બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Teacher commits fraud by admitting tribal student to school by creating bogus marksheet

નકલી માર્કશીટ કૌભાંડ / ધો. 12ની બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરવા જતા ડાંગની દિકરીને લાગ્યો મોટો ઝટકો, નીકળી ધો. 10ની બોગસ માર્કશીટ

Malay

Last Updated: 11:47 AM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bogus Marksheet: ડાંગ જિલ્લામાં ગરીબ આદિવાસી વિદ્યાર્થિનીને બોગસ માર્કશીટ બનાવી શાળામાં પ્રવેશ આપી શિક્ષકે છેતરપિંડી કરી હોવાનો ગંભીર આક્ષેપ વાલીઓએ લગાવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

  • બોગસ માર્કશીટનું કૌભાંડ 
  • શિક્ષકે જ બનાવી આપી માર્કશીટ
  • શિક્ષણ જગતમાં મચ્યો ખળભળાટ

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ આહવા તાલુકાના એક ગામમાં રહેતી આદિવાસી યુવતી ધો 10માં 2 વિષયમાં નાપાસ થતાં તે 2021માં સુબિર ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં રિપિટર તરીકે પ્રવેશ માટે ગઈ હતી. જ્યાં તેમની મુલાકાત શાળામાં ફિઝીકસ વિષયના ધોરણ 11/12ના શિક્ષક સાથે થતા શિક્ષકે વિદ્યાર્થીનીને ધોરણ 10ની પરીક્ષા આપ્યા વગર પાસ થયેલનું સર્ટિફિકેટ સાથે ધોરણ 11માં પ્રવેશ આપવવાની વાત કરી તેમના વાલીનો વિશ્વાસ કેળવી રૂ. 27,000 પડાવી માર્કશીટ બનાવી આપી હતી. 

ધોરણ 12નું ફોર્મ ભરતા થયો ખુલાસો
જેના આધારે ધોરણ 11માં પ્રવેશ પણ આપી દીધો હતો. યુવતીએ ધોરણ 11/12  પૂર્ણ કરી હાલની 2023માં ધોરણ 12માં બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરતા તે વિદ્યાર્થિનીની ધોરણ 10ની માર્કશીટ બોગસ હોવાનું ખુલતા આદિવાસી દિકરીને ભારે આઘાત લાગવા સાથે પરિવારને શાળાના શિક્ષક દ્વારા છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું અહેસાસ થયો છે. 

...તો ધો.11નું પરિણામ પણ રદ્દ કરાશેઃ જિલ્લા શિક્ષણાધિકારી
આ સમગ્ર બોગસ માર્કશીટ સાથે શાળામાં પ્રવેશ બાબતે ગંભીર બાબત હોવા બાબતે જિલ્લા શિક્ષણાધિકારી વિજયભાઈ ડી દેશમુખને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, 2023ની ધોરણ 12માં બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે એક વિદ્યાર્થિનીની ધોરણ 10ની માર્કશીટ ઓનલાઈન સબમિટ થતી નહતી, જેથી તે ધો 12ની બોર્ડની પરીક્ષા આપી શકી નથી. આ મામલે જો ધોરણ 10નું પરિણામ બોગસ હશે, તો ધોરણ 11નું પરિણામ પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ