બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / T20 worldcup will be held in june 2024. India vs Pakistan match timing will be in the morning

અમેરિકા / T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન કઈ તારીખે ટકરાશે, ફોર્મેટના ઈતિહાસમાં પહેલીવાર આવી રીતે રમાશે મેચ, અમેરિકામાં આયોજન

Vaidehi

Last Updated: 04:35 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી20 વર્લ્ડકપ 2024ની શરૂઆત જૂનમાં થશે. IPL બાદ થનારી આ ટૂર્નામેંટનું આયોજન અમેરિકા અને વેસ્ટઈંડીઝમાં થયું છે. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.

  • જૂનમાં અમેરિકા અને વેસ્ટઈંડીઝમાં યોજાશે ટી20 વર્લ્ડકપ
  • IPL બાદ શરૂ થશે આ ટૂર્નામેંટ
  • જેમાં 8-9 જૂન આસપાસ ભારત અને પાકિસ્તાનની મેચ યોજાશે

ભારત અને પાકિસ્તાનની વચ્ચે જ્યારે પણ મેચ થાય છે ત્યારે આખી દુનિયાની નજર આ મેચ પર હોય છે. આ દુનિયામાં સૌથી વધારે જોવાતી ક્રિકેટ મેચ હોય છે. મેદાન પર લાખો લોકો જ્યારે ટીવી-મોબાઈલમાં કરોડો લોકો આ મેચને જોતા હોય છે. એકવાર ફરી ભારત અને પાકિસ્તાનની ટક્કર થવા જઈ રહી છે. આ ટક્કર ટી20 વર્લ્ડ કપમાં થશે જેનું આયોજન જૂનમાં થયું છે. ટી20 વર્લ્ડકપ 2024નું આયોજન અમેરિકા અને વેસ્ટઈંડીઝે મળીને કર્યું છે. 6 મહિના બાદ આવનારા આ ટૂર્નામેંટનો માહોલ અત્યારથી બની ગયો છે.

ભારત-પાકિસ્તાનની સવારે શરૂ થશે...
મીડિયા રિપોર્ટસ્ અનુસાર ભારત અને પાકિસ્તાનની ટક્કર અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્કમાં થશે. આ મેચ 8 અથવા 9 જૂનનાં થશે. તારીક હજુ સુધી નક્કી નથી પણ ભારત-પાકની મેચ શનિ-રવિમાં થાય તેવું શક્ય છે. મોટી માહિતી તો એ છે કે ભારત અને પાકિસ્તાનની આ મેચ ડે-નાઈટ નહીં પણ સવારે શરૂ થશે. અમેરિકામાં આ મેચ સવારે ગોઠવવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે ભારત-પાકની આ મેચને દર્શકો યોગ્ય સમયે જોઈ શકે. જ્યારે અમેરિકામાં સવાર હોય છે ત્યારે ભારતમાં રાત હોય છે. તેથી ફેનબેઝ આ મેચનો લહાવો ઊઠાવી શકે એ માટે આવી યોજના બનાવવામાં આવી છે. ટી20 વર્લ્ડકપ ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે જ્યારે ભારત-પાકની મેચ દિવસમાં શરૂ થશે. હંમેશા આ બંને ટીમોની મેચ ડે-નાઈટ થઈ છે.

ભારતની તમામ મેચ અમેરિકામાં થશે
મીડિયા રિપોર્ટસ્ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટ ટીમની તમામ મેચો અમેરિકામાં જ રમવામાં આવશએ. અમેરિકામાં ભારતીય મૂળનાં લાખો લોકો રહે છે અને ત્યાં પણ ટીમ ઈન્ડિયાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. આ જ કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ લોસ એંજલિસમાં 2028માં ઓલંપિક થવાની છે જેમાં ક્રિકેટને પણ સામેલ કરવામાં આવ્યું છે. તેથી ટી20 વર્લ્ડકપને તેની સાથે જોડવામાં આવી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ