બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / Specially designed for delivery boys this bike will run for just 5 paise know the features

Auto Expo 2023 / ડિલિવરી બોઈઝ માટે ખાસ બનાવવામાં આવી આ બાઈક, ફક્ત 5 પૈસામાં ચાલશે, જાણો ખાસિયતો

Arohi

Last Updated: 09:44 AM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Auto Expo 2023માં એક ઈલેક્ટ્રિક બાઈક ફક્ત ડિલિવરી બોયને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે. તેને ચલાવવાનો ખર્ચ 5 પૈસા પ્રતિ કિમી, સાથે જ તેને ઘણા પ્રકારથી મોડિફાઈ કરવામાં આવી શકે છે.

  • Auto Expoમાં રજૂ થઈ ઈલેક્ટ્રિક બાઈક 
  • ડિલિવરી બોયને ધ્યાનમાં રાખીને બનાવ્યુ ખાસ મોડલ 
  • ચલાવવાનો ખર્ચ માત્ર 5 પૈસા 

Auto Expo 2023માં ડિલિવરી બોયઝની મુશ્કેલીઓ સમજતા એક શાનદાર ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરવામાં આવી છે. જેના કારણે ખર્ચ ફક્ત 5 પૈસા પ્રતિ કિમીનો જ થશે. આવો જાણીએ તેના વિશે....

નોએડાની Corrit Electricએ ડિલિવરીના કામ કરવાની સાથે સાથે લારી ગલ્લા વાળાના બિઝનેસ સાથે જોડાયેલા લોકોની જરૂરિયાતને ઘ્યાનમાં રાખતા Transit ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે. કંપનીએ આ 3 રંગોમાં લોન્ચ કરી છે. આ બાઈકને ઘણા પ્રકારથી કસ્ટમાઈઝ કરવામાં આવી શકે છે. 

250 કિલો સુધી વેટ ઉઠાવે છે આ બાઈક 
આ ઇલેક્ટ્રિક બાઈક 250 કિલો સુધીનું વજન ઉઠાવે છે. તેની ખાસિયત તેના પાછળની સિટનું કસ્ટમાઈઝેબલ હોવું છે. ખરીદનાર ગ્રાહક તેની પાછળની સીટને હટાવીને તેના પર બોક્સ કે બેગને બાંધી શકે છે. ત્યાં જ લારી-ગલ્લા વાળા તેની પાછળની તરફ પોતાનો સામાન મુકી શકે છે. 

કંપનીની આ બાઈકને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે મોટી મોટી ઈ-કોમર્સ કંપનીઓ તેનાથી પોતાના ડિલિવરી પાર્ટનર્સને આપી શકે છે. તેમાં કંપનીઓને પોતાની બ્રાન્ડિંગ કરવા માટે સ્પેસ પણ આપવામાં આવે છે. 

સિંગલ ચાર્જમાં જાઓ 125 કિમી 
આ ઈલેક્ટ્રિક બાઈક 2.8kWની લીથિયમ આયર્ન બેટરી સાથે આવે છે. સિંગલ ચાર્જમાં આ 125 કિમી સુધી ચાલે છે. ત્યાં જ આ ફૂલ ચાર્જ થવામાં લગભગ સાડા ત્રણ કલાકનો સમય લે છે. તેની ટોપ સ્પીડ 70 કિમી પ્રતિ કલાક છે. આ બેટરી પર કંપનીની તરફથી 3 વર્ષની વોરંટી મળે છે. જ્યારે દેશના 50 શહેરોમાં કંપનીની ઓફ્ટર સેલ સર્વિસ પણ હાજર છે. 

હાલ કંપનીની તરફથી આ બાઈકમાં ફિક્સ બેટરી આપવામાં આવી રહી છે. પરંતુ કંપનીના ફાઉન્ડર મયૂર મિશ્રાનું કહેવું છે કે જલ્દી જ તેમાં રિમૂવેબલ બેટરીનું ઓપ્શન પણ ઉપલબ્ધ હશે. સિંગલ ચાર્જ દ્વારા આ બેટરી 3 યુનિટ વિજળીની ખપત કરે છે. એવામાં જો વિજળીના દર 8 રૂપિયા યુનિટ પણ માનવામાં આવે તો તેના કારણે ખર્ચ લગભગ 5 પૈસા પ્રતિ કિમી છે. 

4,000 રૂપિયા મહિનાનો હપ્તો રાખી ઘરે લઈ આવો 
કંપનીની આ બાઈકની કિંમત 85,000 રૂપિયાથી શરૂ થઈ રહી છે. તેમાં ફેમ સબ્સિડી શામેલ છે. એટલે કે તેની ઓન રોડ પ્રાઈઝ છે. ત્યાં જ જો ઈએમઆઈ પર તેને ખરીદવામાં આવે તો ન્યૂનતમ 10 ટકાના ડાઉનપેમેન્ટ સાથે લોકો તેને 4,000 રૂપિયા મહિનાના હપ્તે ખરીદી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ