્થર સમાન પદાર્થને કે, જેનો વજન 640 ગ્રામ હોય તે કેવી રીતે રાખી શકે છે. પણ કુદરત ક્યારેક માણસને ચોંકાવનારી ઘટનાઓથી રૂબરૂ કરાવતો હોય છે. અઢી કલાકથી વધુ સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ 640 ગ્રામની પથરીને વૃદ્ધાના શરીરમાંથી બહાર કાઢી દેવાઈ છે. 

જે દર્દીની સર્જરી કરવામાં આવી છે. તેમનું નામ મોતીસિંહ છે. અને તેના શરીરમાં છેલ્લા 20 વર્ષથી આ પથરી વિકસી રહી હોવાનો અંદાજો છે. પરંતુ આટલા લાંબા સમય બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી તેની તકલીફ વધી રહી છે. કારણ કે, આટલી મોટી પથરી શરીરના અન્ય ભાગને ઈજા પહોંચાડી રહી હતી. જેથી મોતીસિંહને દુખાવો, પેશાબમાં બળતરા અનેક મુશ્કેલી પડી રહી હતી. આ બીમારી સાથે મોતીસિંહ ભરૂચમાં નિદાન માટે પહોંચ્યા હતા. જ્યાં ડૉક્ટર જયંતિ વસાવાએ તેમની તપાસ કરી હતી. જે બાદ શરીરમાં શું બની રહ્યું છે તેમનો ચોક્કસ અંદાજો આવી ગયો હતો. 

62 વર્ષના વૃદ્ધ મોતીસિંહ જ્યારે તબીબ પાસે પહોંચ્યા તો, પહેલા એક્સ રે કરાવવામાં આવ્યો હતો. જેમાં ગાંઠ હોવાની આશંકા લાગતી હતી. પરંતુ સોનોગ્રાફીની મદદ લેતા એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. તબીબને દર્દીનું મૂત્રાશય જ દેખાતું નહોતું. અને પછી અલગ-અલગ એક્સેથી તપાસ કરવામાં આવી હતી. તો ખ્યાલ આવ્યો કે, પેટમાં એક મોટી સાઈઝની પથરી જમા થઈ ચૂકી છે. જે એક પથ્થર પણ કહી શકાય છે. આ માટે તબીબે રાહ જોયા વગર ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો હતો. 

શરીર તો કુદરતનું બનાવેલું એક એવું વિજ્ઞાન છે. જેને હજુ સુધી કોઈ પૂરી રીતે સમજી શક્યું નથી. કાશ્મીરના એક દર્દીના શરીરમાંથી 843 ગ્રામની પથરી મળી હતી. બ્રાઝીલના દર્દીમાંથી આશરે 1900 ગ્રામની એક પથરી કાઢવી પડી હતી. જે અત્યાર સુધીની સૌથી મોટી અને રેકોર્ડ પથરી છે. તો વર્ષ 1192માં પ્રથમ વખત 310 ગ્રામની પથરી મળી હતી. અને ધરમપુરમાં 2018માં એક દર્દીના શરીરમાંથી આશરે 1300 ગ્રામની પથરીને દૂર કરાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ