બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Suryakumar Yadav and Hardik Pandya out of Afghanistan series, won't play T20 matches, reason revealed

IND vs AFG / ભારતીય ટીમને મોટો ફટકો, હાર્દિક પંડ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી અફઘાનિસ્તાન સામેની સિરીઝમાંથી થયો બહાર

Pravin Joshi

Last Updated: 07:53 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના T20 સુપરસ્ટાર સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમનું સુકાન સંભાળ્યું હતું. તે અફઘાનિસ્તાન સામે રમાનાર આગામી T20 શ્રેણીમાં ટીમનો ભાગ નહીં હોય.

  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાશે
  • હાર્દિક પંડ્યા બાદ સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત થતા શ્રેણીમાંથી બહાર
  • સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન શ્રેણીમાં નહીં રમી શકે

ભારતીય ક્રિકેટ ટીમના T20 સુપરસ્ટાર સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમનું સુકાન સંભાળ્યું હતું. તે અફઘાનિસ્તાન સામે રમાનાર આગામી T20 શ્રેણીમાં ટીમનો ભાગ નહીં હોય. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ રમાશે. આ પહેલા શનિવારે અફઘાનિસ્તાને ભારત સામેની T20 સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. પરંતુ શ્રેણીની શરૂઆત પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સિવાય અનુભવી બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે રમી શકશે નહીં.

Topic | VTV Gujarati

હાર્દિક પંડ્યા 11 જાન્યુઆરીથી શરૂ થનારી T20 સીરિઝનો ભાગ નહીં હોય

અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી-20 મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. રોહિત શર્માને આ સિરીઝ માટે કેપ્ટનશિપ આપવામાં આવી છે. જ્યારે વિરાટ કોહલીએ પણ ટી-20 ફોર્મેટમાં વાપસી કરી છે.  ઉલ્લેખનીય છે કે રોહિત અને કોહલી 14 મહિના બાદ ટી 20 રમશે. કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બીસીસીઆઈને જાણ કરી હતી કે તે બન્ને ખેલાડીઓ ટી 20માં રમવા તૈયાર છે. 

સૂર્યકુમાર યાદવનો IPLમાં દબદબો: એક જ મેચમાં કર્યા એકસાથે 3 રેકોર્ડ પોતાને  નામ, પૂરા કર્યા 3000 રન suryakumar yadav completes 3000 run and 100 six in  ipl history 3 records

વધુ વાંચો : સ્ટાર ગુજરાતી પ્લેયર ફૂલ ફૉર્મમાં: ડબલ સેન્ચુરી સાથે તોડી નાંખ્યા રેકોર્ડ્સ, ઈંગ્લેન્ડ સીરિઝ પહેલા કર્યો કમાલ

સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત 

દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ભારતીય T20 ટીમની કમાન સંભાળનાર સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત છે. જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. ઈજા બાદ તેની હીલની સર્જરી કરવામાં આવી હતી. હાલમાં સૂર્યકુમાર યાદવ તેની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, તેથી તે અફઘાનિસ્તાન સામે રમી શકશે નહીં. હાર્દિક પંડ્યાની વાત કરીએ તો ગયા વર્ષે ભારતમાં રમાયેલા ICC ODI વર્લ્ડ કપ દરમિયાન બોલિંગ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થતાં તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ બે ખેલાડીઓ સિવાય રુતુરાજ ગાયવાડ પણ આંગળીમાં ઈજાના કારણે ટીમનો ભાગ નહીં હોય.

મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહને આરામ

અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહને આરામ અપાયો છે. સિરાજ અને બુમરાહે કેપ ટાઉન ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામેની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને ફાસ્ટ બોલર હવે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે, આ બંને બોલરો ઈંગ્લેન્ડની શ્રેણી માટે સંપૂર્ણપણે ફ્રેશ રહે.

11 જાન્યુઆરીએ મોહાલીમાં પહેલી ટી 20 

ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં યોજાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે બીજી ટી-20 મેચ 14 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે. ત્યારે બેંગાલુરુનું એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ટી-20 શ્રેણીની આખરી મેચની યજમાની કરશે.

ભારત અફઘાનિસ્તાન સીરીઝનો કાર્યક્રમ

પ્રથમ ટી-20 : 11 જાન્યુઆરી (મોહાલી) 
બીજી ટી-20 – 14 જાન્યુઆરી (ઇન્દોર) 
ત્રીજી ટી-20 - 17 જાન્યુઆરી – બેંગલુરુ

અફઘાનિસ્તાન શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્સર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મુકેશ કુમાર.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ