બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / team india playing 11 vs england for 2nd test match in visakhapatnam

સ્પોર્ટ્સ / Ind vs Eng 2nd Test: શુભમન ગિલ-શ્રેયસ અય્યરનું હવે શું થશે? ભારતીય પ્લેઇંગ 11માં આજે થઇ શકે છે મોટા ફેરફાર

Arohi

Last Updated: 08:27 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Playing 11 Vs England 2nd Test: ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડની વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ આજે રમાશે. આ મેચ વિશાખાપત્તનમના વાઈએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં સવારે 9.30 વાગ્યાથી રમાશે.

  • ભારતીય ટીમની પ્લેઈંગ-11માં થશે ફેરફાર 
  • જાણો શુભમન ગિલ અને શ્રેયસ અય્યરનું શું થશે? 
  • આજે છે બીજી ટેસ્ટ મેચ 

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડના સામે 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. સીરિઝની બીજી મેચ આજેથી વિશાખાપત્તનમના વાઈએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 

આ મેચ ભારતીય સમયાનુસાર સવારે 9.30 વાગ્યાથી રમાશે. જ્યારે આ પહેલા સીરિઝનો પહેલો મુકાબલો હૈદરાબાદમાં થયો હતો. જેમાં 4 દિવસમાં જ ભારતીય ટીમને 28 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડ ટીમ સીરિઝમાં 1-0થી આગળ છે. 

કેપ્ટન રોહિત શર્મા માટે મુશ્કેલ રહેશે આ કામ 
રોહિત આ બીજી મેચ જીતીને સીરિઝ બરાબર કરવા માંગશે. પરંતુ આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે પ્લેઈંગ-11 સિલેક્ટ કરવું થોડુ મુશ્કેલ રહેશે. આ મેચ પહેલા ઈજાના કારણે અમુક સ્ટાર પ્લેયર પહેલા જ બહાર થઈ ચુક્યા છે. એવામાં બીજી મેચ માટે ભારતીય પ્લેઈંગ-11માં મોટા ફેરફાર થઈ શકે છે. 

હકીકતે બીજી મેચ માટે સ્ક્વોડમાં વિરાટ કોહલી, રવીંન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને મોહમ્મદ શમી નથી. જ્યારે શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ખૂબ જ ખરાબ ફોર્મથી ઝઝુમી રહ્યા છે. કેપ્ટન રોહિત પોતે રન બનાવવામાં સફળ નથી થઈ રહ્યા. એવામાં બીજી ટેસ્ટ માટે મોટા નિર્ણય લઈ શકાય છે. 

વધુ વાંચોઃ ભારતના સ્ટાર ક્રિકેટર મયંકને પાણીમાં અપાયું ઝેર? પોલીસે નોંધી FIR, હવે કેવી છે તબિયત?

ગિલ અને અય્યર બન્નેને અથવા તો ગમેતે એકને બહાર બેસાડવામાં આવી શકે છે. તેના કારણે રજત પાટીદાર અને સરફરાજ ખાનને તક મળી શકે છે. જો આમ થયું તો આ રજત અને સરફરાજની ડેબ્યૂ મેચ પણ બની શકે છે. જોકે ગિલ અને અય્યરને બહાર બેસાડવાની આશા ખૂબ ઓછી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ