બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Take care not to get into debt for consuming ghee, 3200 kg of suspicious ghee worth 9.50 lakhs was caught from here.

કાર્યવાહી / ઘી ખાતા લેવાના દેવા ન પડે તેનું ધ્યાન રાખજો, અહીઁથી પકડાયું 9.50 લાખનું 3200 કિલો સંદિગ્ધ ઘી

Vishal Khamar

Last Updated: 11:22 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાનાં ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીઓ પકડાઈ છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ફેક્ટરીઓ પકડી છે. ફેક્ટરીમાંથી 3200 કિલો એડલટ્રન્ટ તરીકે વપરાતું વનસ્પતિ ઘી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • બનાસકાંઠાના ડીસામાંથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીઓ પકડાઈ
  • ડીસામાં શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરીઓ પકડાઈ
  • ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ફેક્ટરીઓ પકડી

 ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરી રૂ. ૯.૫૦ લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વપરાતું વનસ્પતી ઘી આશરે ૩૨૦૦ કિગ્રાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાબતે ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં  કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને રૂ. ૯.૫૦ લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટનો વનસ્પતી ઘી આશરે ૩૨૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરાયો છે.

પદમનાથ ફુડ પ્રોડકટસમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો 450 કિ.ગ્રા જપ્ત કર્યો
આ બાબતે ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનરે જણાવ્યું હતું કે, પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે. તેવી બાતમી મળેલ હતી. જેના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં મે. પદમનાથ ફુડ પ્રોડકટસ, પી.એન. ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, રેલવે ફાટક પાસે, ડીસા, પાલનપુર ખાતે પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘી નો એક નમુનો લેવાયો હતો. જયારે અંદાજીત રૂ. ૧.૬૨ લાખની કિંમતનો બાકીનો ૪૫૦ કિગ્રા જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે .

ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ ઘી ના નમૂનાં લેવામાં આવ્યા
આ ઉપરાંત ડીસા, બનાસકાંઠા ખાતે આવેલ બીજી પેઢી મે. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ, રેલવે સ્ટેશન રોડ, ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢી ના માલિક  ઠક્કર દિનેશભાઈ ની હાજરી માં શંકાસ્પદ ઘી ના પાંચ નમુના લેવામા આવ્યા છે અને બાકીનો અંદાજીત કિંમત રુ. ૫.૫૦ લાખની કિંમતનો આશરે ૧૩૫૦ કિ. ગ્રા. ઘી નો જથ્થો અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી ના બે નમુના લેવામાં આવ્યા જયારે બાકીનો આશરે અંદાજીત કિંમત રૂ. ૨.૫૦ લાખ કિંમતનો ૧૪૦૦  કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 

બે રેડમાં 8 નમુના લેવાયા જ્યારે 3200 કિ.ગ્રા ઘી નો જથ્થો જપ્ત કર્યો
તેમણે કહ્યું કે, આ બે રેડમાં ઘી અને વનસ્પતીના કુલ આઠ નમુનાઓ લેવામા આવ્યા છે જેમા અંદાજીત રૂ. ૯.૫૦ લાખની કિંમતનો બાકીનો કુલ આશરે ૩૨૦૦ કિ. ગ્રા. જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામા આવ્યો છે.  આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ