બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / વડોદરા / Surat saw 125 fire incidents in a single day while 30 fire incidents occurred in Porbandar city

દિવાળી 2023 / દિવાળીની રાતે ઠેરઠેર બન્યા આગના બનાવો, સુરતમાં માત્ર 36 કલાકમાં જ આગના 125 કોલ રણક્યાં

Dinesh

Last Updated: 02:50 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat news : સુરતમાં એક જ દિવસમાં 125 આગની ઘટના બની તો પોરબંદર શહેરમાં 30 આગના બનાવો બન્યા છે, જ્યારે રાજકોટમાં દિવાળીના દિવસે આગના 124 કોલ ફાયર વિભાગને મળ્યા

  • સુરત એક જ દિવસમાં 125 આગની ઘટના
  • પોરબંદર શહેરમાં 30 આગના બનાવો
  • રાજકોટમાં દિવાળીના દિવસે આગના 124 બનાવો

સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ ચાલી રહ્યું છે. આ મહા પર્વ પર અનેક સ્થળોએ આગના બનાવો બન્યા છે. સુરતમાં એક જ દિવસમાં 125 આગના બનાવો બન્યા છે તો બીજી તરફ પોરબંદરમાં 30 બનાવો બન્યા છે. જ્યારે રાજકોટમાં 124 આગના કોલ ફાયર વિભાગને મળ્યા છે. 

 

29 આગના કોલ રાંદેર ઝોનમાંથી આવ્યા
સુરતમાં એક જ દિવસમાં 125 આગની ઘટના બની છે. 36 કલાકમાં આગના 125 કોલ આવ્યા હતા. જેમાં સૌથી વધુ 29 આગના કોલ રાંદેર ઝોનમાંથી આવ્યા છે જ્યારે અઠવા ઝોનથી ફાયર વિભાગને 19 કોલ મળ્યા છે. વરાછા એ અને બી ઝોનમાં ફાયરને 22 કોલ મળ્યા છે. આપને વિગતે જણાવીએ તો ઉધના A અને Bમાં આગની 13 ઘટના સામે આવી છે, જ્યારે લિંબાયતમાં 16 આગની ઘટના બની હતી. કતારગામ ઝોન વિસ્તારમાં 18 આગની ઘટના ઘટી છે. 

સદનસીબે કોઈ જાનહાનિ નહીં
દિવાળીના દિવસે પોરબંદર શહેરમાં 30 આગના બનાવો ધ્યાને આવ્યા છે. 1 દિવસમાં 30 જેટલા આગના બનાવના કોલ ફાયર વિભાગને મળ્યા હતા. જેમાં ફાયર વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે કોઈ જાનહાની થઈ નથી. આગના બનાવોમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તમામ આગની ઘટના ફટાકડાના કારણે લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

રાજકોટમાં 124 આગના બનાવો
રાજકોટમાં દિવાળીના દિવસે આગના 124 બનાવો નોંધાયા છે. ખુલ્લા વાડાઓમાં કચરાના ઢગલાઓમાં આગ લાગવાની 114 ઘટના સામે આવી છે. તો બીજી તરફ 3 ઓફિસમાં આગ લાગ્યાની દુર્ઘટના પણ નોંધાઇ છે. 3 ઔધોગિક એકમોમાં આગ લાગ્યા વિગતો સામે આવી છે. જો વાત કરવામાં આવે કાળી ચૌદશના દિવસેની તો શહેરમાં 14 જગ્યાએ આગના બનાવ નોંધાયા હતા. જ્યારે ધનતેરસના દિવસે રાજકોટમાં આગ લાગવાના 8 બનાવો બન્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ