બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / Take care of the eye gem in the scorching heat, doing so will never cause vision problems

સ્વાસ્થ્ય / ધોમધખતા તાપમાં રાખો આંખોના રતનની સંભાળ, આટલું કરવાથી ક્યારેય નહીં પડે દ્રષ્ટિમાં તકલીફ

Premal

Last Updated: 05:59 PM, 9 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયટ પ્લાનથી લઈને સ્કિન કેર રૂટિનમાં શરીરને સૂર્ય અને ગરમીથી બચાવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. આંખ પણ શરીરનું સૌથી નાજુક અંગ છે. આવી સ્થિતિમાં ગરમીની સીધી અસર આંખ પર જોવા મળી રહી છે. ગરમીથી બચવા માટે આંખની પણ ખાસ કાળજી લેવી જરૂરી છે.

  • ગરમીમાં આંખને બચાવવા માટે માત્ર આટલું કરો
  • આંખની પણ ખાસ કાળજી લેવી અત્યંત જરૂરી
  • આંખની સંભાળ રાખવા માટે આ ટીપ્સ ધ્યાનમાં લો 

ઉનાળામાં તડકા અને ગરમ પવનોને કારણે આંખમાં બળતરા, ખંજવાળ, પાણી આવવું અને લાલ થવા જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓને અવગણવી એ આંખનાં સ્વાસ્થ્ય સાથે જોખમ લેવા જેવું છે. કેટલીક ટિપ્સ અનુસરીને તમે ઉનાળામાં પણ તમારી આંખોને સ્વસ્થ રાખી શકો છો.

પાણીથી આંખ ધોવો

ઉનાળામાં સૂર્યના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી અથવા હીટ સ્ટ્રોકને કારણે આંખ લાલ થઈ જાય છે. તેની સાથે જ તેમાં બળતરા અને ખંજવાળ પણ આવવા લાગે છે. આવી સ્થિતિમાં દિવસમાં ત્રણથી ચાર વખત ઠંડાં પાણીથી આંખો ધોવી ખૂબ જ ફાયદાકારક છે.

તાપમાં ચશ્માં વાપરો

સૂર્યનાં હાનિકારક કિરણોથી આંખોને બચાવવા માટે, તડકામાં જતાં પહેલાં સનગ્લાસ પહેરવાનું ભૂલશો નહીં. ઉપરાંત, આંખ માટે મોટા ગ્લાસવાળા ચશ્માં પસંદ કરો. જેના કારણે આંખ સંપૂર્ણપણે ઢંકાઈ જશે.

રૂમનાં લાઇટિંગ પર ધ્યાન આપો

આંખનાં સારાં સ્વાસ્થ્ય માટે રૂમનું યોગ્ય લાઇટિંગ પણ જરૂરી છે. ખાસ કરીને અભ્યાસ કરતી વખતે રૂમમાં સંપૂર્ણ રોશની હોવી જરૂરી છે. જેના કારણે આંખ પર વધુ અસર નહીં થાય.

પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે

ઉનાળામાં આંખને સ્વસ્થ રાખવા માટે વિટામિન સી, વિટામિન એ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લો. આ માટે તમે તમારા આહારમાં લીલાં શાકભાજી, મોસમી ફળ, દૂધ, દહીં, ચીઝ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

ડ્રાય આઈ સિન્ડ્રોમથી છુટકારો મેળવો

કમ્પ્યૂટરનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો, એસીમાં રહેવું કે વધુ પડતી દવા લેવાથી તેની સીધી અસર આંખ પર થાય છે. જેના કારણે આંખમાં સોજો, બળતરા, ખંજવાળ અને શુષ્કતા આવે છે. આવી સ્થિતિમાં તમે દિવસમાં ત્રણથી ચાર વખત આંખનાં ટીપાં નાખીને આરામ મેળવી શકો છો.

વિઝન સિન્ડ્રોમ ટાળો

કમ્પ્યૂટર પર લાંબા સમય સુધી કામ કરવાને કારણે ઘણી વખત વિઝન સિન્ડ્રોમ થવાનું જોખમ રહે છે. તેથી દર અડધા કલાકે કમ્પ્યૂટર, લેપટોપ, સ્માર્ટ ફોન અને ટીવી સ્ક્રીન પરથી પાંચ-દસ મિનિટ માટે આંખને દૂર કરીને આંખને આરામ આપવાનું ભૂલશો નહીં.

આંખનાં ટીપાનો ઉપયોગ સાચવીને કરવો

કોઈપણ સમસ્યા વગર આંખમાં આઈ ડ્રોપ્સનો ઉપયોગ કરશો નહીં. તે જ સમયે આંખનાં ટીપાં ખોલ્યા પછી માત્ર એક મહિના માટે તેનો ઉપયોગ કરવો વધુ સારું છે. એક મહિના પછી આંખમાં જૂનાં આઇ ડ્રોપ્સ નાખવાનું ટાળો. આ સિવાય કોઇ અન્યનો ટુવાલ આંખો પર ન લગાવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ