બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / South actor ready for fourth marriage at 58, third wife saw lip lock video and said, never let it happen

બહુ કરી / 58ની ઉંમરે ચોથા લગ્ન કરવા તૈયાર સાઉથનો એક્ટર, ત્રીજી પત્નીએ લિપ લૉક વીડિયો જોઈ કહ્યું, ક્યારેય નહીં થવા દઉં

Megha

Last Updated: 02:00 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કન્નડ ફિલ્મ સ્ટાર નરેશ બાબુ ફરી લગ્ન કરવા તૈયાર છે, એક્ટ્રેસ પવિત્રા લોકેશ સાથે લિપ-લૉક કરતો વીડિયો પોસ્ટ કરીને આપી જાણકારી.

  • કન્નડ ફિલ્મ સ્ટાર નરેશ બાબુ ફરી લગ્ન કરવા તૈયાર
  • એક્ટ્રેસ પવિત્રા લોકેશ સાથે કર્યું લિપ-લોક
  • ત્રીજી પત્ની રામ્યાએ કહ્યું કે  આ લગ્ન ક્યારેય નહીં થવા દે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ફરી એક વખત એવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને દરેક લોકો આશ્ચર્યચકિત થયા છે. કન્નડ ફિલ્મ સ્ટાર નરેશ બાબુ ફરી લગ્ન કરવા તૈયાર છે. જણાવી દઈએ કે અભિનેતાએ નવા વર્ષ નિમિત્તે એક વીડિયો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે જેમાં તે એમની લેડી લવ એક્ટ્રેસ પવિત્રા લોકેશ સાથે લિપ-લૉક કરતો જોવા મળ્યા હતા. હાલઆ આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ વિડીયો પર નરેશ બાબુની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જણાવી દઈએ કે રામ્યાએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે આ લગ્ન ક્યારેય નહીં થવા દે. 
 
એક્ટ્રેસ પવિત્રા લોકેશ સાથે કર્યું લિપ-લોક
જણાવી દઈએ કે નરેશ અને પવિત્રાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે તેમના જીવનની ઝલક બતાવવાનો દાવો કર્યો છે અને વીડિયોમાં નરેશ અને પવિત્રા કેક કાપીને એક બીજાને ખવડાવીને નવા વર્ષનું સ્વાગત કરતા જોવા મળે છે. વીડિયોમાંના અંતમાં એમને જણાવ્યું કે 'લગ્ન જલ્દી થઈ રહ્યા છે' આ લખતા નરેશે પવિત્રાને પણ ટેગ પણ કરી છે. આ સાથે જ વીડિયો શેર કરતી વખતે નરેશે લખ્યું, 'નવું વર્ષ. નવી શરૂઆત. આપ સૌના આશીર્વાદની જરૂર છે. આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ. 

નરેશ પર ભડકીની ત્રીજી પત્ની
નરેશ અને પવિત્રાનો આ વીડિયો તરત જ વાયરલ થઈ રહ્યો છે એવામાં નરેશની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિએ આ વીડિયો પર ગુસ્સો જતાવ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રામ્યાએ કહ્યું- તે આટલો નીચે કેવી રીતે પડી શકે, તે ફરી એક વખત લગ્ન કેવી રીતે કરી શકે? હું તેમને આ લગ્ન કરવા નહીં દઉં. અમે હજી છૂટાછેડા લીધા નથી. તેણે પહેલા જ ત્રણ લગ્ન કર્યા છે અને અમારે એક બાળક પણ છે. 

ચપ્પલ વડે માર માર્યો હતો
જો એક મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, રામ્યાએ જણાવ્યું કે નરેશે તેના પર અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. એક સમયે નરેશે રામ્યા પર દિવંગત સુપરસ્ટાર કૃષ્ણા સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો અને અલગ થવા માટે કહ્યું હતું. આ સાથે નરેશે એક લવ લેટર પણ બતાવ્યો હતો જેને રામ્યાએ નકલી ગણાવ્યો હતો. આ સાથે જ ગયા વર્ષે જુલાઈમાં જ રામ્યાએ હોટલમાંથી બહાર નીકળતી વખતે નરેશ અને પવિત્રાને લિફ્ટમાં પકડ્યા હતા અને રામ્યાએ તેને જોતાની સાથે જ તેને ચપ્પલ વડે મારવાનું શરૂ કરી દીધું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ