બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / સુરત / surat jagdish patel shot dead over motel rent issue in america

ક્રાઇમ / વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા, મોટેલના ભાડા મુદ્દે માથાકૂટ થતા હત્યારો ફાયરિંગ કરી ફરાર

Dhruv

Last Updated: 02:50 PM, 3 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં સ્થાયી થયેલા વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવાઇ છે. સુરતના સચિન ખાતે આવેલ લાજપોર ગામના રહેવાસી 69 વર્ષીય જગદીશ પટેલની અમેરિકામાં હત્યા કરી દેવાઇ છે.

  • અમેરિકામાં વધુ એક ગુજરાતી નાગરિકની હત્યા કરી દેવાઇ
  • 69 વર્ષીય જગદીશ પટેલ સાઉથ કેરોલીનમાં રહેતા હતા
  • મોટેલમાં રહેવા પર ભાડા અંગેની માથાકૂટ બાદ હત્યાને અંજામ

જગદીશ પટેલ કે જેઓ અમેરિકાના સાઉથ કેરોલીનમાં રહેતા હતા અને તેઓ ત્યાં મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલ હતાં. તેઓની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે.

મોટેલમાં રહેવા પર ભાડા અંગેની માથાકૂટ બાદ હત્યાને અંજામ

ગત રોજ એક શખ્સે જગદીશભાઈની ઓફીસમાં ઘૂસીને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યારો ત્યાંથી નાસી છૂટ્યો હતો. પરંતુ આ અંગે મળતી વિગતો અનુસાર હત્યારો મોટેલમાં રહેતો હતો અને ભાડાં મુદ્દે માથાકૂટ થતા હત્યારાએ હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આવી ઘટના પહેલીવાર નથી ઘટી કે જ્યારે અમેરિકામાં કોઈ ગુજરાતીની હત્યા કરી દેવાઇ હોય. આ પહેલાં પણ અનેક ગુજરાતીઓને અમેરિકામાં ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

એક ગોળી માથામાં અને બીજી પેટના ભાગે વાગતા ઇજાઓ થઇ હતી

25 જૂનના રોજ રાતના સમયે જ્યારે જગદીશ પટેલ પોતાની ઓફિસમાં બેઠા હતા. એ દરમ્યાન મોટેલમાં રોકાયેલો એક શખ્સ તેઓની ઓફિસમાં આવ્યો અને તેણે ભાડા મુદ્દે માથાકૂટ કરી. હત્યારાએ ભાડુ ન ચૂકવવા મુદ્દે જગદીશ પટેલ સાથે માથાકૂટ કરી હતી. પરંતુ માથાકૂટ વધારે વણસી જતા તે શખ્સે જગદીશ પટેલને ગોળીઓ ધરબી દીધી હતી. આથી, જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટના ભાગે વાગતા જગદીશ પટેલને ગંભીર ઇજાઓ થઇ હતી. આથી, પરિવાર દ્વારા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા પરંતુ 30 જૂનના રોજ તેઓનું મોત નિપજ્યું.

જગદીશ પટેલનું આખું ફેમિલી વર્ષ 2007થી અમેરિકામાં સ્થાયી છે

વધુમાં જણાવી દઇએ કે, જગદીશ પટેલનું આખું ફેમિલી વર્ષ 2007થી અમેરિકામાં સ્થાયી છે અને તેઓના પુત્ર અને વહુ બંને અમેરિકાના શિકાગોમાં ડૉકટર છે. જગદીશ પટેલ કે જેઓ સચિન પોપડાના વતની છે. હસમુખા સ્વભાવના જગદીશ પટેલ કાંઠા વિસ્તારમાં સારા ક્રિકેટર પણ હતા. તેઓ MTB આર્ટસ કોલેજમાં કિકેટ ટીમના કૅપ્ટન પણ રહી ચૂકયા હતા. દોઢ વર્ષ પહેલા પણ આ જ રીતે અમેરિકામાં ભરથાણાના દંપતીને મોટેલમાં રહેતા એક બદમાશે રૂમના ભાડા બાબતે માથાકૂટ કરીને ગોળી ધરબી દીધી હતી. જેમાં પત્નીનું મોત નિપજ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ