બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / South stars Allu Arjun to Mahesh Babu, these have vanity vans worth crores.

ગપશપ / હરતું-ફરતું આલીશાન ઘર! કરોડો રૂપિયાની વેનિટી વેન રાખે છે અલ્લુ અર્જુન અને મહેશ બાબુ જેવા સાઉથના સ્ટાર્સ, કિંમત જાણી મગજ ચકરાઈ જશે

Megha

Last Updated: 12:57 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથના કલાકારો પોતાના માટે બનાવેલી લક્ઝુરિયસ વેનિટી વેન મેળવવાની બાબતમાં બોલિવૂડના સુપરસ્ટાર્સથી બિલકુલ પાછળ નથી. પ્રભાસથી લઈને અલ્લુ અર્જુન પાસે છે આટલી મોંઘી વેનિટી વેન.

  • લક્ઝુરિયસ વેનિટી વેનની બાબત સાઉથના કલાકારો પણ પાછળ નથી
  • વેનિટી વેનની બાબતે સાઉથના સ્ટાર્સનો સ્વેગ એક્શન ફિલ્મો જેવો જ છે
  • અલ્લુ અર્જુન પાસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી વેનિટી વેન છે

બોલિવૂડ સ્ટાર્સ પોતાની લક્ઝરી પાછળ પાણીની જેમ પૈસા ખર્ચે છે. બ્રાન્ડેડ કપડા અને એસેસરીઝથી માંડીને કરોડોના બંગલા અને મોંઘીદાટ કાર તેમની પાસે છે. આ સિવાય ફિલ્મ સ્ટાર્સ પણ પોતાની વેનિટી વેન પોતાના ઘરની જેમ જ સુવિધાજનક રાખે છે. ફિલ્મસેટ પર સ્ટાર્સ મેક-અપ કરવા માંગતા હોય અથવા થોડો નવરાશનો સમય પસાર કરવા માંગતા હોય તેઓ વેનિટી વેનનો ઉપયોગ કરે છે, જેની કિંમત ઘણી વધુ હોય છે.

સાઉથના કલાકારો પોતાના માટે બનાવેલી લક્ઝુરિયસ વેનિટી વેન મેળવવાની બાબતમાં બોલિવૂડના સુપરસ્ટાર્સથી બિલકુલ પાછળ નથી. મોટા ભાગના બોલિવૂડ સ્ટાર્સ પાસે 2 થી 5 કરોડ રૂપિયાની વેનિટી વેન હોવાનું કહેવાય છે, પરંતુ સાઉથના સ્ટાર્સનો સ્વેગ એક્શન ફિલ્મો જેવો જ છે. 

વેનિટી એટલે કલાકારો માટે તેમનું 'બીજું ઘર' અને આ જ કારણ છે કે પ્રભાસથી લઈને અલ્લુ અર્જુન સુધીના ઘણા સાઉથના કલાકારોને તેમની વિશેષ પસંદગીઓને ધ્યાનમાં રાખીને લક્ઝુરિયસ વેનિટી વેન રાખી છે. 

‘પુષ્પા’ એક્ટર અલ્લુ અર્જુને પોતાની વેનિટી વેનનું નામ પણ રાખ્યું છે, તે પોતાની વેનિટી વેનને ‘ફાલ્કન’ કહે છે. અલ્લુ અર્જુન પાસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી વેનિટી વેન છે. જેની કિંમત અંદાજે 7 કરોડ રૂપિયા છે. આ વેનિટી વેન પર તેમનો સત્તાવાર લોગો ‘AA’ પણ લગાવવામાં આવ્યો છે. આ બે રૂમની વેનિટી એક 'મિની હોમ' છે.

બાહુબલી ફિલ્મ બાદ પ્રભાસે પોતાના માટે લક્ઝુરિયસ વેનિટી વેન બનાવી છે. આ વેનિટી વેનની ખાસ વાત છે તેનું ‘સનરૂફ’. સામાન્ય રીતે સેલિબ્રિટી વેનિટી વેનમાં સનરૂફ હોતી નથી. પરંતુ પ્રભાસને સનરૂફ કાર પસંદ છે. પ્રભાસની આ નવી વેનિટી વેનની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે.

રામ ચરણની વેનિટી વેન 5 સ્ટાર હોટલના રૂમથી ઓછી નથી. આ વેનિટીની કિંમત પણ લગભગ 7 કરોડ રૂપિયા છે. સાથે જ મહેશ બાબુ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. મહેશ બાબુની કસ્ટમાઈઝ્ડ વેનિટી વેનની કિંમત 6.2 કરોડ રૂપિયા છે. આ સ્ટાર્સની સાથે સામંથા રૂથ પ્રભુ, પવન કલ્યાણ અને તમન્ના ભાટિયા પાસે પણ પોતાની વેનિટી વેન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ