બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / the audience is eagerly waiting for these 10 films of South Cinema in 2023

મનોરંજન / 2023માં આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર, સાઉથની આ 10 ફિલ્મોની દર્શકો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ

Arohi

Last Updated: 05:33 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2023 શરૂ થઈ ગયું છે. આ સાથે ફેંસ કેટલીક મોટી અને પ્રખ્યાત ફિલ્મોના રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ યાદીમાં સાઉથની 10 મોસ્ટ અવેટેડ ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

  • સાઉથની 10 મોસ્ટ અવેટેડ ફિલ્મો 
  • જેની ફેંસ જોઈ રહ્યા છે આતુરતાથી રાહ 
  • 2023માં આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર

2022માં સાઉથની ફિલ્મોનો બોક્સ ઓફિસ પર દબદબો રહ્યો હતો. 'KGF 2', 'RRR', 'PS 1' જેવી ફિલ્મોએ બમ્પર કમાણી સાથે વિશ્વભરમાં ઘણી ખ્યાતિ મેળવી હતી. આ સાથે દક્ષિણ સિનેમાના ઘણા સ્ટાર્સને પણ પેન ઈન્ડિયાની ઓળખ મળી છે. 

હવે બધાની નજર વર્ષ 2023 પર છે. આ વર્ષે ટોલીવુડની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. આમાંથી ઘણી મોટા બજેટની ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો ચાલો એક નજર કરીએ દક્ષિણની આગામી ફિલ્મોની સંપૂર્ણ યાદી પર.

થુનિવુ
દર્શકો અજીત, મંજુ વારિયરની પ્રખ્યાત ફિલ્મ 'થુનિવુ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એચ વિનોદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 11 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. 

અજિત કુમાર આ ફિલ્મથી પોતાના એક્શનથી મોટા પડદા પર આગ લગાવતા જોવા મળશે. મહત્વનું છે કે અજિત કુમારની 'થુનિવુ' મોટા પડદા પર થલાપતિ વિજય અને રશ્મિકા મંદન્ના સ્ટારર 'વારિસુ' સાથે સ્પર્ધા કરશે.

વારિસુ
'વરિસુ' એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેનું ડાયરેક્શન વંશી પૈદિપલ્લીએ કર્યું છે. જેમાં થલપતિ વિજય અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં છે. 

ત્યાં જ શામ, પ્રભુ, આર. સરથકુમાર અને પ્રકાશ રાજ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 'વરિસુ' 12 જાન્યુઆરીએ પોંગલ દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

PS-2
'PS 1' એ વર્ષ 2022માં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. હવે દર્શકો મણિરત્નમની ફિલ્મના આગામી પાર્ટની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય, વિક્રમ, ત્રિશા, શોભિતા ધુલીપાલા સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મ 28 એપ્રિલ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

જેલર
રજનીકાંત ફિલ્મ 'જેલર'થી કમબેક કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2023ની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં શિવા રાજકુમાર, વસંત રવિ, યોગી બાબુ, રામ્યા કૃષ્ણન અને વિનાયકન સહાયક ભૂમિકામાં છે. 

નેલ્સન દિલીપ કુમાર દ્વારા નિર્દેશિત, સન પિક્ચર્સના બેનર હેઠળ કલાનિધિ મારન દ્વારા નિર્મિત છે. રજનીકાંતની આ 169મી ફિલ્મ છે. 'જેલર' 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

પુષ્પા 2
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. પ્રેક્ષકો હવે 'પુષ્પા 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે સિનેમાઘરોમાં આવશે.

કબ્જા
આર. ચંદ્રુ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કબ્જા' 2023ની પીરિયડ એક્શન ફિલ્મ હશે. આ ફિલ્મમાં ઉપેન્દ્રની સાથે સુદીપા, શ્રિયા સરન, કબીર દુહાન સિંહ અને કોટા શ્રીનિવાસ રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મની વાર્તા એક પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાનીના પુત્રની આસપાસ ફરે છે, જે 1960 થી 1984 દરમિયાન આઝાદી પહેલાના ભારતમાં અંડરવર્લ્ડનો રાજા બને છે.

સાલાર
પ્રભાસ સ્ટારર ફિલ્મ 'સલાર' પણ વર્ષ 2023 ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ કરી રહ્યા છે. ફિલ્મમાં શ્રુતિ હાસન અને જગપતિ બાબુ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 

હિન્દી, કન્નડ, મલયાલમ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થનારી આ ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.

ઈન્ડિયન 2
કમલ હાસનની 1996માં આવેલી ફિલ્મ 'ઇન્ડિયન'એ બમ્પર કમાણી સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. હવે આ ફિલ્મની સિક્વલનું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે. એસ.શંકર દ્વારા નિર્દેશિત આ એક્શન ફિલ્મમાં કમલ હાસન સિવાય કાજલ અગ્રવાલ, ગુલશન ગ્રોવર, સિદ્ધાર્થ, રકુલ પ્રીત સિંહ, પ્રિયા ભવાની શંકર, સમુતિરકાની, બોબી સિમ્હા, ગુરુ સોમસુંદરમ, દિલ્હી ગણેશ, જયપ્રકાશ અને વેનેલા કિશોર જેવા કલાકારો જોવા મળશે. આશા છે કે આ ફિલ્મ પણ 2023માં રિલીઝ થશે.

આદિપુરૂષ
પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થનારી મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. 

ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉત કરી રહ્યા છે. 'આદિપુરુષ'ના ટીઝરને લઈને ઘણો વિવાદ થયો હતો. ફિલ્મમાં પ્રભાસ રામ, સૈફ અલી ખાન રાવણ અને કૃતિ સેનન જાનકીના રોલમાં જોવા મળશે.

NTR 30
જુનિયર NTRની આગામી ફિલ્મ NTR30 ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં અભિનેતા લીડ રોલમાં જોવા મળશે. આ એક્શન થ્રિલર 5 એપ્રિલ, 2024ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ