બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Storm Moka is moving fast which has shifted north east towards Bay of Bengal

વાવાઝોડું / ઝંઝાવાતી ચક્રવાતમાં ફેરવાયેલું ‘મોકા’, 175 કિમીની ઝડપે આંધી ફૂંકાશે! આ વિસ્તારો પર જોખમ

Kishor

Last Updated: 05:34 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોકા ભયાનક અને ઝંઝાવાતી તોફાનમાં ફેરવાઈને ઝડપથી આગળ વધી રહ્યું છે. જે બંગાળના અખાત પર થઈ ઉત્તર-પૂર્વોત્તર બાંગ્લાદેશ-મ્યાનમાર સમુદ્રકાંઠા તરફ વળી ગયું છે.

  • બમણી સ્પીડે આગળ વધતું મોકા વાવાઝોડું
  • 175 કિમીની ઝડપે આંધી ફૂંકાશે કરશે અનેક વિસ્તારોને અસર
  • NDRF એલર્ટ મોડ પરઃ રેસ્ક્યૂ માટે ૩૦૦ લોકોની સ્પેશિયલ ટીમ તૈનાત

દક્ષિણ-પૂર્વ બંગાળના અખાત પર ચક્રવાત ‘મોકા’ આજે સવારે ભયાનક અને ઝંઝાવાતી તોફાનમાં ફેરવાઈને ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સવારે ચક્રવાતી તોફાન ‘મોકા’ પોર્ટ બ્લેરથી લગભગ ૫૨૦ કિલોમીટર પશ્ચિમમાં અને કોકસ બજાર (બાંગ્લાદેશ)થી ૧,૧૦૦ કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ તોફાનની અસર હવે ધીમે ધીમે કેટલાંક રાજ્યોમાં વર્તાવા લાગી છે અને કેટલાંક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. 

વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં: આ વિસ્તારોમાં પડી શકે ભારે  વરસાદ, હવામાન વિભાગે આપી દીધું એલર્ટ | 2022 first cyclone asani about to  knock imd ...

૩૦૦ જેટલા બચાવકર્મીઓની સ્પેશિયલ ટીમ એલર્ટ મોડ પર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત ‘મોકા’ વધુને વધુ તોફાની બનતું જાય છે અને તે બાંગ્લાદેશમાં કોકસ બજાર અને મ્યાનમારમાં બંદર શહેર સિત્ત્વેની નજીક કયૌકપ્યૂની વચ્ચે રવિવારે સમુદ્રતટ સાથે ટકરાશે. ત્યારે ‘મોકા’ની અસરથી કલાકના ૧૭૫ કિલોમીટરની ઝડપે આંધી પણ ફૂંકાશે. હવામાન વિભાગ અને પ્રશાસને માછીમારો, જહાજો, નૌકાઓ અને ટ્રોલરોને મધ્ય અને પૂર્વોત્તર બંગાળના અખાત અને ઉત્તરીય આંદામાન સમુદ્રમાં નહીં જવાની સલાહ આપી છે. ચક્રવાતી તોફાન સામે કામ લેવા એનડીઆરએફની આઠ ટીમો તહેનાત કરાઈ છે અને ૩૦૦ જેટલા બચાવકર્મીઓની સ્પેશિયલ ટીમ પણ એલર્ટ મોડ પર છે. 

ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની આગાહી

‘મોકા’ના કારણે ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ આસામમાં પણ કેટલાંક સ્થળોએ વરસાદ થશે. ‘મોકા’ ચક્રવાતના રૂટને લઈ હવામાન વિભાગે પહેલાં એવી આગાહી કરી હતી કે આ ચક્રવાત ભારતના દક્ષિણ તટીય વિસ્તારો, ઓડિશા અને દક્ષિણ-પૂર્વ ગંગા કિનારે પશ્ચિમ બંગાળ થઈને પસાર થશે, જોકે હવે ચક્રવાત ‘મોકા’નો રૂટ બદલાયો છે અને તે બંગાળના અખાત પર થઈ ઉત્તર-પૂર્વોત્તર બાંગ્લાદેશ-મ્યાનમાર સમુદ્રકાંઠા તરફ વળી ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ