બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / System error and will suffer the whole Navsari! There will be water shortage in winter

નવસારી / ભૂલ તંત્રની અને ભોગવશે આખું નવસારી! ભરશિયાળે થશે પાણીકાપ, જાણો કેટલા વાગ્યે મળશે પાણી

Priyakant

Last Updated: 01:05 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navsari News : સ્ટોરેજ ઇન્ટર લિંકિંગ પ્રોજેક્ટની 5 વર્ષથી ચાલી રહી છે કામગીરી, તંત્રની ઢીલી કામગીરીને કારણે આખા શહેરને હાલાકી, શહેરમાં પાણી આપવાના સમયમાં પણ ફેરફાર કરાયો

  • નવસારીમાં ભરશિયાળે પાણીકાપથી લોકોને હાલાકી 
  • ભૂલ તંત્રની પણ ભોગવશે આખું નવસારી શહેર!
  • શહેરને નહેર દ્વારા અપાતું પાણી ફક્ત એક સમય અપાશે 
  • કેનાલના સમારકામને લઇ પાણી પૂરવઠો ખોરવાયો 
  • નવસારીમાં હવે 2 ટાઇમના બદલે એક ટાઇમ પાણી અપાશે 

Navsari News : નવસારી શહેરમાં ભરશિયાળે પાણી કાપને લઈ તંત્રની ઢીલી નીતિના કારણે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાત જાણે એમ છે કે, કેનાલ રિપેરિંગના કામને લઈ શહેરમાં નહેર દ્વારા અપાતુ પાણી હવે એક સમય અપાશે. કેનાલના રિપરિંગ કામને લઈને પાણી પૂરવઠો ખોરવાયો હોવાથી નવસારીમાં હવે એક ટાઈમ જ પાણી અપાશે. શહેરમાં પાણી આપવાના સમયમાં ફેરફાર કરાયો તો આ સાથે સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું રોટેશન બંધ કરાયુ છે. 

નવસારી શહેરમાં તંત્રના પાપે લોકોએ ભરશિયાળે પણ પાણીકાપનો સામનો કરવો પડી રહ્યો છે. વિગતો મુજબ કેનાલના રિપરિંગ કામને લઈને પાણી પૂરવઠો ખોરવાયો છે. જેથી હવે 23 જાન્યુઆરી સુધી એક ટાઈમ દોઢ કલાક પાણી અપાશે. આ તરફ હવે જુદા જુદા વિસ્તારો માટે ટાઈમ ટેબલ જાહેર કરાયુ છે. મહત્વનું છે કે, શહેરને જો ઈન્ટર લિંકીંગથી પાણી મળતુ હોત તો આજે પાણીકાપ ન આવત, પણ સ્ટોરેજ માટે ઇન્ટર લિંકીંગ પ્રોજેક્ટની 5 વર્ષથી કામગીરી ચાલી રહી છે. 

વિગતો મુજબ નવસારી-વિજલપોર પાલિકા ઇન્ટર લીંકિંગ તળાવ પ્રોજેક્ટ ગોકળ ગતિએ ચાલી રહ્યો છે. કરોડોના ખર્ચે તળાવોને એક કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હોઇ હવે પાલિકાની દિશાવિહન કામગીરીના કારણે પ્રજા પરેશાન બની છે. મહત્વનું છે કે, કેનાલના પાણી પર નિર્ભર રહેતી પાલિકા પાસે સ્ટોરેજની કોઈ વ્યવસ્થા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ