બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:31 PM, 19 June 2025
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ મેચ પહેલા ભારતીય કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ADVERTISEMENT
ટેસ્ટ કેપ્ટન તરીકે શુભમન ગિલની આ પહેલી મેચ હશે. રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી, શુભમન ગિલને સૌથી મોટા ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. શુભમન ગિલ ભારતનો 37મો ટેસ્ટ કેપ્ટન છે.
ADVERTISEMENT
#WATCH | Leeds, England | On being named as India's Test captain, Indian cricketer Shubman Gill says, "This is the biggest honour a player can get. Captaining your country, especially in the test format...I am very excited for this opportunity" pic.twitter.com/DgSfQ3DKSt
— ANI (@ANI) June 19, 2025
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલ ભાવુક જોવા મળ્યો હતો. શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'હા, આ કોઈપણ ખેલાડી માટે સૌથી મોટું સન્માન છે. આપણા દેશની કેપ્ટનશીપ કરવી, ખાસ કરીને ટેસ્ટ ફોર્મેટમાં બહુ ઓછા લોકોને આવી તક મળે છે. હું આ તક માટે ખૂબ જ ઉત્સાહિત છું.'
ADVERTISEMENT
શુભમન ગિલે એ પણ ખુલાસો કર્યો કે તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની તાજેતરની સીઝન દરમિયાન ઇંગ્લેન્ડમાં રમવાના અનુભવ વિશે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને સાથે વાત કરી હતી. 25 વર્ષીય શુભમન લીડ્સ ટેસ્ટમાં ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ તેની ટેસ્ટ કારકિર્દીમાં મોટાભાગનો સમય નંબર-4 પર બેટિંગ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભારતીય ટીમને મોટો ઝટકો! ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ પહેલા આ ખેલાડી થયો બહાર
શુભમન ગિલ કહે છે, 'હું IPL દરમિયાન તે બંને (કોહલી-રોહિત) ને મળ્યો હતો. તેમણે મને ઇંગ્લેન્ડમાં તેમના અનુભવો અને અહીં તેઓ જે પડકારોનો સામનો કરે છે તે વિશે જણાવ્યું. મે ભારતમાં ઇંગ્લેન્ડ સામે જે ટેસ્ટ સીરિઝ રમી હતી તે મારા માટે શ્રેષ્ઠ સીરિઝ હતી. તે સીરિઝમાં કેટલાક મુખ્ય ખેલાડીઓ ઉપલબ્ધ નહોતા. જે રીતે અમે તે સીરિઝ રમ્યા, આપણે આ વખતે પણ તે જ કરવાની જરૂર છે. સીરિઝનો સ્કોરકાર્ડ 4-1 હતો, પરંતુ તે ઇંગ્લેન્ડ સામેની મેચોની ચેલેન્જ કઈક અલગ જ છે. અમારે પણ એમના જેવું જ ક્રિકેટ રમવું પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.