બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / Start 5k rupees per month SIP and in 10 years yoy might get 20 lakhs as your savings

તમારા કામનું / નવા વર્ષમાં ભૂલ્યા વગર કરી લેજો આ કામનું કામ! 5-5 હજારના મળશે 20 લાખ, 2024 શું જિંદગીભર નહીં પડે પૈસાની તંગી

Vaidehi

Last Updated: 07:05 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ નવા વર્ષે માત્ર એક નાનકડાં નિર્ણયથી તમે તમારી આર્થિક સ્થિતિને સુધારી શકો છો. આ કામ કરી લેવાથી માત્ર 2024 જ નહીં પણ જીવનભર તમને પૈસાની ઊણપ નહીં થાય.

  • સરળતાથી તમારી આર્થિક સમસ્યાઓ સુધારી શકો છો
  • એક નાનકડો સ્ટેપ લઈને તમે મોટી બચત કરવા સક્ષમ છો
  • માત્ર 2024 જ નહીં, જીવનભર પૈસાની ઊણપ નહીં અનુભવાય

દરેક લોકો ઈચ્છે છે કે તેમની તમામ મનોકામનાઓ નવા વર્ષે પૂર્ણ થાય. તેમનો આર્થિક વિકાસ થાય અને તેઓ સુખ-સંપન્ન બને. પણ કેટલાક લોકો રિસ્ક લેવાથી ગભરાતા હોય છે. જો તમે ખરેખર પોતાની સ્થિતિ બદલવા ઈચ્છો છો તો કેટલાક નિર્ણયો લેવા પડશે. કેટલીક ચીજોની આદત નાખવી પડશે. કારણ કે આ એક નિર્ણયથી તમારું આખું જીવન સુધરી શકે છે.

ખર્ચ પર કંટ્રોલ
સૌથી પહેલા તો પોતાની આવક અને ખર્ચનું તાલમેલ જાળવવું ખુબ જરૂરી છે. તેના માટી જરૂરી નથી કે તમારી આવક ઘણી વધારે હોવી જોઈએ. જેટલી પણ કમાણી હોય તેમા બચતને પ્રાથમિકતા આપવી. વ્યર્થ ચીજો પર ખર્ચ ઓછો થાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે તમે કહેશો કે આ કેવી રીતે શક્ય બનશે? તેનો જવાબ છે SIP.

SIPની શરૂઆત
માની લો કે હાલમાં તમારી સેલેરી 20 હજાર રૂપિયા છે. તેમાં તમે તમારા ઘરનો ખર્ચો ચલાવી રહ્યાં છો તો તમે આવતાં વર્ષે બચત કઈ રીતે કરશો?  આવી સ્થિતિમાં તમારે તમારી સેલેરી 20000 નહીં પણ 18000 વિચારીને ચાલવું. 2 હજાર રૂપિયાનું રોકાણ તમારે મ્યૂચ્યુલ ફંડ્સમાં SIP ધોરણે કરવું.

શરૂઆતમાં 10%થી શરૂઆત કરવી
18000 રૂપિયામાં તમામ ખર્ચ કરવા પડશે. 2000 રૂપિયાની ફરજિયાત બચત કરવાથી જ થોડા વર્ષોમાં આર્થિક સધ્ધરતા આવશે. જો તમે વ્યર્થ ખર્ચાઓ પર લગામ મૂકો છો તો દરમહિને તમે 2 હજાર રૂપિયા બચાવી શકશો અને વાર્ષિક 24000 રૂપિયાની બચત SIPમાં કરી શકશો.

આ વર્ષમાં જ દેખાશે પરિણામ
શરૂઆતનાં 6 મહિના તમને આર્થિક સમસ્યાઓ આવી શકે છે પણ 2024નાં અંત સુધીમાં તમારી પાસે સારી એવી જમાપૂંજી હશે જેના પર આશરે 12% તમને વાર્ષિક વ્યાજ મળશે. ઉપરાંત નોકરી કરનારાઓની સેલેરીમાં પણ દરવર્ષે વધારો થતો હોય છે. તેથી તમારા માટે રોકાણ કરવું વધારે સરળ બની જશે. 5 વર્ષ બાદ તમારી પાસે આશરે 2 લાખ રૂપિયા જમા થઈ ગયાં હશે. જેનાથી તમે આર્થિક રીતે મજબૂત બનશો.

5000 રૂપિયાનાં રોકાણ પર આ પરિણામ
જો તમે તમારી સેલેરીમાંથી 5 હજાર રૂપિયાનું માસિક રોકાણ કરવા સક્ષમ છો તો SIPમાં રોકવા જોઈએ. 10 વર્ષમાં 12%નાં હિસાબે તમારી પાસે આશરે 16-17 લાખ રૂપિયાની બચત થઈ જશે. તેવામાં જો વ્યાજદરોમાં વધારો થયો તો શક્ય છે કે 20 લાખ રૂપિયા પણ જમા થાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ