બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / Smartphones no longer required for UPI payments, online transactions will be done at the touch of a finger, know

તમારા કામનું / UPI પેમેન્ટ માટે હવે નહીં પડે સ્માર્ટફોનની જરૂર, આંગળીના ઇશારે થશે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો

Megha

Last Updated: 05:32 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક્નોલોજી સાથે જોડાયેલી વસ્તુઓ નાની અને સરળ બનાવવામાં આવી રહી છે. ઇયરફોન, ઘડિયાળો અને ફિટનેસ ટ્રેકર્સ તો ઠીક પણ હવે આવી ગઈ છે સ્માર્ટ રિંગ.

  • સ્માર્ટ રિંગની મદદથી યુઝર્સ UPI પેમેન્ટ કરી શકશે 
  • સ્માર્ટ રીંગ કેમ બનાવવામાં આવી?
  • સ્માર્ટ રીંગના ફીચર્સ 
  • ઉપયોગ કરવાની રીત 

ટેકનોલોજીમાં સતત વિકાસ થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે કોમ્પ્યુટર રૂમ જેટલા કદના હતા અને ધીરે ધીરે સમય વિત્યો નવી ટેક્નોલોજી આવી અને કોમ્પ્યુટર પહેલા ડેસ્કટોપ અને પછી લેપટોપમાં ફેરવાઈ ગયું. જો કે આટલું જ નહીં હાલ લેપટોપ પર કરવામાં આવતા ઘણા કાર્યો સ્માર્ટફોનમાં રજૂ કરવામાં આવી રહ્યા છે અને લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરવા લાગ્યા.ટેક્નોલોજી સાથે જોડાયેલી વસ્તુઓ નાની અને સરળ બનાવવામાં આવી રહી છે. જેમાં ઇયરફોન, ઘડિયાળો અને ફિટનેસ ટ્રેકર્સનો પણ સમાવેશ થાય છે. એ જ રીતે હવે સ્માર્ટ રિંગ પણ આવી ગઈ છે જેની મદદથી યુઝર્સ UPI પેમેન્ટ કરી શકે છે. આવો જાણીએ તેના વિશે.. 

સ્માર્ટ રીંગ કેમ બનાવવામાં આવી?
Acemoney નામના સ્ટાર્ટઅપે હાલમાં જ તિરુવનંતપુરમમાં કેરળ સ્ટાર્ટઅપ મિશનના સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં તેની સ્માર્ટ રિંગ રજૂ કરી હતી અને આ રિંગને રજૂ કરતી વખતે, કંપનીએ કહ્યું હતું કે સ્માર્ટ રિંગ પાછળનો ખ્યાલ એકદમ સિમ્પલ છે. તેનો હેતુ NFC નો ઉપયોગ કરતાં યુઝર્સને તેમના કાર્ડ, વૉલેટ અથવા ફોન ન હોવા પર પણ લેવડ-દેવડ કરી શકે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ રીંગ ખાસ એવા સમય માટે બનાવવામાં આવી છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ફોન અથવા એટીએમ કાર્ડ લાવવાનું ભૂલી જાય છે.

સ્માર્ટ રીંગના ફીચર્સ 
સ્માર્ટ રીંગ ઝીરકોનીયા સિરામિકમાંથી બનાવવામાં આવી છે. તે હાઇપોઅલર્જેનિક છે  તેમજ વોટરપ્રૂફ છે. આ સાથે જ તેને કોઈ પણ ઋતુમાં પહેરી શકાય છે. જો કે આ રિંગમાં કોઈ બેટરી કે ચાર્જિંગ કમ્પોનન્ટ આપવામાં આવ્યું નથી, તેથી તમારે તમારી સાથે ચાર્જર લઈ જવાની જરૂર રહેશે નહીં. આ રિંગ NFC-સક્ષમ છે. આનો અર્થ એ છે કે તે બ્લૂટૂથ કનેક્શન પર પણ નિર્ભર નથી.

ઉપયોગ કરવાની રીત 
આ રિંગને ઈનેબલ કરવા માટે તમારે તમારા ફોન પર Acemoney એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને ચુકવણી કરવા માટે તમારા ડિજિટલ વૉલેટમાં નાણાં ઉમેરવાની જરૂર છે. એપ્લિકેશન પર આગળ વ્યક્તિએ રિંગમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે "કોન્ટેક લેસ" સક્ષમ કરવાની જરૂર છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે ચુકવણી કરવા માટે તમારો ફોન તમારી સાથે રાખવાની જરૂર નથી. આ રીંગનો ઉપયોગ કરતી વખતે પેમેન્ટ માટે જમણા હાથનો ઉપયોગ કરવો પડશે અને એ માટે તમારે તમારી આંગળીઓને એવી રીતે વાળવી પડશે કે જાણે તમે કોઈ દરવાજો ખટખટાવતા હોવ. પેમેન્ટ ટર્મિનલ પર તમારી આંગળી મૂકો. બીપ અવાજ આવે ત્યાં સુધી રાહ જુઓ.આ રિંગ તમને માત્ર પેમેન્ટની સુવિધા જ નહીં, પણ સ્માર્ટ વોચ કોલ, વોટ્સએપ, ગીત અને બીજી ઘણી સુવિધા આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ