બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / Steal to eat and drink! Picked up from Surat and sold in Gandhinagar, only this item was the target of the thief, in the gang.

ચાર્વાક / ખાઈ-પીને જલસા કરવા ચોરી કરો! સુરતમાંથી ઉઠાંતરી અને ગાંધીનગરમાં વેચાણ, માત્ર આ વસ્તુ હતી ચોરના ટાર્ગેટ પર, ગેંગ સકંજામાં

Vishal Khamar

Last Updated: 11:45 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાનાં મોજ શોખ પુરા કરવા માટે રીક્ષાની ચોરી કરી તેને નજીવી કિંમતે અન્ય જીલ્લામાં જઈ વેચી દેનાર ચોર ટોળકીને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારે ઝડપાયેલા ચોર ટોળકીની પૂછપરછ હાથ ધરતા અનેક રીક્ષા ચોરીનાં ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા.

  • રાજ્યભરમાં રીક્ષા ચોરી કરી વેચી દેતી ટોળકી ઝડપાઈ
  • ત્રણેય લોકોને સુરતની ખટોદરા પોલીસે ઝડપી પાડ્યા
  • ઝડપાયેલ લોકોએ પૂછપરછમાં અનેક ચોરીનાં ભેદ ઉકેલ્યા

 પોતાના મોજ શોખ પૂરા કરવા માટે માત્ર સરકારી હોસ્પિટલમાં આવતા દર્દી અને તેના સગાઓની રીક્ષા ચોરી કરી  ગ્રામ્ય વિસ્તારમાં વેચી નાખતી એક ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ત્રણ જેટલી રિક્ષા કબજે કરી અને 6 જેટલા ગુનાની કબુલાત કરાવી છે. પકડાયેલ આરોપી સુરત સાથે રાજ્યના અન્ય શહેર માત્ર સિવિલ હોસ્પિટલ ખાતે રીક્ષા ચોરીના ગુનામાં ભૂતકાળ પકડાય ગયા હોવાની કબૂલાત પણ કરી છે. 

વિજયસિંહ ગુર્જર (DCP, સુરત)

રીક્ષાની ચોરી કરી નજીવી કિંમતે વેચી દેતા હતા
સુરત પોલીસ ગુનાખોરી ડામવા માટે સતત ગુનેગારોને પકડવાની કામગીરી કરી રહી છે ત્યારે સુરતની ખટોદરા પોલીસને જાણકારી મળી હતી કે કેટલા ઈસમો પોતાના મોજ શોખ ખાતર સુરતની નવી સિવિલ હોસ્પિટલ માથી રીક્ષાઓની ચોરી કરી તેને અલગ અલગ જગ્યા પર વેચી નાખતા હોવાની હકીકતના આધારે પોલીસે વોચ રાખી છેલ્લા છ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દી ની પાર્ક કરેલી ત્રણ જેટલી રિક્ષાઓ ચોરી થયા હોવાની વિગતના આધારે પોલીસે જય ઉફે જયલો ગૌરીશંકર રાવલ વિજય બાબુલાલ ડાભી જયદીપ ઉફે લાલો ડાયાભાઈ રાવળ પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતા પકડાયેલા આરોપીઓએ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ જેટલી રિક્ષાઓ ની ચોરી કર્યા બાદ આ રીક્ષા પોતે ચલાવી  ગાંધીનગર લઈ જતા હતા અને ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં તેમના ઓળખીતાઓમાં 20-25,000 માં વેચી એ રૂપિયા આવ્યા બાદ તેનાથી પોતાના મોજ શોખ પૂરા કરતા હતા.

પકડાયેલ આરોપી અગાઉ બે ગુનામાં પકડાઈ ચૂક્યો છે
પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછમાં આરોપીઓ દ્વારા ગાંધીનગર સેક્ટર 7 મહેસાણાના વડનગર અને ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ રીક્ષા ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. આમ પકડાયેલા આરોપીઓ પાસેથી છ જેટલા ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં જયેશ રાવલ અગાઉ ભરૂચ વડોદરામાં બે ગાંધીનગરમાં એક અમદાવાદમાં બે મહેસાણામાં બે ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આરોપીઓ ગુજરાત બંધની સિવિલ હોસ્પિટલમાંથી પાર્ક કરેલી રિક્ષાઓ ચોરવા માટે જાણીતા બન્યા હતા. હાલ કડોદરા પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપીઓની ગેંગ નો એક સાગરીત પોલીસ પકડથી બહાર હોવાને લઈને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ