બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Spokesperson Minister Rushikesh Patel statement after the Cabinet meeting

ગાંધીનગર / 'વાવાઝોડાથી ગુજરાતમાં કુલ 3207 પશુઓના મોત', દૂધાળા પશુને સરકાર આપશે આટલાં હજારની સહાય

Dinesh

Last Updated: 05:18 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું કે, ખેડૂતોને નુકશાન બાબતે પ્રાથમિક સર્વે થયા છે તેમજ પશુ મૃત્યુ મામલે નિયમો મુજબ પશુપાલકોને રકમ મળશે. દૂધાળા પશુ માટે ૩૦ હજાર સહાય સરકાર કરશે.

  • કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
  • વાવાઝોડાની ઘાત પસાર થઈ ચૂકી છે: ઋષિકેશ પટેલ
  • 'વાવાઝોડાના કારણે કુલ 3207 પશુઓના મૃત્યુ થયા'

બોપોરજોય વાવાઝોડા પછી ગાંધીનગર ખાતે પ્રથમવાર મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બિપોરજોય વાવાઝોડા સમય કેન્દ્રસરકારના માર્ગદર્શન અને મુખ્યમંત્રીની સુચનાથી રાજ્યમાં ખૂબ સરસ તમામે કામગીરી કરી છે અને આ પરિસ્થિત પહોંચી વળ્યા છીએ. 

'પહેલેથી એક્શન પ્લાન તૈયાર કરાયો હતો'
ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત પસાર થઈ ચૂકી છે અને 6 તારીખથી વાવાઝોડાની જાણકારી મળ્યાથી તંત્ર અલર્ટ થયુ હતુ તેમજ વાવાઝોડાની માહિતી મળતાની સાથે જ જિલ્લા કક્ષાએ બેઠકો કરી હતી. ઝડપથી લોકોને બચાવવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો અને PMના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે સફળ કામગીરી કરી છે. તેમણે ઉમેર્યું કે, અગાઉ વાવાઝોડાની જાણકારી મળતી ન હતી અને હવે ટેક્નોલોજીને કારણે આવનારી આફતની જાણકારી મળી રહે છે.

'હવામાન ખાતું સચોટ સાબિત થયુ'
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, વાવાઝોડા બાબતે હવામાન ખાતું સચોટ સાબિત થયુ છે. તેમજ જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેમના પુન: વસવાટની કામગીરી કરી છે. પીવાના પાણી માટે પંપિંગ સ્ટેશન સુધી વીજળી પહોચાડી દીધી છે. સરકારી કચેરીઓમાં પણ ફરી વીજળી શરુ કરવામાં આવી છે અને આવતીકાલ સાંજ સુધી 95 ટકા વીજળીની કામગીરી પૂર્ણ થશે તેમજ વાવાઝોડા દરમિયાન કેટલાક પશુઓના મૃત્યુ નોંધાયા છે.

રથયાત્રાના આયોજન પર ઋષિકેશ પટેલે શુ કહ્યું ?
અમદાવાદમાં રથયાત્રાના આયોજન પર ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે રથયાત્રા યોજાઈ શકે તેના માટે સરકારે આયોજન કર્યુ છે તેમજ યોગ દિવસ મામલે પણ સરકારે આયોજન કર્યુ છે. 108 દેશના પ્રતિનિધીઓ PM સાથે યોગ કરશે. 

ખેડૂતોને નુકશાન બાબતે પ્રાથમિક સર્વે થયા:ઋષિકેશ પટેલે
તેમણે કહ્યું કે, ખેડૂતોને નુકશાન બાબતે પ્રાથમિક સર્વે થયા છે તેમજ પશુ મૃત્યુ મામલે નિયમો મુજબ પશુપાલકોને રકમ મળશે. દૂધાળા પશુ માટે ૩૦ હજાર સહાય સરકાર કરશે. તેમજ બળદ, પાડા, ઉંટ અને ઘોડા સંદર્ભે સર્વે ચાલી રહ્યો છે.  તેમણે કહ્યું કે, ખેતીવાડી વિભાગે જૂદી જૂદી ટીમ બનાવીને પ્રાથમિક સર્વે કરી રહી છે. વાવાઝોડાના કારણે કુલ 3207 પશુઓના મૃત્યુ થયા છે. જેમાં 171 ગાય અને 166 ભેંસોના વાવાઝોડાને કારણે મૃત્યુ થયા છે. 53 હજાર હેક્ટરમાં નુકશાન 14,887 ફળના વૃક્ષો નાશ થયા તેમજ 82 હજાર બાગાયતી પાકો માથી 53 હજાર હેક્ટરમા નુકશાન થયું છે.  તેમણે કહ્યું કે, બાગાયતી પાકો બાબતે SDRFના નિયમ ઉપરાંત વધારાની સહાય માટે ચર્ચા થશે.

'વધારાની સહાય માટે CM અને કૃષિમંત્રી રાઘવજી પટેલ ચર્ચા કરશે' 
ઋષિકેશ પટેલે કહ્યું કે, વધારાની સહાય માટે CM અને કૃષિમંત્રી રાઘવજી પટેલ ચર્ચા કરશે અને કેશડોલ્સની સંપૂર્ણ કામગીરી 5 દિવસમાં પૂર્ણ થશે. તેમણે કહ્યું કે, પીજીવીસીએલને વાવાઝોડાના કારણે 783 કરોડનું નુકશાન થયું છે. સનાથલ બ્રીજ બાબતે ઋષિકેશ પટેલ કહ્યું કે, સનાથલ બ્રિજ મામલે તપાસ થશે અને  સ્ટેબિલીટી અને સ્ટ્રેંગ્થની તપાસ થઈ રહી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ