બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / સ્પોર્ટસ / Cricket / Stuart Broad Urges Umpire to Reverse Decision on Stump Mic During England vs Australia Ashes 2019 3rd Test

ક્રિકેટ / ચોગ્ગો વાગતાં સ્ટુઅર્ટ બ્રોડે સ્ટમ્પના કાનમાં એવું કીધું કે અમ્પાયરે ચાર રન કેન્સલ કર્યા

Bhushita

Last Updated: 08:48 AM, 26 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડમાં એશેઝ સીરીઝ ચાલી રહી છે. ક્રિકેટ ઈતિહાલની આ સોથી નાની ટ્રોફી, પણ સૌથી મોટી મેચ. 137 વર્ષોથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ અહીં એકમેકને હરાવવા માટે અહીં રમતા આવ્યા છે. એશેઝની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે મેદાન પર કંઈક એવું થયું કે સોશ્યિલ મીડિયા મજા લેવાના મૂડમાં આવી ગયું.

24 ઓગસ્ટ 2019એ ત્રીજી ટેસ્ટનો ત્રીજો દિવસ હતો. ઓસ્ટ્રેલિયાએ 171-6ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. માર્નસ લાબુશાને ઓસ્ટ્રેલિયાઈ ટીમના તારણહાર બન્યા હતા. સ્ટીવ સ્મિથ ઘાયલ થઈને બહાર નીકળ્યા બાદ લાબુશાને ટીમની બેટિંગની કમાન સંભાળી રહ્યા હતા. તેઓએ બંને ઈનિંગમાં પચાસ રન કર્યા અને ઓસ્ટ્રેલિયાની ડૂબતી સ્થિતિને સંભાળી હતી. 

સ્ટમ્પ માઈક પર બ્રૉડની અપીલ

ત્રીજા દિવસનું પહેલું સેશન. લાબુશાને નાબાદ 53 રનથી આગળ. મેચની 62મી ઓવરનો ચોથો બોલ હતો. સ્ટુઅર્ટ બ્રૉડે બાઉંસર ફેંક્યો અને લાબુશાને હુક કરવા ગયા. પરંતુ બોલ બેટની ઉપર જઈને હેલમેટ પર વાગી. વીકેટકીપરના માથા પર થી થઈને બોલ સીમા રેખા પાર પહોંચી ગઈ. અમ્પાયરે ચોક્કાનો ઈશારો કર્યો. પણ રિપ્લેમાં ક્લીઅર દેખાઈ રહ્યું હતું કે બોલ બેટને અડ્યો જ નથી. ચોક્કાને લાબુશાનેના ખાતામાં જોડી દેવામાં આવ્યો હતો. પણ નિયમના આધારે આ 4 રન એક્સ્ટ્રાઝના ખાતામાં જવા જોઈતા હતા. 

આ જોઈને બ્રૉડ સ્ટંપની પાસે ગયા અને સ્ટંપ માઈકમાં કહ્યું, શું તમે આ ચોક્કો હટાવી શકો છો પ્લીઝ? ફીલ્ડ અમ્પાયર જો વિલ્સનએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમને તેમની ભૂલ સમજાઈ. પછી શું. તેઓએ તેમનો નિર્ણય બદલી દીધો. અન્ય ચોક્કાને લેગ બાય બતાવી દીધો. લાબુશાનેના ખાતામાંથી 4 રન હટાવી દેવામાં આવ્યા અને 4 રન બ્રૉડની બોલિંગના આંકડામાંથી પણ કાઢી દેવામાં આવ્યા.

આ મજેદાર કિસ્સાથી જનતા ખુશીથી ઝૂમવા લાગી. મીમ બનાવવાનો આ સૌથી સારો અવસર હતો. સોશિયલ મીડિયાએ ખૂબ મજા લીધા. જોઈ લો કેટલાક નમૂના.


સુરેન્દ્ર સિંહ બિસ્ટે કંઈક આવું લખ્યું.


એક અન્ય યૂઝરે લખ્યું


ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 67 રનમાં પૂરી થઈ. ઈંગ્લેન્ડને હવે જીત માટે 359 રનની જરૂર હતી. ત્રીજા દિવસે રમત પૂરી થઈ ત્યાં સુધી ઈંગ્લેન્ડે 3 વિકેટના નુકસાન સાથે 156 રન બનાવ્યા હતા. બે દિવસની રમત હજી બાકી છે. ઈંગ્લેન્ડને 203 રન જોઈએ છે. અને ઓસ્ટ્રેલિયાને 7 વિકેટ. જે પહેલાં પોતાનો હિસાબ પૂરો કરશે તેની જીત નક્કી કહેવાશે. હાલમાં 5 મેચની સીરીઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ ચાલી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ