બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The district BJP president who was found drunk in the rally and program resigned the video of the leader being beaten went viral

છોટા ઉદેપુર / રેલી અને કાર્યક્રમમાં દારુ પીધેલી હાલતમાં જોવા મળેલા જિલ્લા ભાજપ પ્રમુખનું રાજીનામું લેવાયું, લથડીયા ખાતા નેતાનો Video થયો હતો વાયરસ

Kishor

Last Updated: 06:52 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે છોટા ઉદેપુરમાં એક કાર્યક્રમમાં દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા બાદ છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાનું રાજીનામુ લેવાયુ છે.

  • છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખનું રાજીનામુ લેવાયુ
  • રશ્મિકાંત વસાવા દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા
  • મંત્રી નિમિષા સુથાર સાથે રેલી અને કાર્યક્રમમાં જોડાયા હતા 

છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. રશ્મિકાંત વસાવા ગઇકાલે દારૂ પીધેલી હાલતમાં જાહેર રેલીમાં જોવા મળ્યા બાદ તાબડતોબ ઉચ્ચકક્ષાએથી એક્શન લેવામાં આવ્યા છે. ગઇકાલે છોટા ઉદેપુર જિલ્લામાં મંત્રી નિમિષા સુથાર સાથે રેલી અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન મંત્રી નિમિષા સુથારની હાજરીમાં રશ્મિકાંત વસાવા દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ધૂમ વાયરલ થયો હતો. જેંને લઈને અનેક સવાલો ઉઠતાં જિલ્લા ભાજપ સંગઠનના મોવડી મંડળ દ્વારા રાજીનામું લઈ લેવામાં આવ્યુ છે.

શુ હતો સમગ્ર મામલો ?
ભારતના રાષ્ટ્રપતિ તરીકેના યશસ્વી પદે પ્રથમ વખત આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુ ચૂંટાઈ આવતા આ અવસરના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે એક કાર્યક્રમ યોજાયો હતો. ઝોઝ ગામે આયોજિત આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પ્રભારી અને આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા સહિત અનેક નેતાઓ અને આગેવાનોએ હાજરી આપી હતી. આ દરમિયાન છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા દારૂના નશામાં જોવા મળ્યા હતા. જેમાં રશ્મિકાંત વસાવા નશાની હાલતમાં લથડિયું ખાતા દેખાયા હતા. ઉપરાંત અશોભનીય વર્તન પણ કર્યું હતું. તથા સ્ટેજ પર ઘસઘસાટ ઊંઘતા પણ ઝડપાયા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. આ વીડિયો સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેંદ્ર રહ્યો હતો. જેને લઈને આજે છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખનું રાજીનામું લેવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ