બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Soon, air conditioned driver cabins to be mandatory in trucks: Nitin Gadkari

કેન્દ્રનો નવો નિયમ / ડ્રાઈવરોને ટ્રકમાં મળશે આ ખાસ સુવિધા, આરામથી ચલાવી શકશે વાહન, નીતિન ગડકરીનું મોટું એલાન

Hiralal

Last Updated: 05:02 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2025ની સાલથી તમામ ટ્રકોમાં એસીવાળી ડ્રાઈવરની કેબિન રાખવી પડશે તેવો એક નિયમ કેન્દ્ર સરકારે કર્યો છે.

  • ટ્રક ડ઼્રાઈવરો માટે મોદી સરકારે બનાવ્યો નિયમ
  • 2025 સુધીમાં તમામ ટ્રકોમાં એસીવાળી ડ્રાઈવર કેબિન રાખવી પડશે
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એલાન કર્યું 

બળબળતી ગરમીમાં ડ્રાઈવરો ટ્રક ચલાવતા હોય છે અને તેને કારણે તેમની ટ્રક ચલાવવામાં ખૂબ તકલીફ પડે છે આવી સ્થિતિને નિવારવા અને ટ્રક ડ્રાઈવરો આરામથી એસી ચલાવી શકે તે માટે મોદી સરકારે એક નિયમ ફરજિયાત બનાવ્યો છે જે 2025થી લાગુ પડી શકે છે. 

ટ્રકો ચલાવતા લોકો સાથે સારો વ્યવહાર કરવામાં આવે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ એલાન કરતાં કહ્યું કે ડ્રાઇવરો 2025થી AC કેબિનોમાં બેસીને ટ્રક ચલાવી શકશે. એક કાર્યક્રમને સંબોધિત કરતા નિતિન ગડકરીએ કહ્યુ, "ઓટો ઉત્પાદકોએ ટૂંક સમયમાં ટ્રકના ડ્રાઈવર કેબિનની અંદર એર કંડીશનર લગાવવા પડશે. તેમણે કહ્યું કે આજે કાર્યક્રમમાં આવતા પહેલા, મેં તે ફાઇલ પર સહી કરી છે જે ટ્રક ડ્રાઇવરના ડબ્બામાં એર કન્ડિશનિંગ ફરજિયાત કરે છે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ટ્રકો ચલાવતા લોકો સાથે સારો વ્યવહાર કરવામાં આવે.

હું ફાઈલ પર સહી કરી આવ્યો છું-ગડકરી 
ગડકરીએ કહ્યું કે આપણા ડ્રાઇવરો 43.47 ડિગ્રીના આકરા તાપમાં વાહન ચલાવે છે અને આપણે ડ્રાઇવરોની સ્થિતિની કલ્પના કરવી જોઈએ. હું પ્રધાન બન્યા પછી એસી કેબિન રજૂ કરવા માટે ઉત્સુક હતો. પરંતુ કેટલાક લોકોએ ટ્રકોની કિંમત વધશે તેમ કહી તેનો વિરોધ કર્યો હતો. આજે મેં એ ફાઈલ પર સહી કરી છે કે બધી જ ટ્રક કેબિન એસી કેબિન હશે. નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે ભારતમાં ડ્રાઇવરોની અછત છે, જેના પરિણામે ટ્રક ડ્રાઇવરો દિવસમાં 14-16 કલાક કામ કરે છે. અન્ય દેશોમાં ટ્રકચાલક કેટલા કલાક ફરજ પર રહી શકે તેના નિયમો છે.

ટ્રક બનાવનારી કંપનીને મળ્યો 18 મહિનાનો સમય
ગડકરીએ કહ્યું કે 2025થી તમામ ટ્રકોમાં એસી કેબિન લાગુ પાડવાનો પ્લાન છે આ વાતની જાણ ટ્રક બનાવતી કંપનીઓને કરી દેવાઈ છે આ રીતે તેમની પાસે 18 મહિનાનો સમય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ