બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / Speak up! Unknown names in the lands of 8 widows in Vadodara's Samantapura, alleged involvement of big heads in the scam

રજૂઆત / લો બોલો! વડોદરાના સામંતપુરામાં 8 વિધવા મહિલાઓની જમીનોમાં અજાણ્યા જ નામ, કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણીના આક્ષેપ

Vishal Khamar

Last Updated: 05:35 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં સાલવીનાં સામંતપુરા ગામમાં કરોડોનાં જમીન કૌભાંડમાં કેટલાક શખ્શો દ્વારા બોગસ ખેડૂતો ખાતેદારો બની જમીન પચાવી પાડવાની ઘટનાં સામે આવી છે. જેમાં મરણનો ખોટો દાખલો અનો બોગસ પેઢીનામું બનાવી મિલ્કતમાં નામ દાખલ કરી દેવામાં આવ્યું છે.

  • વડોદરાનાં સાવલીનાં સામંતપુરા ગામમાં જમીન કૌભાંડ મામલે ખુલાસો
  • બોગસ ખેડૂત ખાતેદારો બની જમીન પચાવી પાડવાની ઘટના સામે આવી
  • વિધવા મહિલાઓએ ધારાસભ્ય કેતન ઈનામદારને કરી રજૂઆત

વડોદરાનાં સાવલીનાં સામંતપુરા ગામમાં કરોડોની જમીન કૌભાંડ મામલે ખુલાસો થવા પામ્યો છે. ત્યારે બોગસ ખેડૂત ખાતેદારો બની જમીન પચાવી પાડવાની ઘટનાં સામે આવી છે. જેમાં 8 જેટલી વિધવા મહિલાઓની જમીનોમાં અજાણ્યા ઈસમોનાં નામ દાખલ થયા છે. ત્યારે મરણનો ખોટો દાખલો અને બોગસ પેઢીનામું બનાવી મિલકતમાં નામ દાખલ કરી દીધું હતું. ભોગ બનનાર વિધવા મહિલા ખેડૂતોએ સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી હતી. 

સમગ્ર મામલે પોલીસ સ્ટેશને ભૂમાફિયા અને સરકારી અધિકારીઓ સામે નોંધાઈ ફરિયાદ
ધારાસભ્ય કેતન ઈનામદાર મહિલા ખેડૂતોને સાવલી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. સાવલી પોલીસ સ્ટેશનમાં ભૂમાફિયા અને સરકારી અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ધારાસભ્ય કેતન ઈનામદારનો સાવલી રેવન્યુ વિભાગનાં કર્મચારી અધિકારી પર આક્ષેપ કર્યો હતો. જમીન પચાવી પાડવામાં મોટા માથાઓની સંડોવણીનાં આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય કેતન ઈનામદાર રજૂઆત કરશે. 

ભરતભાઈ (સરપંચ, સામંતપુરા ગામ)

આ બાબતે ધારાસભ્યને સાથે રાખી પોલીસમાં રજૂઆત કરાઈઃ સરપંચ
આ બાબતે સામંતપુરા ગામનાં સરપંચ ભરતભાઈએ જણાવ્યું હતું કે મારા ગામની વિધવા બહેનોની 40 થી 45 વીઘા જમીનમાં કેટલાક શખ્શો દ્વારા ખોટા મરણનાં દાખલા તેમજ ખોટા પેઢીનામાં રજૂ કરીને તેમજ ખોટા નામો દાખલ કરી વારસદારો બનેલા છે.  જે અંગેની જાણ વિધવા મહિલાઓને થતા તેઓએ મને જાણ કરી હતી. જે બાદ અમે સાવલી પોલીસ સ્ટેશને ગયા હતા. પરંતું પોલીસ દ્વારા કોઈ કાર્યવાહિ કરવામાં આવતી ન હતી. જે બાદ આજે અમે અમારા વિસ્તારનાં ધારાસભ્ય કેતનભાઈને રજૂઆત કરી અને ધારાસભ્ય પોતે સાવલી પોલીસ મથકે આવ્યા અને અમારી અરજીઓ પોલીસ મથકમાં અપાવી અને અમને ખાત્રી આપી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ