બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of in-charge SP Amiben Patel in the matter of speculation caught from Gandhinagar

ક્રાઈમ / ગાંધીનગરમાં સટ્ટાકાંડ, SPએ કરી પ્રેસકોન્ફરન્સ 17 આરોપી સાથે 50 મોબાઇલ અને રોકડ ઝડપાઇ, વિદેશ કનેકશન હોવાની ચોંકવનારી માહિતી

Dinesh

Last Updated: 04:26 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાંથી ઝડપાયેલા સટ્ટાકાંડ મામલે ઈન્ચાર્જ SP અમીબેન પટેલ જણાવ્યું કે, પોલીસે 17 આરોપીની ધરપકડ કરી છે તેમજ 50 મોબાઈલ અને રોકડ ઝડપાઈ છે

  • સટ્ટાકાંડ ઝડપાવા મામલે ઈન્ચાર્જ SPનું નિવેદન
  • "પોલીસે 17 આરોપીની ધરપકડ કરી"
  • "4 લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો"


રાજ્યમાં મેચને લઈ સટ્ટોડીયા એક્ટિવ થયાં છે અને આઈપીએલ પર સટ્ટા રમતા અને રમાડતા કેટલાક શખ્સો ગાંધીનગરથી ઝડપાયા છે. ઝડપાયેલા સટ્ટાકાંડ મામલે ઈન્ચાર્જ SP અમીબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. એસપીએ જણાવ્યું છે. પોલીસે 17 આરોપીની ધરપકડ કરી છે અને આ આરોપીની ધરપકડ કરવા સાથે 50 મોબાઈલ અને રોકડ પણ ઝડપાઈ છે. 

17 આરોપી ઝડપાયા
ઈન્ચાર્જ એસપીએ કહ્યું કે, 4 લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે તેમજ આ  સટ્ટાકાંડનું વિદેશી કનેક્શન હોવાની પણ માહિતી છે તેમજ રાદેસણ વિસ્તારમાં સટ્ટાકાંડની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, મારુતિ મેગ્નમ એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી જેમાં રવિ માળી અને જીતુ માળી IPL પર સટ્ટો રમાડનારા મુખ્ય આરોપી છે તેમજ કુલ 20 આરોપીમાંથી 17 આરોપી ઝડપાયા છે અને 3 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે.

 મારુતિ મેગ્નમ એપાર્ટમેન્ટમાં રેડ
ઈન્ચાર્જ એસપી અમી પટેલે જણાવ્યું કે, રાદેસણા વિસ્તારમાં ક્રિકેટ બેટિંગ રમાવવાની બાતમી મળી હતી જે મુજબ  મારુતિ મેગ્નમ એપાર્ટમેન્ટમાં રેડ કરવામાં આવી તે રેડ મુજબ તે ઈન્ટરનેશન ક્રિકેટ બેટિંગ સ્ટેન્ડિંગ બહાર આવ્યાની અમને વિગતો મળી છે તેમણે કહ્યું કે,  દુબઈ બેઈસ્ટ ચલાવવામાં આવી રહ્યું હતું તેવી પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. રવિ માળી અને જીતુ માળી દ્વારા ભારતના જુદા જુદા શહેરોમાં આઈપીલ મેચોનું બેટિંગ કરાવતા હોય તેવી માહિતી પાપ્ત થઈ છે. સદર રેડ દરમિયાન 17 આરોપીઓને પકડવામાં આવ્યા છે તેમજ 3 વોન્ટેડ છે. કુલ 48 મોબાઈલ તેમજ 4 લેપટોપ અને કેસની રકમ 68 હજારની આસપાસ સીઝ કરવામાં આવી છે.  તેમજ 22 ચેકબુક અને પાસબુક પણ સીઝ કરવામાં આવી છે તેમજ સાથો સાથ 10 ઈન્ડિયન પાર્સપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે.

ઈન્ચાર્જ એસપી અમી પટેલ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ