બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ટેક અને ઓટો / The dream of buy Thar will be fulfilled, the new Mahindra Thar RWD has been launched, this is the price

રાહ પૂરી થઈ / સસ્તામાં Thar નું સપનું થશે પૂર્ણ, લોન્ચ થઈ ગઈ નવી Mahindra Thar RWD, બસ આટલી છે કિંમત

Megha

Last Updated: 02:21 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આખરે આજે તેની બહુપ્રતીક્ષિત થારનું સસ્તું વેરિઅન્ટ નવા આકર્ષક રંગો સાથે બજારમાં ઉતાર્યું છે અને આ સાથે જ તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

  • થારનું સસ્તું રીઅર-વ્હીલ ડ્રાઈવ (RWD) વેરિઅન્ટ લોન્ચ થઈ ગયું છે 
  • બે રંગોમાં લોન્ચ કરી નવી થાર 
  • બસ આટલી છે નવી થારની કિંમત 
  • ક્યારે થશે નવી થારની ડિલિવરી, જાણો 

મહિન્દ્રા થારનો ઉલ્લેખ થતાં જ દરેક લોકોના  મગજમાં એક દમદાર ઓફ-રોડરની છબી  આવી જાય છે. પાવરફુલ એન્જિન અને ખાસ સ્ટાઇલના કારણે આ SUV યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે સુવિધાઓ અને લાભો હોવા છતાં આ SUV તેની ઊંચી કિંમત અને ઓછી સિટિંગ કેપીસીટીને હજુ પણ કારણે ઘણા ખરીદદારોની બકેટ લિસ્ટની બહાર છે. પણ હવે લોકોનું થાર ખરીદવાનું સપનું પૂરું થશે. 

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આખરે આજે તેની બહુપ્રતીક્ષિત થારનું સસ્તું રીઅર-વ્હીલ ડ્રાઈવ (RWD) વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. નવી લોન્ચ કરવામાં આવેલ આ થારનો દેખાવ ઘણો આકર્ષક અને મજબૂત એન્જિન ક્ષમતાથી સજ્જ આ ઑફરોડિંગ SUVની શરૂઆતી કિંમત માત્ર 9.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ તેને બે નવા આકર્ષક રંગો સાથે બજારમાં ઉતારી છે અને આ સાથે જ તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગ્રાહકો કંપનીની વેબસાઈટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા બુક નવી થાર બુક કરાવી શકે છે. 

બે રંગોમાં લોન્ચ કરી નવી થાર 
મહિન્દ્રાએ નવી થાર RWDને બે નવા રંગો સાથે બજારમાં ઉતારી છે જેમાં બ્લેઝિંગ બ્રોન્ઝ અને એવરેસ્ટ વ્હાઇટનો સમાવેશ થાય છે. આ સાથે જ ત્રણ દરવાજા અને ચાર સીટ સાથે આવતી નવી મહિન્દ્રા થારની કિંમત ઓછામાં ઓછી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોન્ચિંગ પહેલા તેની કિંમતોને લઈને લોકો વચ્ચે ઘણી અટકળો હતી પણ જણાવી દઈએ કે તેના ફોર-વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટ અને નવા વેરિઅન્ટની કિંમતોમાં ઘણો તફાવત છે. 

નવી થારનું કેવું છે પાવર અને પર્ફોમન્સ 
કંપનીએ નવી એન્ટ્રી-લેવલ મહિન્દ્રા થારને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો સાથે રજૂ કરી છે. તેના રીઅર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટના ડીઝલ વર્ઝનમાં, કંપનીએ 1.5 લિટર ક્ષમતા (D117) ડીઝલ એન્જિન આપ્યું છે. જણાવી દઈએ કે થારને બજારમાં પહેલીવાર લોન્ચ કરવામાં આવી ત્યારે આ જોવા મળ્યું હતું. આ એન્જિન 117 BHPનો પાવર અને 300 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે જોડાયેલું છે. જો પેટ્રોલ વર્ઝનની વાત કરી તો તેમાં કંપનીએ 2.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 150 BHPનો પાવર અને 320 Nmનો ટોર્ક જનરેટ કરે છે, સાથે જ આ એન્જિનને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પણ મળે છે. 

નવી થારમાં મળશે આ ફેસીલીટી 
 થાર 2WDને કેબિનની અંદર ઓટો સ્ટાર્ટ/સ્ટોપ ફીચર મળશે અને આ સાથે જ સ્ટીયરીંગ વ્હીલ અને ડ્રાઈવરના દરવાજા વચ્ચેના કંટ્રોલ પેનલ દ્વારા એક્સેસ કરી શકાય છે. બટનની વાત કરીએ તો તે ટ્રેક્શન કંટ્રોલ સાથે આવે છે અને હિલ ડિસેન્ટ કંટ્રોલ અને ડોર અનલૉક/લૉક જે કંટ્રોલ પેનલથી સેન્ટર કન્સોલ પર રિપોઝિશન કરવામાં આવ્યા છે. આ સિવાય થારને Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી સાથે 7.0-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ આઉટ મિરર્સ (ORVM's) અને LED ડે ટાઇમ રનિંગ લેમ્પ્સ પણ આપ્યા છે. 

આ સાથે જ નવી મહિન્દ્રા થાર નવા એક્સેસરી પેક સાથે આવશે જેમાં બિલ્ટ-ઇન સ્ટોરેજ સાથે આર્મરેસ્ટ, કપ હોલ્ડર્સ સાથે પાછળના આર્મરેસ્ટ અને USB ચાર્જિંગ પોર્ટ મળશે. થારનું આ સસ્તું વેરિઅન્ટ ફક્ત હાર્ડ ટોપ બોડી સાથે જ ઉપલબ્ધ છે અને મોડલમાં સોફ્ટ-ટોપ ફોલ્ડ કરવાનો કોઈ વિકલ્પ નથી. સાથે જ ડેશબોર્ડ પરના કેટલાક સ્વિચગિયરને પણ બદલવામાં આવ્યા છે. 

ક્યારે થશે નવી થારની ડિલિવરી 
કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ SUVને પ્રારંભિક કિંમત તરીકે રજૂ કરવામાં આવી છે, જેનો લાભ ફક્ત પહેલા 10,000 ગ્રાહકો જ લઈ શકે છે. જણાવી દઈએ કે કંપનીને આશા છે કે આ તમામ યુનિટ પ્રથમ દિવસે જ વેચાઈ જશે. મહિન્દ્રા થારના આ નવા વેરિઅન્ટની ડિલિવરી 14 જાન્યુઆરીથી શરૂ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ