બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / The Congress leader made serious allegations of ticket settlement

રાજનીતિ / કોંગ્રેસમાં ટિકિટનો વેપલો ચાલે છે? કામિનીબા બાદ વધુ એક નેતાએ સેટલમેન્ટનો આરોપ લગાવતા ખળભળાટ, જાણો વિગત

Malay

Last Updated: 05:29 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક કોંગ્રેસના નેતાએ પોતાની પાર્ટી પર સણસણતા આરોપો લગાવ્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો છે.

  • વધુ એક કોંગ્રેસ નેતાએ ટિકિટ સેટલમેન્ટના ગંભીર આક્ષેપ કર્યા
  • પંચમહાલ કોંગ્રેસના નેતાએ ટિકિટ પૈસાથી વેચાયાનો કર્યો આક્ષેપ 
  • યુવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી ગુરૂરાજ ચૌહાણનો આક્ષેપ

રાજ્યમાં વિધાસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડ બાદ વધુ એક કોંગી નેતાએ કોંગ્રેસ પર ધગધગતા આક્ષેપો લગાવ્યા છે. તેમણે ટિકિટ સેટલમેન્ટના ગંભીર આક્ષેપ કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે જણાવ્યું છે કે, કોંગ્રેસ વેચાઈ રહી છે અને થાકી ગઈ છે. નામ મોકલાવવા છતાં છેલ્લી ઘડીએ મેન્ડેડ બદલાયા છે. હાલોલમાં બેઠેલા પૂર્વ મંત્રીઓ, પૂર્વ ધારાસભ્યો સેટલમેન્ટો કરે છે.

ગુરૂરાજ ચૌહાણ (યુવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી)

ટિકિટ કપાયા બાદ ગુરૂરાજ ચૌહાણે કોંગ્રેસ સામે કર્યા પ્રહાર
વાસ્તવમાં ગુરૂરાજ ચૌહાણ હાલોલ વિધાનસભા પર કોંગ્રેસના દાવેદાર હતા. ટિકિટ કપાયા બાદ ગુરૂરાજ ચૌહાણે કોંગ્રેસ સામે પ્રહાર કર્યા છે. તેઓએ કરોડોમાં ટિકિટ સેટલમેન્ટ થતું હોવાનો આક્ષેપ લગાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

મહત્વનું છે કે, ગઈકાલે કોંગ્રેસ સામે કામિનીબા રાઠોડે ટિકિટ વેચાયાનો આરોપ લગાવ્યો હતો.દહેગામ બેઠકને લઈને કોંગ્રેસના નેતા કામિનીબા રાઠોડે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતો. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારી પાસે ટિકિટ માટે 1 કરોડની માંગણી કરવામાં આવી હતી.  જે બાદ 50 લાખમાં ટિકિટ આપવાનું સેટિંગ કરવામાં આવ્યું હતું. જો કે, હું પૈસાની માગ પૂરી ન કરી શકતા અન્યને 1 કરોડમાં ટિકિટ વેચી દેવામાં આવી છે. 

કામિનીબા રાઠોડની એક ઓડિયો ક્લીપ પણ થઈ હતી વાયરલ
આ આક્ષેપ સાથે કામિનીબા રાઠોડની એક ઓડિયો ક્લીપ પણ વાયરલ થઇ હતી. જેમાં કામિનીબા ભાવિન અને એક રાજસ્થાનના વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છે. આ કથિત ઓડિયો ક્લીપમાં કામિનીબા 50 લાખ આપવા તૈયાર થયાનો પણ ઉલ્લેખ છે. વધુમાં VTV સાથેની વાતચીતમાં તેમણે જગદીશ ઠાકોર પર પણ આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, 'જગદીશ ઠાકોરે મને ટિકિટ મળવા પર રાજીનામું આપવાની જીદ પકડી હતી. જેને કારણે મને ટિકિટ મળી નથી. મેં કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ પ્રકારની ગદ્દારી કરી જ નથી. જો પૈસા લઈને જ ટિકિટ આપવાની હોય તો સર્વે કરાવાનો મતલબ શું?'

ટિકિટ વેચાયાનો આક્ષેપ નથી કરતી હકીકત કહું છુંઃ કામિનીબા
ઓડિયા ક્લીપ વાયરલ થયા બાદ VTV સમક્ષ કામિનીબા રાઠોડે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, 'હું ટિકિટ વેચાયાનો આક્ષેપ નથી કરતી હકીકત કહું છું. પહેલા મારી સાથે 1 કરોડની વાત કરવામાં આવી હતી. બાદમાં 50 લાખમાં ટિકિટ આપવા તૈયાર થયા હતા. કોંગ્રેસમાં સક્ષમ ઉમેદવારો હોવા છતાં રૂપિયાના જોરે ટિકિટ વેચાય છે. આ અંગે મેં ઉપર સુધી પણ રજૂઆત કરી હતી.'

ટિકિટ નથી મળી એટલે કોંગ્રેસ ને બદનામ કરે છે: ઠાકોર
કામિનીબાના આક્ષેપ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ નિવેદન આપતા કહ્યું હતું કે, કામિનીબા સાથે ચર્ચા કરી ત્યારે આ મામલે કેમ મારી સાથે વાત ન કરી? આ ઉપરાંત તેમણે કહ્યું કે ટિકિટ કપાયા બાદ મીડિયાને જાણ કરી તે શંકા પેદા કરે છે. સાથે એમ પણ કહ્યું હતું કે મારી પાસે આવીને ટિકિટ માટે રૂપિયા મંગાયાની વાત સાબિત કરી બતાવો અને આ મામલે જો કોઈ ગુનેગાર હશે તો તેને છોડવામાં નહીં આવે. તેવી ખાતરી પણ જગદીશ ઠાકોરે આપી હતી. તથા તમે ખોટા હશો અને પાર્ટીને બદનામ કરવા ગતકળા કરતા હશો તો તમારા વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જગદીશ ઠાકોરએ અંતમાં ઉમેર્યું હતું.

જો કોઈ ગુનેગાર હશે તો તેને છોડવામાં નહીં આવે: જગદીશ ઠાકોર
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ કહ્યું કે ટિકિટ માંગવીએ તમામનો અધિકાર છે પણ ટિકિટ કપાયા બાદ કામિનીબાનું આ પ્રકારનું નિવેદન બનાવટ કરી હોવાની શંકા ઉપજાવે છે. વધુમાં એમને કોઇ શંકા હોય તો રઘુ શર્મા, અશોક ગેહલોત સહિતના કોંગ્રેસના મોવડી મંડળમાં રજૂઆત કરવી જોઇએ. આ મામલે માત્ર 15 ટકા પણ સાબિતી આપો અને માન્ય હશે તો કોંગ્રેસના ગમે તેવા મોટા માથા હશે તો તેના વિરુદ્ધ પગલાં અને ફરિયાદ કરવામાં આવશે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ