બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Supreme Court in a landmark decision has said that the Directorate of Extradition i.e. ED has to give reasons in writing before arresting someone.

સુનાવણી / 'ધરપકડ પહેલા આરોપીને લેખિતમાં કારણ જણાવો', સુપ્રીમ કોર્ટનો EDને આદેશ, જાણો સમગ્ર મામલો

Pravin Joshi

Last Updated: 09:23 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે EDની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી હતી. આરોપીની ધરપકડ કરતા પહેલા લેખિતમાં કારણો આપવા જરૂરી હોવાનું જણાવ્યું હતું.

  • સુપ્રીમ કોર્ટે EDની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી 
  • આરોપીની ધરપકડ કરતા પહેલા લેખિતમાં કારણો આપવા જરૂરી 
  • કોર્ટે એજન્સીને પારદર્શક અને સ્વચ્છ રીતે કામ કરવાનો નિર્દેશ આપ્યો 

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે પ્રત્યાર્પણ નિદેશાલય એટલે કે EDએ કોઈની ધરપકડ કરતા પહેલા લેખિતમાં કારણો આપવા પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એજન્સી પાસેથી એકપક્ષીય અને મનસ્વી વર્તનની અપેક્ષા રાખી શકાય નહીં. જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેંચે કહ્યું, 'કોર્ટને લાગે છે કે આ જરૂરી છે. તેથી આરોપીની ધરપકડ કરતા પહેલા તેણે લેખિતમાં કારણ જણાવવું જોઈએ. આમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી.' કોર્ટે એજન્સીને પારદર્શક અને સ્વચ્છ રીતે કામ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

રાહુલ ગાંધીને દોષી ઠેરવનાર જજ સહિત 68 અધિકારીઓના પ્રમોશન અટકી પડ્યા, 8મેએ  સુપ્રીમ કોર્ટમાં સુનાવણી | 68 officers promotion stuck Including the judge  who convicted Rahul ...

શું છે સમગ્ર મામલો?

સુપ્રીમ કોર્ટ રિયલ એસ્ટેટ ગ્રુપ M3Mના ડિરેક્ટર પંકજ બંસલ અને બસંત બંસલની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં બંનેએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં કોર્ટે પીએમએલએ હેઠળ તેમની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુનાવણી દરમિયાન જ્યારે સુપ્રીમ કોર્ટને ખબર પડી કે ધરપકડ દરમિયાન બંને આરોપીઓને ફક્ત મૌખિક રીતે આરોપો વિશે જાણ કરવામાં આવી હતી અને લેખિતમાં કંઈ આપવામાં આવ્યું ન હતું, ત્યારે કોર્ટે તેની નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે જો આપણે સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો તે દર્શાવે છે કે ED કેટલી ખરાબ રીતે કામ કરી રહી છે અને તેની કામ કરવાની સિસ્ટમ પણ જાણી શકાય છે.

Tag | VTV Gujarati

લેખિતમાં કારણો ન આપવા એ બંધારણનું ઉલ્લંઘન છે

સુપ્રીમ કોર્ટે પંકજ બંસલ અને બસંત બંસલની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી અને કહ્યું હતું કે તપાસ અધિકારીએ માત્ર મૌખિક રીતે ધરપકડનું કારણ સમજાવ્યું હતું. તે બંધારણની કલમ 22 (1) અને PMLA એક્ટની 19 (1) નું પણ ઉલ્લંઘન કરે છે. બેન્ચે કહ્યું કે ED દેશની પ્રીમિયમ તપાસ એજન્સી છે. આવી સ્થિતિમાં તેમના ખભા પર ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ છે. તેથી, દરેક કાર્યમાં પારદર્શિતા અને જવાબદારી પણ દેખાતી હોવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ