બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Solar plant closed condition Ahmedabad Civil HospitalRs. 1.5 crore increase in annual electricity bill

નિરસતા / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તંત્રના પાપે ધૂળ ખાતો સોલાર પ્લાન્ટ, વાર્ષિક વીજ બિલમાં રૂ.1.5 કરોડનો ધુમ્બો

Kishor

Last Updated: 05:29 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષ કરતા વધુ સમયથી રૂફટોપ સોલાર પ્લાન્ટ બંધ હાલતમાં હોવા છતા આજ સુધી તેને ફરી શરૂ કરાયો નથી. જેને લઈને બિલનો બોજો વધી રહ્યો છે.

  • સોલાર એનર્જીની જાહેરાતો વચ્ચે અમદાવાદ સિવિલમાં અલગ ચિત્ર
  • સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષથી ધૂળ ખાતો રૂફટોપ સોલાર પ્લાન્ટ 
  • દર વર્ષે ચૂકવવું પડે છે 1 કરોડથી વધુનું બિલ 

રાજ્ય સરકારની સોલાર એનર્જીની જાહેરાતો વચ્ચે અમદાવાદના અસારવા સિવિલમાં અલગ ચિત્ર જોવા મળ્યું છે. અસારવારની સિવિલમાં 1 વર્ષ કરતાં વધુ સમયથી રૂફટોપ સેલાર પ્લાન્ટ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે. જેને કારણે દર વર્ષે 1 કરોડથી વઘુનુ બિલ ચૂકવવું પડે છે. આ સોલાર પેનલ સિવિલ હોસ્પિટલમાં વીજ બિલ ઘટાડવા લગાવવામાં આવી હતી. જેની 5 વર્ષ સુધી GEDAએ જાણવણી કરી હતી. આ પ્રોજેક્ટ બંધ થવાથી દર મહિને 60થી 70 લાખનું બિલ આવે છે. રૂફટોપ સોલાર પ્લાન્ટ બંધ થવા અંગે સિવિલ દ્વારા 6થી 7 મહિના પહેલાં PIO અને સક્ષમ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. રાજુઆત કર્યાને સાત-સાત માસના વ્હાણા વીતિ જવા છતાં હજુ સુધી પ્લાન્ટ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી નથી. 


સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષ કરતા વધુ સમયથી રૂફટોપ સોલાર પ્લાન્ટ બંધ
દેશમાં સતત કોલસાની ઘટથી વીજ ઉત્પાદનમાં મોટા તફાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ દિલ્લી, બિહાર સહિતના અનેક રાજ્યોમાં વીજ સંકટ ઊભું થયું હતું. કેન્દ્ર સરકાર દેશમાં સોલાર એનર્જીનો ઉપયોગ વધે એ માટે પ્રયાસ કરી રહીં છે. ખાસ કરીને PM નરેન્દ્ર મોદી દેશમાં ચાલતા સોલાર પ્રોજેક્ટ અને સોલારના ઉપયોગની વાતો અને ફાયદાઓ અનેકવાર અનેક મંચ પરથી કરી ચૂક્યા છે. પરંતુ અમુક અધિકારીઓની નિરસતાના લીધે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અસારવા સિવિલ ખાતે રૂફટોપ પ્રોજેક્ટ ધુળ ખાઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતેનો રૂફટોપ પ્રોજેક્ટ નોન-ઓપરેશનલ હોવાથી સિવિલમાં માસિક 20% વિજળી બિલ વધી રહ્યું છે. નિષ્ક્રિય સોલાર રૂફટોપ સિવિલ હોસ્પિટલના વાર્ષિક વીજ બિલમાં રૂ.1.5 કરોડનો ધુમ્બો માંરે છે. જો તેને શરૂ કરવામાં આવે તો વીજ બિલોમાં દર મહિને રૂ.12 લાખથી વધુની બચત એટેલ વર્ષમાં રૂ. 1.5 કરોડથી વધુની રકમની બચત થઇ શકે છે.

સિવિલ હોસ્પિટલનું અંદાજિત માસિક બિલ 60થી 70 લાખથી વધુ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી સ્વાભાવિક છે કે મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે પહોંચતા હોય છે એવામાં દર્દીને હાલાકી ન થાય અને યોગ્ય સુવિધાઓ મળી રહે માટે સરકાર દ્વારા એક વિશાળ કેમ્પસવાળી જગ્યા આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના ઓપરેશન-સર્જરીઓ થતી હોવાથી સિવિલ હોસ્પિટલનું અંદાજિત માસિક બિલ 60થી 70 લાખ સુધીનું આવે છે. આથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત બી.જે મેડિકલ અને ડેન્ટલ કોલેજ પર 7200 યુનિટ વીજળી ઉત્પન્ન કરવાના લક્ષ્યાંક સાથે રૂફટોપ સોલાર પેનલો લગાવાઇ હતી જે છેલ્લા એક વર્ષથી બંધ પડી છે. 5 વર્ષ સુધી GEDAએ PPP હેઠળ સોલાર પ્લાન્ટની જાળવણી કરી ત્રણેય કોલેજ માટે 1800 મેગાવોટ ઊર્જા ઉત્પન્ન કરી હતી.

પેનલોનું કેબલ કનેક્શન તૂટી જવા સહિતની રજૂઆત કરાઇ 
આ મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ રજનીશ પટેલે જણાવ્યુ હતુ કે સરકાર સોલાર પ્રોજેક્ટને લઇ હંમેશા હકારાત્મક રહીં છે જેને પગલે સિવિલ કેમ્પસમાં રૂફટોપ સોલાર પેનલો લગાવવામાં આવી હતી. પ્લાન્ટ કાર્યક્ષમ રીતે ચલાવવામાં આવે તો માસિક 60થી 70 લાખના વીજ બિલની રકમમાં ભારે ઘટાડો થઈ શકે તેમ છે. રૂફટોપની સોલારોમાંથી કેટલીક સોલાર પેનલો તૂટી ગઈ છે તો કેટલીક પેનલોનું કેબલ કનેક્શન તૂટી ગયાની બાબત ધ્યાને આવતા તુરંત જ કાર્યવાહી કરવામાં આવી હતી. 

જનતાના પૈસાનો વ્યય થતો હોય તેવી સ્થિતિ 
બીજી તરફ સૂત્રો પાસેથી વાત એવી પણ આવી રહી છે કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ બંધ કરી દેવાતા GEDAએ સંચાલન અને જાળવણી કરવાનું બંધ કરી દિધુ છે જ્યારે બીજી તરફ સિવિલ સત્તાધિશો કાગળો કર્યાની વાત અને પ્રોજેક્ટ ફરી ઓપરેટ કરવાના ખર્ચની વાતો કરી રહ્યાં છે. આ સ્થિતીમાં અવનવા ટેક્સો ભરનારી જનતાના પૈસાનો વ્યય થતો હોય તેવું લાગી રહ્યું છે.

સળગતા સવાલો 

  • 6 મહિનાથી બંધ હોવા છતાં રૂફટોપ પ્રોજેક્ટ શરૂ કેમ નથી થતો?
  • અધિકારીઓ સિવિલની રજૂઆતને કેમ ધ્યાનમાં નથી લેતા ?
  • શું અધિકારીઓને પ્રોજેક્ટ શરૂ કરવામાં રસ નથી?
  • દેશમાં કોલસાની અછત હોવા છતાં અધિકારીઓ પ્રોજેક્ટ કેમ શરૂ નથી કરતા?
  • શું રૂફટોપ સોલાર પ્લાન્ટ શરૂ કરવામાં અધિકારીઓની કોઈ જવાબદારી નથી?
  • સોલાર પ્લાન્ટથી વીજબિલમાં ઘટાડો આવે છે, તો કેમ પ્લાન્ટ શરૂ નથી થતો?
  • શું રૂપિયા બગાડવા માટે જ પ્લાન્ટ શરૂ થયો હતો?
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ