બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / Stock Market Today: Sensex Falls by 570 points, nifty50 down by 159 points

લાલ નિશાની / બીજા દિવસે પણ શેર બજારમાં ભૂકંપ: રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા, આ શેરોએ દીધો દગો

Vaidehi

Last Updated: 04:11 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડા-ભારત વિવાદની સ્થિતિની વચ્ચે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં મોટું નુક્સાન થયું છે.

  • ટ્રેડિંગનાં સતત ત્રીજા દિવસે માર્કેટમાં નુક્સાન
  • આજે સેન્સેક્સ 570 પોઈન્ટથી તૂટ્યો
  • નિફ્ટી50 પણ ઘટીને 19742.35નાં સ્તર પર બંધ 

એકતરફ કેનેડા-ભારત વચ્ચે તણાવની સ્થિતિ છે તો બીજી તરફ ભારતીય શેર બજારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ટ્રેડિંગનાં છેલ્લાં થોડા દિવસોમાં તેજી જોયા બાદ માર્કેટ છેલ્લાં 2 દિવસથી સતત ડાઉનફોલ થઈ રહી છે. ટ્રેડિંગનાં અંતમાં સેન્સેક્સ 570.60 અંક એટલે કે 0.85%નાં ઘટાડા સાથે 66230.24નાં સ્તર પર બંધ થયું. જ્યારે નિફ્ટી 159.05 અંક એટલે કે 0.80%નાં ઘટાડા સાથે 19742.35નાં સ્તર પર બંધ થયું. 

સતત ત્રીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ લાલ નિશાનીએ બંધ
ખરાબ ગ્લોબલ સંકેતોનાં લીધે સતત ત્રીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટ ઘટાડા સાથે બંધ થઈ. BSEનાં તમામ સેક્ટર ઈંડેક્સમાં વેંચાણનો માહોલ જોવા મળ્યો જ્યારે મિડકેપ, સ્મૉલકેપ શેરોમાં દબાણ રહ્યું. તો ઓટો, બેંકિંગ, રિયલ્ટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો. ફાર્મા, PSE, એનર્જી ઈંડેક્સ પણ ઘટાડા સાથે બંધ થયાં. મેટલ, FMCG, IT શેરો પર દબાણ રહ્યું.

કેનેડાની રોકાણવાળી કંપનીઓની સ્થિતિ
કેનેડા અને ભારતની વચ્ચે તણાવની સ્થિતિની અસર ભારતીય કંપનીઓ પર જોવા મળી રહી છે. જેમાં Canafa Pension Fundનાં પૈસા લાગેલા છે. બુધવારે તેમાંથી વધુ પડતા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો ગુરુવારે પણ કંઈક એવો જ હાલ રહ્યો. CCPINનાં ઈનવેસ્ટમેંટવાળી NYKAA Stock 2.54%, ICICI Bank Ltd 2.14%, Indus Towers Share 1.75%, Zomato Share 1%, Paytm 0.88% સહિત અનેક કંપનીઓ લાલ નિશાની પર બંધ થઈ.

2 દિવસથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો
2 દિવસ પહેલાં BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 323.01 લાખ કરોડ રૂપિયા હતું જે બુધવારે ઘટીને 320.51 લાખ કરોડ પર આવી ગયું હતું. આજે બપોરે 1.30 વાગ્યા સુધીમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનાં 30 શેરવાળા સેન્સેક્સ ઈંડેક્સ 608.53 અંકનાં ઘટાડા સાથે 66192.31નાં લેવલ પર ટ્રેડ કરી રહ્યું હતું. તો NSE નિફ્ટી50 167.50 અંકનાં ઘટાડા સાથે 19733.90નાં સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. બુધવારે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધનીય ઘટાડો થયો હતો.

રોકાણકારોને ભારે નુક્સાન
શેરબજારમાં 2 દિવસથી રોકાણકારોનાં પૈસા ડૂબી રહ્યાં છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓનાં માર્કેટ કેપ પર ધ્યાન આપીએ તો 2 દિવસ પહેલાં BSE MCap 323.01 લાખ કરોડ રૂપિયા હતું જે બુધવારે ઘટીને 320.51 લાખ કરોડ પર આવી ગયું હતું. ગુરુવારે 570.60 અંક ઘટીને 66230.24 પર સ્થિર થયું જ્યારે નિફ્ટી50 159.05 પોઈન્ટ ઘટીને 19742.35 પર સ્થિર થયું. આ ઘટાડા સાથે રોકાણકારોને આજે 2.25 લાખ કરોડનું નુક્સાન થયું છે. US ફેડનાં નિર્ણયને લીધે આ નુક્સાન થયું હોવાનું અનુમાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ