બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / The countrys economy grew at a rate of 7.2 GDP in FY 2023

સરકારની બલ્લે બલ્લે / 2022નું વર્ષ ઈકોનોમીને ફળ્યું, 7.2 ટકા રહ્યો વિકાસ દર, 2023માં ઘટીને થયો 6.1 ટકા પણ રાજકોષીય ખાધમાં રાહત

Hiralal

Last Updated: 08:07 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે જીડીપી વિકાસ દરના આંકડા જાહેર કર્યાં છે. સરકાર દ્વારા જારી આંકડા અનુસાર, 2022-23માં દેશનો જીડીપી વિકાસ દર 7.2 ટકા રહ્યો છે.

  • સરકારે જાહેર કર્યાં GDPના આંકડા
  • 2022-23માં 7.2 ટકા રહ્યો વિકાસ દર
  • FY23 માં GDP 6.1 ટકા રહ્યો 

પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓ છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ ગત નાણાકીય વર્ષ 2022-23માં શાનદાર પ્રદર્શન કરતાં જીડીપી 7.2 ટકા રહ્યો હતો. જોકે નાણાકીય વર્ષ 2023માં તે ઘટીને 6.1 ટકા થઈ ગયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ)એ બુધવારે સાંજે જીડીપી ગ્રોથ રેટના સત્તાવાર આંકડા જાહેર કર્યાં હતા. 

જાન્યુઆરી-માર્ચ 2023માં ભારતનો જીડીપી ગ્રોથ 6.1 ટકા
નાણાકીય વર્ષ 2022-23ના છેલ્લા કે ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ પાછલા ક્વાર્ટર કરતા વધારે રહ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2023માં ભારતનો જીડીપી ગ્રોથ 6.1 ટકા રહ્યો છે. અર્થવ્યવસ્થાના મોરચે સરકાર માટે આ સારા સમાચાર છે. જીડીપીના જે આંકડા સામે આવ્યા છે તે વિશ્લેષકોની આગાહી કરતા સારા રહ્યા છે. 

આરબીઆઈના અનુમાન પ્રમાણે જીડીપીના આંકડા 
ગત સપ્તાહે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે પણ જીડીપી ગ્રોથ અંગે એક અંદાજ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જો ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7 ટકાથી વધારે નોંધાય તો આપણને જરાય આશ્ચર્ય ન થવું જોઈએ. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા અનુસાર ગત નાણાકીય વર્ષનો જીડીપી ગ્રોથ રેટ અનુમાનથી વધુ નોંધાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

રાજકોષીય ખાધમાં પણ ઘટાડો 
જીડીપીના આંકડાની સાથે રાજકોષીય ખાધના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ ગત નાણાકીય વર્ષ 2022-23માં કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના 6.4 ટકા રહી હતી. નાણાં મંત્રાલયના સુધારેલા અંદાજમાં રાજકોષીય ખાધ પણ સમાન રાખવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. બુધવારે જાહેર થયેલા સરકારી આંકડાઓ પરથી આ માહિતી મળી છે.

 શું છે જીડીપી?
જીડીપીના આંકડા કોઈપણ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા છે. વાસ્તવમાં તેઓ દેશની અર્થવ્યવસ્થાનું પૂરું ચિત્ર બતાવે છે. જીડીપીના બે પ્રકાર હોય છે, પ્રથમ વાસ્તવિક જીડીપી અને નોનઇમલ જીડીપી. વાસ્તવિક જીડીપીમાં, ચીજવસ્તુઓ અને સેવાઓના મૂલ્યની ગણતરી બેઝ યર વેલ્યુ અથવા સ્થિર કિંમત પર કરવામાં આવે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જીડીપીના આંકડા જાહેર કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ