બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The father could not become a cricketer but made both the daughters cricketers

સિદ્ધિ / પિતા ક્રિકેટર ન બની શકતા બંને દીકરીઓને બનાવી, દંગલ ફિલ્મ જેવી જ સ્ટોરી જામનગરમાં

Malay

Last Updated: 02:43 PM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરની સુજાન અને રાબિયા ક્રિકેટ ક્ષેત્રે કાઠું કાઢી દેશમાં ઓળખ બનાવી એક નવી સિદ્ધિ હાંસલ કરી છે, સુજાન સમા રણજીત ટ્રોફી અને રાબિયા સમા અન્ડર 19 અને અન્ડર 15ની કેપ્ટન છે. દંગલ ફિલ્મ જેવી જ સ્ટોરી જામનગરમાં જોવા મળી છે.

  • જામનગરની સગી બહેનોએ ક્રિકેટમાં જમાવ્યો અગંદ પગ
  • જામનગરની સુજાન અને રાબીયા સામાનું ઝળહળી રહ્યું છે નામ  
  • અનેક પડકારોને પાછળ પછાડી આજે પોતાની એક નવી ઓળખ ઉભી કરી
  • બંન્ને દીકરીઓને ક્રિકેટ ક્ષેત્રે આગળ ધપાવવા પિતાનો પૂરતો સહયોગ

જામનગરની દીકરીઓએ અનેક પડકારોને પાછળ પછાડી આજે પોતાની એક નવી ઓળખ ઉભી કરી છે. છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રિકેટ ટીમમાં જામનગરની સુજાન અને રાબીયા સામાનું નામ ઝળહળી રહ્યું છે. બંને દીકરીઓને મળેલી સફળતાને લઈને પિતા પણ ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે.

જામનગરની દીકરીઓએ દેશમાં ઓળખ બનાવી 
ક્રિકેટ ક્ષેત્રે જામનગરનો ઇતિહાસ વર્ષોથી ઉજળો રહ્યો છે અને નવી પેઢીએ પણ તેના સાહસ અને ખંતથી આ ઉજળા ઇતિહાસને સવાયો કર્યો છે. ક્રિકેટ ક્ષેત્રે જામનગરની દીકરીઓએ પણ કાઠું કાઢી દેશમાં ઓળખ બનાવી એક નવી ઉમળકાભેર સિદ્ધિ હાંસલ કરી છે. સુજાન અને રાબીયા સામાન્ય પરિવારમાંથી આવતી હોવાથી અનેક સામજિક વંટોળો વચ્ચે અને પડકારોને પાછળ પછાડી આજે પોતાની એક નવી ઓળખ ઉભી કરી છે.  

જામનગરની દીકરીઓએ ક્રિકેટમાં કર્યો કમાલ, રણજી અને અન્ડર નાઇન્ટીન કેપ્ટન બની  પિતાનું સપનું કર્યું સાકાર, રોચક સફર જાણવા જેવી | Dunk of Jamnagar ...

બંને દીકરીઓએ રાત-દિવસ એક કરીને સફળતાની સિદ્ધિ મેળવી 
આ દીકરીઓને અભિનંદન અને તેમના પિતાને વંદન છે, કારણ કે તેઓ લારી પર વેજ પુલાવ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે છતાં પોતાની બંન્ને દીકરીઓને ક્રિકેટ ક્ષેત્રે આગળ ધપાવવા પૂરતો સહયોગ આપે છે. સુજાન અને રાબિયાના પિતા આસિફ સમા જામનગરમાં ત્રણ દરવાજા, ગ્રીન માર્કેટ પાસે વેજ પુલાવ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને 5 દીકરીઓ છે. જેમાંથી સુજાન સમા રણજીત ટ્રોફી અને રાબિયા સમા અન્ડર 19 અને અન્ડર 15ની કેપ્ટન છે. બંને દીકરીઓએ રાત-દિવસ એક કરીને સફળતાની સિદ્ધિ મેળવી છે. 

 

દંગલ ફિલ્મ જેવી જ સ્ટોરી જામનગરમાં જોવા મળી
સુજાન અને રાબિયાના પિતા આસિફ સમાએ જણાવ્યું હતું કે, મારે 5 દીકરીઓ છે, મારો પહેલેથી શોખ ક્રિકેટર બનવાનો હતો. પરંતુ આ શોખ માત્ર સપનું બનીને જ રહી ગયો હતો અને મેં મારા દીકરાને ક્રિકેટર બનાવવાનું મનોમન વિચારી લીધું હતું. આ દરમિયાન વસવસો ઠાલવતા કહ્યું કે ભગવાને દીકરાની પણ ખોટ રાખી છે આથી મે મારી બંને દીકરીઓને ક્રિકેટમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. બંન્ને દીકરીઓ જામનગર ક્રિકેટ બંગલા ખાતે પ્રેક્ટિસ કરી હતી. કોચ મહેન્દ્ર સિંહ ચૌહાણ (તેઓ રવિન્દ્ર જાડેજાના પણ કોચ હતા) અને મારી બંને દીકરીઓને રાતદિવસની મહેનતથી સફળતા મેળવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ