બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / Somwar lord shiv puja do not dudh abhishek in copper vessel

ધર્મ / શિવજીને ભૂલથી પણ તાંબાના પાત્રમાં દૂધ અર્પણ ન કરવું, નહીં તો ભગવાન શંકર થઇ જશે નારાજ!

Manisha Jogi

Last Updated: 08:10 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે વિધિ વિધાન પૂર્વક ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે. સોમવારના વ્રત દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • ભક્તિ ભાવ સાથે પૂજા અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. 
  • ભગવાન શંભુ તમામ કષ્ટ દૂર કરે છે.
  • વ્રત દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન.

સોમવારના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. અનેક લોકો સોમવારે વ્રત પણ કરે છે અને તેનું આગવું મહત્ત્વ રહેલું છે. માનવામાં આવે છે કે, સોમવારે વિધિ વિધાન પૂર્વક ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ભક્તિ ભાવ સાથે પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. સાચા મનથી પૂજા કરવાથી ભગવાન શંભુ તમામ કષ્ટ દૂર કરે છે. આ વ્રત કરવા દરમિયાન કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ભોપાલના પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવ્યું છે કે, સોમવારના વ્રત દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. 

તાંબાના વાસણમાં દૂધ રાખો- શિવલિંગ પર જે દૂધનો અભિષેક કરવાનો હોય તે દૂધ તાંબાના વાસણમાં ના હોવું જોઈએ. આ પ્રકારે કરવાથી દૂધ સંક્રમિત થઈ જાય છે, જેથી તે દૂધથી અભિષેક  ના કરવો જોઈએ. આ દૂધ પીત્તળ, ચાંદી અથવા સ્ટીલના વાસણમાં હોવું જોઈએ. આ દૂધથી અભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થઈ જાય છે. 

અંતમાં જળાભિષેક કરો- શિવ પૂજા દરમિયાન શિવલિંગ પર દૂધ, દહીં, મધ અથવા અન્ય વસ્તુઓ ચઢાવ્યા પછી જળ જરૂરથી અર્પણ કરવું જોઈએ. અંતમાં જળ ચઢાવવાથી જળાભિષેક પૂર્ણ માનવામાં આવે છે, જેનાથી મહાદેવ ખુશ થાય છે. 

ચંદનનો તિલક કરો- ધાર્મિક શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર ચંદનનો તિલક કરવો જોઈએ. રોલી અથવા સિંદૂરનો તિલક ના કરવો જોઈએ. મહાદેવને ચંદનનું તિલક પ્રિય છે. 

શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ના કરો- શિવજીની પૂજા કરતા સમયે શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ક્યારેય ના કરવી જોઈએ. દૂધ નિર્ગમનો રસ્તો હોય ત્યાંથી જ પાછા વળી જવું જોઈએ. આ પ્રકારે કરવાથી ભગવાન શિવ નારાજ થતા નથી. 

શિવલિંગ પાસે દીવા ના કરશો- પૂજા કરતા સમયે શિવલિંગની આસપાસ ધૂપ અથવા અગરબત્તી ના પ્રગટાવવી જોઈએ. પુરાણો અનુસાર ભગવાન શિવને શીતળ રાખવામાં આવે તેટલા જ તે પ્રસન્ન થાય છે. આ કારણોસર ભગવાન શિવથી ધૂપ અને અગરબત્તી દૂર જ રાખવા જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ