બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / The crowd of Ram devotees sidelined ramayana serial Ram Arun Govil

મનોરંજન / રામભક્તોની ભીડે તો સિરિયલના રામને જ સાઈડમાં કરી નાંખ્યા, ના થઈ શક્યા દર્શન, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 12:16 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર દેશવાસીઓની સાથે અરુણ ગોવિલ પણ પ્રાણ પ્રતિષ્ઠાનીઆતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તે રામલલાના આંગણે પહોંચ્યો ત્યારે એમને જોઈ શક્યા નહતા.

  • પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઘણા VVIPઓએ ભાગ લીધો હતો.
  • રામાયણના રામ અયોધ્યાથી નિરાશ થઈને પરત ફર્યા હતા. 
  • રામલલાના આંગણે પહોંચ્યો પરંતુ એમને જોઈ શક્યા નહતા. 

22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરમાંથી ઘણા VVIPઓએ ભાગ લીધો હતો. આ દિવસે અનેક વીવીઆઈપી લોકોએ શ્રી રામના દર્શન કર્યા હતા પરંતુ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપ્યા બાદ પણ રામાયણના રામ અયોધ્યાથી નિરાશ થઈને પરત ફર્યા હતા.

એ વાત તો જાણીતી છે કે આજે પણ અરુણ ગોવિલની છબી ભગવાન રામની જ છે. જ્યાં પણ લોકો તેને જુએ છે ત્યાં તેના પગે પડે છે. તેમના આશીર્વાદ લેવા લાગે છે. પરંતુ જ્યારે તેઓ પોતે ભગવાન રામના દરબારમાં પહોંચ્યા તો તેમને દર્શન કરવાનો મોકો ન મળ્યો. જેનાથી તે ખૂબ જ દુખી છે. સમગ્ર દેશવાસીઓની સાથે તેઓ પણ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જ્યારે તે રામલલાના આંગણે પહોંચ્યો ત્યારે એમને જોઈ શક્યા નહતા. 

અરુણ ગોવિલે 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં પણ ભાગ લીધો હતો. અરુણ ગોવિલે ભગવાન રામ પર ગીતો ગાયા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. એક રિપોર્ટ અનુસાર અરુણ ગોવિલ તેમની અયોધ્યા મુલાકાત વિશે વાત કરતાં જણાવ્યું હતું કે 'અયોધ્યા માટેનું સપનું તો પૂરું થયું પરંતુ મને દર્શન નહોતા થયા. હું આ સમયે કંઈ કહી શકું તેમ નથી.'

વધુ વાંચો: VIDEO: મોઢે મફલર બાંધી, ભક્તોની વચ્ચે ધક્કા ખાતો રામલલાના દર્શન કરવા પહોંચ્યો સ્ટાર એક્ટર, જુઓ વીડિયો

અરુણ ગોવિલ સાથે દીપિકા ચિખલિયા અને સુનીલ લાહિરી પણ પહોંચ્યા હતા. અરુણ ગોવિલ ભગવાન રામલલાની મૂર્તિ જોઈ શક્યા ન હતા આ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે રામાયણ 1983માં દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ હતી. આ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ રાતોરાત સ્ટાર બની ગયો હતો અને લોકો આજે પણ તેને દિલથી પ્રેમ કરે છે.આ શો રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવ્યો હતો. દીપિકા ચિખલિયાએ આ શોમાં માતા સીતાની ભૂમિકા ભજવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ