બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Stop Diwali celebrations and call an urgent meeting to decide responsibility: Gujarat HC in Gondal dilapidated bridge case

આદેશ / દિવાળીની ઉજવણી રોકો અને તાત્કાલિક બેઠક બોલાવી જવાબદારી નક્કી કરો: ગોંડલ જર્જરીત બ્રિજ મામલે ગુજરાત HC

Vishal Khamar

Last Updated: 03:43 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલનાં 100 વર્ષ અને 125 વર્ષ જૂના બ્રિજ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે મામલે હાઈકોર્ટે જવાબદાર અધિકારીઓ, અન્ય લોકો સામે જરૂર પડે તો સસ્પેન્શનનાં પગલા લેવાનું સૂચન કર્યું હતું.

  • ગોંડલના 2 ઐતિહાસિક બ્રિજને લઈને જાહેરહિતની અરજી 
  • શહેરી વિકાસ વિભાગના જવાબથી  હાઈકોર્ટ અસંતુષ્ટ
  • ગુજરાત હાઇકોર્ટે તમામ વિભાગોને કડક કાર્યવાહીના આપ્યા આદેશ

ગોંડલનાં 2 ઐતિહાસિક બ્રિજને લઈને લઈ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થવા પામી હતી. ત્યારે આ મામલે શહેરી વિકાસ વિભાગ દ્વારા હાઈકોર્ટમાં જવાબ રજૂ કરાયો હતો. શહેરી વિભાગ દ્વારા કરાયેલ જવાબથી હાઈકોર્ટ અસંતુષ્ટ છે. ગુજરાત હાઈકોર્ટે તમામ વિભાગોને કડક કાર્યવાહીનાં આદેશ આપ્યા છે.

શું કલેક્ટરને ખ્યાલ નથી કે હાઇકોર્ટમાં સોગંદનામુ કેવી રીતે દાખલ કરાય?-HC
આ બાબતે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, દિવાળીની ઉજવણી રોકો અને તાત્કાલિક બેઠક બોલાવી જવાબદારી નક્કી કરો. તેમજ જવાબદાર અધિકારીઓ, અન્ય લોકો સામે જરૂર પડે તો સસ્પેન્શનના પગલા લો. તેમજ જર્જરીત બ્રિજ મામલે કલેક્ટરે રજૂ કરેલા જવાબ મામલે પણ હાઈકોર્ટ નારાજ છે. શું કલેક્ટરને ખ્યાલ નથી કે હાઈકોર્ટમાં સોગંદનામું કેવી રીતે દાખલ કરાય?  તમામ વિભાગો એકબીજાના માથે જવાબદારી ઢોળી રહ્યા છે. 

29 નવેમ્બર સુધીમાં વિગતવાર માહિતી સાથે સોગંદનામુ કરો-HC 
તેમજ હાઈકોર્ટે તમામ એફિડેવિટ રિજેક્ટ કરી નવેસરથી એફિડેવિટ ફાઈલ કરવા આદેશ કર્યો હતો. હુકમની ગંભીરતા ન સમજાય તો અમે હુમકનાં તિરસ્કારની કાર્યવાહી પણ કરી શકીએ છીએ.  29 નવેમ્બર સુધીાં વિગતવાર માહિતી સાથે સોગંદનામું કરો. તેમજ રાજકોટ એસપીને પણ જવાબ ફાઈલ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યા છે. 100 વર્ષથી વધુ સમયનાં બ્રિજની જર્જરીત હાલત મામલે હાઈકોર્ટમાં અરજી થઈ છે.  

 

સંકળાયેલા મુદ્દાઓ

Gondal Historic Bridge Order of Procedure gujarat high court ઐતિહાસિક બ્રિજ કાર્યવાહીનાં આદેશ ગોંડલ જાહેર હિતની અરજી હાઈકોર્ટ Gondal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ