બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / st bus A reality check of safe riding revealed funny scenes

અમદાવાદ / VIDEO: 'સાહેબ મારી ગાડી બદલાઈ ગઈ છે..!' સલામત સવારીનું રિયાલિટી ચેક કરતાં સામે આવ્યા રમૂજી દ્રશ્યો, સુવિધાના ઠેકાણાં નહીં

Kishor

Last Updated: 10:37 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસટી વિભાગનું એક સૂત્ર છે, `સ્વસ્છ, સલામત અને સમયબદ્ધ' પરંતુ  એસટી બસોની જ્યારે હાલતથી રૂબરૂ થઈએ છીએ ત્યારે આ એકેય સૂત્ર સાર્થક થતું હોય તેવું લાગતું નથી સમયબદ્ધની વાત ભૂલી જાઓ. પરંતુ હાલ સ્ક્રેપમાં મૂકવા જેવી અનેક બસો રોડ પર  દોડી રહી છે જેણે આમ મુસાફરોમાં ચિંતા જન્માવી છે.

  • અનેક એસટી બસની હાલત ખખડધજ
  • વિટીવી ન્યૂઝના રિયાલીટી ચેકમા સામે આવ્યા દ્રશ્યો

એસટી વિભાગની જાહેર પરિવહનની બસો સલામતીની દ્રષ્ટીએ પણ ખતરા રૂપ છે. કોઈ બસના ડોરને ડોરીથી બાંધીને રાખવો પડ્યો છે તો કોઈ બસમાં બારીના કાચ નથી. કોઈ બસમાં સામાન મૂકવાની ડેકીના ઠેકાણા નથી તો કોઈ બસની ડ્રાઇવરની સીટ પર કવર જ નથી. આ દ્રશ્યો પરથી એવું સાબિત થાય છે કે, રાજ્યમાં જાહેર રોડ પર એવી અનેક બસો ચાલી રહી છે જેના નિર્ધારિત કિલોમીટર વર્ષો પહેલા પૂરા થઈ ગયા છે.  છતાં પણ આવી બસો જર્જરિત હાલતમાં રોડ પર દોડી રહી છે. માત્ર બસની કંડીશનની જ વાત ક્યાં કરવી. સલામત ગણાતી એસટીના ડ્રાઇવરો પણ સિટબેલ્ટના નિયમોની એસીતૈસી કરીને બસ હંકારી રહ્યા છે. વીટીવીએ જ્યારે સિટબેલ્ટ વિશે બસના ડ્રાઈવરોની જાગૃતિ વિશે રિયાલિટી ચેક કર્યું તો હાસ્યજનક દ્રશ્યો સર્જાયા હતા.

એસટી નિગમ નવી બસોની  રાહ જોઈ રહ્યું છે

રાજ્યની મોટા ભાગની એસટી બસોમાં સીટબ્લેટ જ કાર્યરત નથી. એક બાજુ ટ્રાફિકના નિયમોની મોટી મોટી વાતો થાય છે, પણ બીજી બાજુ રાજ્યસરકારના એસટી નિગમની આ સ્થિતિ છે. સવાલ એ થાય છે કે ટ્રાફિકના કડક નિયમો શું સામાન્ય પ્રજા માટે જ છે, સરકારી વાહનોને નિયમો લાગુ પડતા નથી?  આપને જણાવી દઈએ કે, દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા  એસટી નિગમને નવી બસ ફાળવવામાં આવે છે. જો કે તેમ છતાં સ્ક્રેપમાં નાખી દેવા જેવી હજુ 1200 જેટલી બસ રોડ પર દોડી રહી છે. એસટી નિગમ નવી બસોની  રાહ જોઈ રહ્યું છે. પરંતુ ત્યાં સુધી  જોખમી સવારી પ્રવાસીઓ પોતાના જોખમે કરવાની રહેશે.

5 વર્ષમાં એસટી બસની હાલત સ્ક્રેપમાં નાખી દેવા જેવી થઈ જાય

એસટી નિગમના કહેવા પ્રમાણે તો,  5 વર્ષમાં એસટી બસની હાલત સ્ક્રેપમાં નાખી દેવા જેવી થઈ જાય છે. કારણ કે 5 વર્ષમાં 8 લાખ કિલોમીટર ગાડી ફરી જાય છે. પરંતુ સરકારનો બીજો નિયમ 15 વર્ષે વાહનને જૂનું ગણવું તેવો છે. ત્યારે જોવાનું  એ રહેશે. નિયમોની આ આંટી ઘૂંટીમાં પ્રજાને સલામત બસ મળે છે કે કેમ?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ