બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Tech tips check is your mobile charger original or not
Last Updated: 11:45 AM, 7 March 2024
સ્માર્ટફોન આપણા સૌના જીવનનો ભાગ બની ચૂક્યો છે. હવે તેનો ઉપયોગ માત્ર કમ્યુનિકેશન માટે નહીં અન્ય અગત્યના કામ માટે પણ થાય છે. જીવનમાં ડગલે ને પગલે આપણને સ્માર્ટફોનની જરૂર પડે છે, પરિણામે તેનો ઉપયોગ વધારે થાય છે. વધારે વખત વપરાવાને કારણે તેની બેટરી પણ ઝડપથી ઉતરી જાય છે. મોટા ભાગે હવે લોકો ચાર્જર જોડે જ લઈને ફરે છે. તમારા ફોનના પર્ફોમન્સમાં ચાર્જર મહત્વનો ભાગ ભજવે છે. મોબાઈલ ફોન કંપનીઓ ફોન સાથે તો ચાર્જર આપે જ છે, પરંતુ જ્યારે આ ચાર્જર બગડી જાય તો આપણે લોકલ સ્ટોરમાંથી નવું ચાર્જર લેતા હોઈએ છીએ. હવે આ ચાર્જર જો નકલી હોય, તો તે તમારા ફોનને પણ નુક્સાન કરી સકે છે.
ADVERTISEMENT
ચાર્જર નકલી હોય, તો તમારા ફોનમાં બ્લાસ્ટ થઈ શકે છે, તમારા ફોનના ઈન્ટરનલ હાર્ડવેર ડેમેજ થઈ શકે છે. જેને કારણે તમારો ફોન પણ બગડી શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે તમારું ચાર્જર અસલી છે કે નકલી તે તમે કેવી રીતે નક્કી કરશો?
આપણામાંથી ખૂબ ઓછા લોકોને એ માહિતી છે કે ચાર્જરની અસલિયત ચેક કરવા માટે એક સરકારી એપ અસ્તિત્વમાં છે. જેના પર તમે માત્ર નંબર નાખીને ચાર્જરની માહિતી ચેક કરી શકો છો. ભારત સરકાર દ્વારા BIS CARE App બનાવવામાં આવી છે., જેની મદદથી તમારું ચાર્જર અસલી છે કે નકલી તે ચેક કરી શકાય છે.
ADVERTISEMENT
જો તમારું ચાર્જર અસલી છે, તો તેના પર એક ખાસ નંબર લખેલો હશે. આ નંબર દ્વારા તમે ચાર્જરની માહિતી ચેક કરી શકો છો. તમારા ચાર્જરનો આ નંબર BIS CARE App પર પણ હોય છે. તમારે એપમાં માત્ર આ નંબર કોપી કરવાનો છે, અને તમને મેન્યુફેક્ચરનું નામ, પ્રોડક્ટનું નામ, કેટેગરી, મોડેલ, બ્રાન્ડ, સ્ટેટસ અને વેલિડિટી સહિતની માહિતી મળી જશે. જો એપ પર નંબર નાખ્યા બાદ માહિતી ન દેખાય, તો તમારું ચાર્જર નકલી હોઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દરેક એપની જેમ આ એપ પણ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઈડ માટે આ એપની સાઈઝ માતા્ર 3.2 એમબી છે, એટલે તમારા ફોનમાં પણ ખાસ જગ્યા નહીં રોકે.
એકવાર તમે આ એપ ડાઉનલોડ કરી લેશો, એટલે તમારે તેમાં Verify R. No. Under CRS પર ક્લિક કરવાનું છે. હવે ચાર્જર પર લખેલા R-XXXXXXXX નંબરને એપમાં એન્ટર કરવાનો છે. જેના પરથી તમે લાઈસન્સ ડિટેઈલ્સ ચેક કરી શક્શો.
ADVERTISEMENT
આના પરથી નક્કી કરો, તમારું ચાર્જર યોગ્ય છે કે નહીં અને તેનો ઉપયોગ કરવો કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.