બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદ / The BJP has made a special strategy to win the seat where the Danilimda minority has a majority

2002 જેવો કમાલ 22માં થશે? / 60% લઘુમતી વોટ-બૅન્ક, 1975થી પંજાની મજબૂત પકડ ધરાવતી બેઠક જીતવા BJPની ખાસ સ્ટ્રેટેજી, AAP-ઓવૈસી કોંગ્રેસનો ખેલ બગાડશે

Dinesh

Last Updated: 05:54 PM, 8 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાણીલીમડા બેઠકનું એનાલિસિસ; 60% લઘુમતી વોટ-બૅન્ક, 1975થી પંજાની મજબૂત પકડ ધરાવતી બેઠક જીતવા BJPની ખાસ સ્ટ્રેટેજી, AAP-ઓવૈસી કોંગ્રેસનો ખેલ બગાડશે!

  • ભાજપે આ બેઠક જીતવા માટે અલગ સ્ટ્રેટેજી બનાવવી જ પડી
  • છેલ્લા બે ઇલેક્શનથી આ બેઠક ભાજપના હાથમાં આવી નથી
  • દાણીલીમડા બેઠક પર લઘુમતીઓની 'બહુમતી'

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓની તારીખો જાહેર થતાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આપે જબરજસ્ત તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. આપની એન્ટ્રીની અસર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને થાય તેવી પુરેપુરી શક્યતા છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર થયા બાદ તો ઘણા મનોમંથનો થયા છે, પરંતુ અમદાવાદની કેટલીક બેઠકો એવી છે, જે ભાજપે છેલ્લી ચુંટણીઓમાં ગુમાવી હતી. આ માટે ભાજપ ખૂબ જ મહેનત કરી રહ્યુ છે. ચૂંટણી જાહેર થઇ એ પહેલાંથી જ અમદાવાદ શહેરમાં 2017માં ગુમાવેલી દાણીલીમડા બેઠક કબજે કરવા ભાજપે કમર કસી લીધી છે. વળી આ બેઠક પર ચાર મુખ્ય પક્ષ વચ્ચે જંગ ખેલાશે.

દાણીલીમડા વિધાનસભા બેઠક ઈતિહાસ
દાણીલીમડા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી તે પહેલા શહેર કોટડા બેઠક પર 1975થી કોંગ્રેસનુ પ્રભુત્વ રહ્યુ છે. વર્ષ 1975માં કોંગ્રેસના દિગ્ગજ નેતા નરસિંહ મકવાણાએ રાષ્ટ્રીય મજદુર પક્ષના નારાણભાઇ પરમારને હરાવ્યા હતા. વર્ષ 1980માં કોંગ્રેસના મનુભાઇ પરમારે જનતા પાર્ટીના મોહનલાલ મકવાણાને હરાવ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ગિરીશ ચંદ્ર પરમાર માત્ર 1782 મત સાથે ચોથા ક્રમે રહ્યા હતા.

બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ બન્નેવાર કોંગ્રેસ જીતી
વર્ષ 2010ની વસતિ ગણતરી પ્રમાણે નવું સીમાંકન થયું હતું, જેમાં જમાલપુર, શહેરકોટડા અને મણિનગર વિધાનસભાના કેટલાક ભાગને જોડીને દાણીલીમડા વિધાનસભા બેઠકની રચના કરવામાં આવી હતી. આ બેઠકની રચના થયા બાદ બંને વખત કોંગ્રેસનો વિજય થયો છે. વર્ષ 2012માં અહીંથી કોંગ્રેસના શૈલેષ પરમારે ભાજપના ગિરીશ પરમારને 14301 મતથી હરાવ્યા હતા. આ ચૂંટણીમાં શૈલેષ પરમારને 73573 મત મળ્યા હતા, જ્યારે ગિરીશ પરમારને 59,272 મત મળ્યા હતા.

2017માં શૈલેષ પરમારનો વિજય
વર્ષ 2017માં ફરી કોંગ્રેસના શૈલેષ પરમારે ભાજપના જીતુ વાઘેલાને હરાવ્યા હતા. આ વખતે શૈલેષ પરમારે 32510 મતોના માર્જીનથી ભાજપના જીતુ વાઘેલાને હાર આપી હતી. શૈલેષ પરમારે  90691 મતોની સરસાઇ મેળવી હતી, જ્યારે જીતુભાઇને માત્ર 58,181 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.

હિન્દુત્વની લહેરમાં 2002માં મળી હતી ભાજપને જીત
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ હતી. હિન્દુત્વની લહેરને કારણે ભાજપના પૂર્વ કોર્પોરેટર જીતુ વાધેલાએ કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા અને વર્ષ 2007માં કોંગ્રેસના શૈલેષ પરમારે ભાજપના જીતુ વાધેલાને હરાવ્યા હતા.

લોઢાના ચણા ચાવવા સમાન બેઠક
જો અમદાવાદ શહેરની દાણીલીમડા બેઠક ભાજપ જીતી જાય તો તે ભાજપ માટે ખુબ જ સારુ માનવામાં આવે છે. આ  બેઠક ભાજપ છેલ્લી બે ટર્મથી હારે છે. ભાજપ માટે કોઈપણ રીતે દાણીલીમડા બેઠક હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. દાણીલીમડા વિધાનસભા એ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. અહીં ભાજપના ઉમેદવાર જલદી ચૂંટણી લડવા તૈયાર થતા નથી. સમગ્ર રાજ્યમાં 13 અનુસૂચિત જાતિની સીટો પૈકી સાત બેઠક ભાજપ પાસે છે, જ્યારે છ બેઠક કોંગ્રેસ પાસે છે. સ્થાનિક કાર્યકરોનું માનીએ તો અહીં ઉત્તર ગુજરાતના SC સમાજની વસ્તી વધુ છે.

આ બેઠક માટે ચાર પક્ષો વચ્ચે ખેલાશે જંગ
દાણીલીમડાની બેઠક પર કોંગ્રેસ અને ભાજપે હજુ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી, પરંતુ ઔવેસીની પાર્ટી (AIMIM) અને કેજરીવાલની પાર્ટી આપે આ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ઔવેસીની પાર્ટી માંથી કૌશિકાબેન પરમાર અને આપમાંથી દિનેશ કાપડિયા ચુંટણીના મેદાનમાં ઉતર્યા છે. 

મહિલાઓએ માંડ્યો મોરચો
ભાજપે દાણીલીમડા સીટ માટે આ વખતે ખાસ પ્લાન ઘડી કાઢ્યો છે. કોંગ્રેસના નારાજ મહિલા નેતા કમળા ચાવડા અને જમના વેગડા તેમજ ઓવૈસીની પાર્ટીનાં મહિલા ઉમેદવાર કૌશિકા પરમાર એમ ત્રણ મહિલાએ બે ટર્મથી કોંગ્રેસમાંથી ચુંટાતા શૈલેષ પરમાર સામે મોરચો માંડ્યો છે.

શૈલેષ પરમારને નબળા પાડવા ભાજપની સ્ટ્રેટેજી
દાણીલીમડા વિધાનસભામાં સૌથી વધુ 11 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વોર્ડનાં કુલ 228 બૂથ છે, જેમાં 89 બૂથ પર સંપૂર્ણપણે શૈલેષ પરમારની પકડ રહેલી છે. આ તમામ બૂથ બહેરામપુરા, દાણીલીમડા તથા ગોમતીપુર વિસ્તારના છે, જ્યાં સૌથી વધારે લધુમતી તથા દલિત સમાજની મત બેંક છે. આ તમામ બેઠકમાં જ ભાજપે ધીમી ગતિએ પોતાની પ્રચાર ગતિ વધારી દીધી છે. અત્યારસુધી જે ભાજપ માત્ર 25 કે 50 કાર્યકરોને આધારે પ્રચાર કરતો હતો, એના સ્થાને એક હજાર કરતાં વધારે કાર્યકરોને પ્રત્યેક બૂથ અને વોર્ડ સ્તરે વહેંચી દેવામાં આવ્યા છે. મૂળ ભાજપનો ઉદ્દેશ છે કે શૈલેષ પરમારને તેના જ મજબૂત ગઢમાં નબળા પાડીને દાણીલીમડા સીટ કોઈ પણ હિસાબે જીતી લેવી.

ભાજપ સંગઠનના નેતાને સોંપાઇ જવાબદારી
ભાજપ માટે કોઈપણ રીતે દાણીલીમડા બેઠક હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. એ માટે અમદાવાદના ભાજપ સંગઠનના નેતા પ્રવીણ પટેલને આ મિશન પાર પાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ પ્રભારી પ્રવીણ પટેલ છેલ્લા ઘણા સમયથી 12 કલાક આ વિસ્તારમાં ફરે છે. તેમણે ઘરે ઘરે જઇને અનેક લોકજાગૃતિ કાર્યક્રમો પણ કર્યા છે. કોરોનાકાળમાં થયેલી કામગીરીનો પણ પ્રચારમાં લાભ ઉઠાવાઇ રહ્યો છે. કોરોનાકાળમાં નબળી કામગીરી બદલ દાણીલીમડા વોર્ડના લોકો ધારાસભ્ય પર રોષે ભરાયા છે. આ વાત ભાજપ માટે મજબુત કડી બની ચુકી છે.

સીએમને કમળ ખીલવાનો છે વિશ્વાસ
ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે,     આ વખતે પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલ અનેક યુવા મતદાતાઓ સહિત સૌ નાગરિકો ભાજપની વિકાસની રાજનીતિ અને વિઝનરી નેતૃત્વ પ્રત્યે અઢળક પ્રેમ અને વિશ્વાસ સાથે ફરી એકવાર કમળ ખીલવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ