બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Supreme Court Collegium recommends transfer of 4 judges of Gujarat High Court

ભલામણ / ગુજરાત હાઇકોર્ટના 4 જજની બદલી માટે ભલામણ, રાહુલ ગાંધીની અરજી ફગાવનાર જસ્ટિસનો પણ સમાવેશ

Kishor

Last Updated: 11:20 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસ્ટિસ હેમંત પ્રચ્છક,એ.વાય.કોગજે, સમીર દવે, ગીતા ગોપી સહીત ગુજરાત હાઈકોર્ટના ચાર જજોની બદલી અંગે સુપ્રીમકોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરાઈ છે.

  • ગુજરાત હાઈકોર્ટના 4 જજની બદલીની ભલામણ 
  • સુપ્રીમકોર્ટ કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના 4 જજની બદલી માટે ભલામણ 
  • રાહુલ ગાંધીની અરજી ફગાવનાર જસ્ટિસ હેમંત પ્રચ્છકના નામનો પણ ઉલ્લેખ

સુપ્રીમકોર્ટના કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના 4 જજની બદલી માટે ભલામણ કરાઈ છે. જેમાં જસ્ટિસ હેમંત પ્રચ્છક, એ.વાય.કોગજે, સમીર દવે, ગીતા ગોપી સહિતના જજની અન્ય કોર્ટમાં બદલી માટે ભલામણ કરાઈ છે. જસ્ટિસ હેમંત પ્રચ્છકની પટના હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે તો જસ્ટિસ સમીર દવેની રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે, જસ્ટિસ ગીતા ગોપીની મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે અને જસ્ટિસ એ.વાય.કોગજેની અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે. 

જસ્ટિસ હેમંત પ્રચ્છક,એ.વાય.કોગજે, સમીર દવે, ગીતા ગોપીનો સમાવેશ
3 ઓગસ્ટ 2030 ના રોજ બેઠક યોજાઈ હતી. જેમાં કોલેજિયમે ન્યાયના વધુ સારો વહીવટ થઈ શકે તે માટે નવ ન્યાયાધીશોની બદલી અંગે ઉચ્ચ અદાલતમાં ભલામણ કરી હતી. જેમાંથી ચાર જજો માત્ર ગુજરાતના જ છે. આમ એકી સાથે ચાર-ચાર જજોની બદલીની ભલામણ કરવામાં આવતા ચર્ચા જાગી છે. મહત્વનું છે કે જસ્ટીસ હેમંત પ્રચ્છક દ્વારા રાહુલ ગાંધીની અરજી ફગાવવામાં આવી હતી. જેના નામનો પણ ભલામણમાં ઉલ્લેખ કરાયો છે.

ગુજરાત ઉપરાંત આ નામ પણ સામેલ
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના 4 જજ ઉપરાંત પંજાબ હરિયાણા હાઈકોર્ટના 4 અને અલાહાબાદ હાઈકોર્ટના એક જજનું નામ પણ ભલામણ કર્યું છે. જેમાં પંજાબ હરિયાણા હાઈકોર્ટના અરવિંદ સિંહ સાંગવાનની અલાહાબાદ હાઈકોર્ટમાં અને અરુણ મોંઘાની રાજસ્થાન હાઈકોર્ટમાં, અલાહાબાદ હાઈકોર્ટના જજ વિવેકકુમાર સિંહની મદ્રાસ હાઈકોર્ટમાં, અવનીશ ક્ષિંગનની ગુજરાત હાઈકોર્ટમાં, રાજમોહન સિંહની મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં બદલી માટે ભલામણ કરેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ