બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Tamilnadu Texi Driver received 9 thousand rupees in bank, he started to send money to friends

ગજબ / ટેક્સી ડ્રાઈવરનાં એકાઉન્ટમાં અચાનક આવી ગયાં 9000 કરોડ રૂપિયા ! મિત્રોને હરખભેર મોકલવા માંડ્યો પૈસા પણ પછી જે થયું તે ચોંકાવનારું

Vaidehi

Last Updated: 07:19 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ટેક્સી ડ્રાઈવરનાં એકાઉન્ટમાં અચાનક 9 હજાર કરોડ રૂપિયા આવી ગયાં જો કે પછી બેંકે પૈસા પાછા ખેંચી લીધાં. જાણો પછી શું થયું?

  • ટેક્સી ડ્રાઈવરનાં એકાઉન્ટમાં એકાએક આવ્યાં 9 હજાર કરોડ
  • બેંકની ભૂલનાં કારણે ડ્રાઈવરનાં એકાઉન્ટમાં આવ્યાં કરોડો રૂપિયા
  • જો કે બેંકે પોતાની ભૂલ સ્વીકારી અને પૈસા પરત ખેંચ્યાં

તમિલનાડુમાં રહેતા એક ટેક્સી ડ્રાઈવરનાં એકાઉન્ટમાં અચાનક બેંકની ભૂલને કારણે 9 હજાર કરોડ રૂપિયા ટ્રાંસફર થઈ ગયાં. જો કે પછી બેંકે પૈસા પાછા પણ લઈ લીધા હતાં. ખાતામાં કરોડો રૂપિયા આવ્યાની માહિતી મેળવતાની સાથે જ નિક્કરપટ્ટી ગામમાં રહેનારા રાજકુમાર ચોંકી ગયાં હતાં. આ સમગ્ર ઘટના 9 સપ્ટેમ્બરનાં બપોરે 3 વાગ્યે બની હતી.

બપોરે 3 વાગ્યે ખબર પડી..
મીડિયા રિપોર્ટ અનુસાર રાજકુમારે કહ્યું કે દિવસભર કામ કર્યાં બાદ હું બપોરે થોડીવાર સુઈ ગયો હતો. બપોરે 3 વાગ્યા આસપાસ મને મારા બેંકથી મારા ખાતામાં પૈસા જમા થયા હોવાનો સંદેશો મળ્યો. આટલી મોટી રાશિ જોઈને તો હું ગણતરી પણ ન કરી શક્યો કારણકે તેમાં ઘણાં શૂન્ય હતાં. 

બેંકે પૈસા પાછા ખેંચી લીધાં
મીડિયા અનુસાર જમા થયેલ રાશિ પાછળથી બેંકે પાછી લઈ લીધી જેમાં બેંકે કહ્યું કે તેમણે રાજકુમારનાં ખાતામાં પૈસા નાખવામાં ભૂલ કરી દીધી હતી. પૈસા જમા થયા બાદ રાજકુમારે પોતાના એક મિત્રનાં ખાતામાં 21000 રૂપિયા ટ્રાંસફર કરી દીધાં અને આશરે 30 મિનીટ બાદ બેંકોને પોતાની ભૂલ ખબર પડી અને રાશિ પાછી ખેંચી લીધી.

105 રૂપિયા હતાં...
બેંક અધિકારીઓએ રાજકુમારનો સંપર્ક કર્યો અને તેને પૈસા ન નિકાળવા વિનંતી કરી. 9 હજાર કરોડ રૂપિયા ખાતામાં ક્રેડિટ થયા પહેલા રાજકુમારનાં ખાતામાં માત્ર 105 રૂપિયા હતાં. રાજકુમારે કહ્યું કે બેંકે તેને કાર લોન આપવાનો નિર્ણય કર્યો છે. રાજકુમાર અનુસાર બેંકે કહ્યું કે મારે અત્યારસુધી વાપરેલ રકમ પરત કરવાની જરૂર નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ