પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે રાતે હાર્ટ એટેકથી નિધન થયું છે. સુષમા સ્વરાજ ભારતના કોઈ પણ ખૂણે વસતા ભારતીયને જરૂરિયાત સમયે વિઝાની મદદ પહોંચાડવામાં પ્રતિબદ્ધ હતા. બસ, એક ટ્વિટથી લોકો સુષમા સ્વરાજ પાસેથી મદદ માંગી શકતા. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા તેમનો એક કિસ્સો અમદાવાદનો પણ છે.
લોકોને જરૂરિયાત સમયે વિઝાની મદદના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે તેમાનો એક કિસ્સો અમદાવાદનો પણ છે. તે વખતે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અમદાવાદના એક પિતાની મદદે આવ્યા હતા. વિદેશમાં ભણતી દીકરી બીમાર પડી, તો પિતાએ તાત્કાલિક વિઝા માટે વિદેશ મંત્રીના દરવાજા ખખટાવ્યા હતા, અને સુષમા સ્વરાજે તેમને તત્કાલ વિઝા અપાવ્યા હતા.
અમદાવાદના જયમોહન ધોપલાએ સુષ્મા સ્વરાજને ટ્વિટ કર્યુ હતું કે, તેમની બિમાર દીકરીને મળવા મોસ્કો જવા માટે તત્કાલિક વિઝાની જરૂર છે. તેમની દીકરી વિજ્ઞાશી ત્રિપાઠી ચાર મહિના પહેલાં મોસ્કો ગઈ હતી. જે ત્યાંની ''નોર્ધન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી''માં અભ્યાસ કરે છે, પરંતુ ત્યાં ગયા બાદ તેની તબિયત બગડી હતી. જેના બાદ તેને યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, પરંતુ 11 ફેબ્રુઆરીએ તેની તબિયત વધુ ખરાબ થતા તેને આઈસીયુમાં રિફર કરાઈ હતી.
મોસ્કોની યુનિવર્સિટીના તબીબોએ જણાવ્યું કે, વિજ્ઞાશીને પહેલા શરદી થઈ ગઈ હતી, અને બાદમાં તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું, જેથી તે ખાવાનું લઈ શક્તિ ન હતી. જેના કારણે તેના શરીરમાં નબળાઈ આવી ગઈ છે.ત્યારબાદ દીકરીની ચિંતામાં જી.પી.ત્રિપાઠીએ મોસ્કો જવા માટે તત્કાલ વિઝાની અરજી કરી હતી, પરંતુ તે ન મળતા તેમણે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પાસેથી ટ્વિટર અને ઈ-મેઈલ દ્વારા મદદ માંગી હતી.
સુષમા સ્વારાજની પહેલાં કદાચ સરકારના કોઈપણ પ્રતિનિધિએ સોશિયલ મીડિયાનો આટલો ઉપયોગ કર્યો નહીં કર્યો હોય. સુષમાના આ કાર્યથી સરકાર અને લોકો જ નહીં પરંતુ વિપક્ષ પણ પ્રશંસા કરતું હતું. આમ આદમી પાર્ટીના નેતાએ સુષમા સ્વરાજનો આભાર માનતા સંસદમાં જણાવ્યું હતું કે, દેશ વિદેશમાં લોકોને બચાવવા માટે તેઓ ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છે.