બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Sunday my son survived never seen so much water in his life the agony of a family in Ahmedabad

હૈયાવરાળ / રવિવાર હતો તો મારો દીકરો બચી ગયો, જિંદગીમાં આટલું પાણી ક્યારેય નથી જોયું : અમદાવાદના પરિવારની વેદના

Kishor

Last Updated: 10:10 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પાણી ઓસર્યા બાદ ઠેર-ઠેર તારાજી સર્જાઇ હતી જેમાં જિંદગીમાં ક્યારેય આટલું પાણી ન જોયું હોવાનું દેવાસ એપાર્ટમેન્ટના મહિલાએ રુદન સાથે જણાવ્યુ હતું.

  • અમદાવાદમાં પાણી ઓસર્યા બાદ ઠેર-ઠેર તારાજી
  • દેવાસ એપાર્ટમેન્ટના લોકોની ઘરવખરી પલળી ગઈ 
  • જનપ્રતિનિધિઓ રુદન નથી સાંભળતા

અમદાવાદમાં રવિવારે ત્રાટકેલા વરસાદને લઈને જનજીવનને માંઠી અસર થઇ છે. અનરાધાર વરસાદને લઈને અમદાવાદના મોટાભાગના વિસ્તારો પાણી...પાણી... થયા હતા. સ્થળ ત્યાં જળ જેવી હાલત ઊભી થઇ હતી. આ દરમિયાન પાણી ભરાતા અમદાવાદના વાસણાના દેવાસ એપાર્ટમેન્ટના લોકોની સ્થિતિ દયનીય બની છે. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે. લોકોએ મહા મહેનતે વસાવેલી ઘરવખરી તણખલાની જેમ તણાઈ હતી અને જીવ બચાવવા સ્થાનિકોએ આખી-આખી રાત ચિંતામાં  જાગી પાસર કરી હતી. આ મામલે આપવીતી જણાવતા અસરગ્રસ્ત સોસાયટીની મહીલા VTV ન્યૂઝના કેમેરા સામે રડી પડ્યા હતા.

મારી જિંદગીમાં અમે આટલું પાણી ક્યારેય નથી જોયું : સ્થાનિક મહીલા
વાસણાના દેવાસ એપાર્ટમેન્ટના રહિશ મહિલાએ રુદન સાથે પોતાની આપવીતી જણાવી હતી તેમણે કહ્યું હતું કે મારી જિંદગીમાં અમે આટલું પાણી ક્યારેય નથી જોયું ! વધુમાં તેમણે ઉમેર્યું કે હું અને મારા પતિ કામ કરતાં હોવાથી મારા દીકરાને માતા પાસે મૂકીને જતા હોય છીએ. પરંતુ રવિવાર હોવાથી અમે બધા લોકો ઘરે હાજર હતા જેથી રવિવાર હતો એટલે મારો દીકરો બચી ગયો, નહિતર  મારા પુત્રનું શુ થાત ? વધુમાં તેમના ભણતરની ચોપડીઓ ઉપરાંત ઘરની બધી વસ્તુઓ પલડી ગઈ હોવાની પરિવારે વેદના ઠાલવી હતી.

દેવાસ એપાર્ટમેન્ટના લોકોની દયનીય સ્થિતિ
મેઘતાંડવને લઈને વાસણાના દેવાસ એપાર્ટમેન્ટમાં પાણી ઘૂસવાની શરૂઆત થતા સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ઘૂસતાની સાથે જ ઘરના બાળકોથી માંડી મોટેરા તમામ લોકો ઘરવખરી બચાવવા મહેનતમાં લાગ્યા હતા. પ્રથમ વસ્તુઓને ઉપર મૂકી અને પાણી ઉલેચવા સહિતના બચાવવાના પ્રયાસ કરવા છતાં પણ પાણી ઓસર્યું ન હતું અને ઘરવખરી પાણીમાં તણાઇ ગઈ હતી. અમદાવાદના વાસણામાં લોકોના ટીવી, ફ્રિજ સહીતની વસ્તુઓ જળ હોનારતમાં તણાઇ ગઈ હતી. જેથી દેવાસ એપાર્ટમેન્ટના લોકોની દયનીય સ્થિતિ સામે આવી છે. છતાં પણ જનપ્રતિનિધિઓ વિસ્તારની મુલાકાતે ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ