બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Taking advantage of loneliness, brother committed rape with minor sister in Rajkot, police nabbed the accused

કળયુગ / એકલતાનો લાભ લઈ સગીર વયની બહેન સાથે જ રાજકોટમાં ભાઇએ આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને દબોચ્યો

Vishal Khamar

Last Updated: 05:56 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સગીર વયની બહેનની એકલતાનો લાભ લઈ સાવકા ભાઈએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે ભક્તિનગર પોલીસ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

  • રાજકોટમાં સાવકા ભાઈએ બહેન સાથે આચર્યું દુષ્કર્મ
  • સગીર વયની બહેનની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું
  • ભક્તિનગર પોલીસ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી

સમાજમાં વધુ એક કલંક રૂપ ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવકા ભાઈએ તેની સગીર વયની બહેન ઉપર એકલતાનો લાભ લઇ ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પિતાએ પુત્ર વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ બોટાદ જિલ્લાના અને હાલ રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તેના જ પુત્ર વિરુધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.  ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે 5 ધોરણ સુધી અભ્યાસ કરેલ છે અને હીરા ઘસવાનું કામ કરે છે. તેમના લગ્ન થયા બાદ પ્રથમ પત્નીનું અવસાન થયાના દોઢ વર્ષ બાદ બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન જીવનમાં સંતાનમાં એક પુત્ર અને બીજા લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક પુત્રી છે જેની ઉંમર 17 વર્ષ અને 1 માસની છે. 

ઓપરેશન કરાવતા મારી દેખભાળ માટે મારી પત્નિ વતન આવી હતી
મને થોડા સમયથી પગમાં દુખાવો થતા રાજકોટ અને ભાવનગર બે જગ્યાએ હોસ્પિટલમાં દેખાડવામાં આવતા તબીબોએ ગોળાના ઓપરેશન કરાવવાની સૂચના આપી હતી દરમિયાન અમે ભાવનગર હોસ્પિટલ ખાતે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું અને હું પત્ની પુત્ર અને પુત્રી ઓપરેશન કરાવવા ભાવનગર ગયા હતા. બાદમાં પત્ની પુત્ર અને પુત્રી રાજકોટ આવ્યા હતા. એ પછી 9 જુલાઈ થી 27 જુલાઈ દરમિયાન અમારા રાજકોટના ઘરે મારો પુત્ર અને પુત્રી એકલા રહેતા હતા અને પત્ની મારી દેખરેખ માટે અમારા વતન બોટાદ જિલ્લામાં આવી હતી. 
મારી પત્નિ તેમજ ભાભીને મારી પુત્રીએ સઘળી હકીકત જણાવી હતી
ગત તારીખ 27 જુલાઈના રોજ મારા પિતા મારી પુત્રીને તેડવા રાજકોટ આવ્યા હતા અને તેને તેડી અમારા વતન આવ્યા હતા આ પછી મારી દીકરી અચાનક મારા ભાભી પાસે રડવા લાગી હતી અને બાદમાં મારા પત્ની અને ભાભીને હકીકત જણાવી હતી જેમાં કહ્યું હતું કે ભાઈએ મારી સાથે જબરદસ્તી કપડાં કાઢી ચાર થી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ મારા પત્નીએ મને જાણ કરતા અમે ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. 

આજે સમગ્ર બનાવ અંગે પિતાએ પુત્ર વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી સાવકા ભાઇની ધરપકડ કરી મેડિકલ ચેકપ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ