બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The coastal areas of Gujarat are expected to have the highest impact of Cyclone Biporjoy

Photos / તસવીરોમાં જુઓ દ્વારકા, સોમનાથ, માંડવીના દરિયાકાંઠે કેવા છે હાલ, ગુજરાત માટે આગામી 36 કલાક મહત્વના

Malay

Last Updated: 12:49 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone Effect: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળવાની છે. ત્યારે સૌરાષ્ટ્રનો દરિયો જાણે હિલોળે ચઢ્યો છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે.

 

  • ગુજરાતના દરિયામાં વાવજોડાની અસર વર્તાઈ
  • દરિયામાં હાઈ ટાઈડની સ્થિતિ વચ્ચે દરિયો તોફાની બન્યો
  • દરિયા કિનારે સુરક્ષા કર્મીઓ તૈનાત કરાયા 
  • દરિયા પર અવર જાવર બંધ કરાઈ

બિપોરજોય વાવાઝોડું વધુ આક્રામક બન્યું છે. વાવાઝોડું નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફુંકાઈ રહ્યો છે. વાવાઝોડું નજીક આવતાં દરિયામાં તોફાની મોજા ઉછળી રહ્યા છે. ગુજરાત માટે આગામી 36 કલાક મહત્વના છે. બિપોરજોય વાવાઝોડું 8 કિલોમીટરથી ગતિથી આગળ વધી રહ્યું છે. 

ગીરના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ 
જેમ-જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર વર્તાવા લાગી છે. ગીર સોમનાથના દરિયામાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.  ગીરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અત્યારે વાવાઝોડું ગીર સોમનાથથી 300 કિમી દૂર છે.

જાફરાબાદ દરિયાકાંઠે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
ગીર સોમનાથ ઉપરાંત અમરેલીના જાફરાબાદના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા પર અવરજવર બંધ કરાવવામાં આવી છે. દરિયા કિનારે વરસાદી માહોલ વચ્ચે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયા કિનારે પોલીસ સહિત સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દ્વારકાના ગોમતી ઘાટ પાસે ઊંચા મોજા ઉછળ્યાં
બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. આજે દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. ગોમતી ઘાટ પાસે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તો ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. લોકોને દરિયા કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે. દ્વારકામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અત્યાર સુધી 6 હજાર 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. આ તરફ બિપોરજોય વાવાઝોડાને લઈ દ્વારકાનું તંત્ર એલર્ટ બન્યું છે. જેને લઈ દ્વારકામાં આર્મીની ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. 

માંડવીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ
કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કચ્છના માંડવીમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. માંડવીમાં વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. 15 જૂને જખૌ બંદરથી વાવાઝોડું પસાર થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડું દરિયા કિનારે ટકરાશે ત્યારે 135 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હાલ આ વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. અત્યારે વાવાઝોડું જખૌથી 290 કિમી દૂર અને નલિયાથી 310 કિમી દૂર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ