બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Deol speak up on questions arising on Bollywood regarding drug addiction

ગપશપ / બોલિવૂડ નહીં, માણસો સડેલ છે: સની દેઓલે ડ્રગ્સ મામલે માનસિકતા પર જ ઉઠાવ્યા સવાલ, કહ્યું અમે ગ્લેમરવાળા છે એટલે...

Megha

Last Updated: 12:31 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunny Deol on Drugs: સની દેઓલને બોલિવૂડમાં વધતા ડ્રગ્સના ઉપયોગ વિશે પૂછવામાં આવ્યું અને તેણે કહ્યું, 'બોલીવુડ સડેલું નથી, માણસ સડેલ છે. બૉલીવુડ ગ્લેમરસ છે એટલે લોકો સહેલાઈથી આંગળી ચીંધે છે.'

  • સની દેઓલ આ દિવસોમાં ફિલ્મ 'ગદર 2'ને લઈને ચર્ચામાં છે
  • બોલિવૂડને ડ્રગ્સનું હબ કહેવા પર સની દેઓલે પ્રતિક્રિયા આપી 
  • કહ્યું, 'બોલીવુડ સડેલું નથી પણ માણસ સડેલ છે

Sunny Deol on Drugs: બોલિવૂડ એક્ટર અને રાજનેતા સની દેઓલ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ગદર 2'ને લઈને ચર્ચામાં છે. હાલમાં તે ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. જાણીતું છે કે બોલિવૂડને ડ્રગ એડિક્શન કહેવામાં આવે છે, તેના પર સનીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એમને કહ્યું કે આ બોલિવૂડ વિશે એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ ઈન્ડસ્ટ્રી ગ્લેમર સાથે જોડાયેલી છે. ડ્રગ્સને કોઈ પ્રોફેશન સાથે જોડી શકાય નહીં, ડ્રગ્સ કરનાર વ્યક્તિ છે, પ્રોફેશનને દોષ આપવો યોગ્ય નથી.

સની દેઓલે કહ્યું, 'બોલીવુડ સડેલું નથી'
એક ઈન્ટરવ્યુમાં સની દેઓલને બોલિવૂડમાં વધતા ડ્રગ્સના ઉપયોગ વિશે પૂછવામાં આવ્યું અને તેણે કહ્યું, 'બોલીવુડ સડેલું નથી, સડેલ માણસ છે. અને મને એમ કહો કે તે કયા ક્ષેત્રમાં નથી. બિઝનેસમેન હોય, સ્પોર્ટ્સમેન હોય, જ્યાં વ્યસન હોય ત્યાં બધે જ હોય છે. અમે ગ્લેમરસ છીએ તેથી તેઓ અમારી તરફ આંગળી ચીંધવાની મજા લે છે.

આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી
જણાવી દઈએ કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ઓક્ટોબર 2021માં ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અનેક સુનાવણી બાદ લગભગ 4 અઠવાડિયા બાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ વર્ષ 2020માં એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેના ફેન્સે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર આ વાતને લઈને ઘણા સવાલો ઉભા કર્યા હતા.

આ પહેલા પણ મોટુ નિવેદન આપી ચુક્યા છે
આ પહેલા પણ સની દેઓલે બોલિવૂડમાં ડ્રગ્સની લતના વધી રહેલા ચલણ વિશે વાત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, 'હું આખી જિંદગી દારૂ, ડ્રગ્સ અને પાર્ટીઓથી દૂર રહ્યો છું, હું કસરત કરું છું અને શિસ્તબદ્ધ જીવનશૈલી ફોલો કરું છું. તે મને સ્વસ્થ દેખાવા અને અનુભવવામાં મદદ કરે છે. મારા પિતા પરિવારના વડા છે પરંતુ ઘરનો મોટો દીકરો હોવાના કારણે હું પરિવારનું ધ્યાન રાખું છું અને ઈચ્છું છું કે દેશની દરેક વ્યક્તિ નશાની લતથી દૂર રહે.' 

જણાવી દઈએ કે સની દેઓલની ફિલ્મ 'ગદર-2' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે, આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. સની દેઓલ, ઉત્કર્ષ શર્મા અને અમીષા પટેલ ઉપરાંત 'ગદર-2'માં લવ સિંહા અને મનીષ વાધવા પણ મહત્વની ભૂમિકામાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ