બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / smartphone battery myths that you should stop believing

ટેક નોલેજ / મોબાઈલ ફોનની બેટરીને રાત્રે ચાર્જમાં મૂકી ઉંઘી જાઓ છો, તો શું કોઈ ખતરો ખરો? આ રિપોર્ટ વાંચી ભલભલા તર્ક ખોટા પડશે

Bijal Vyas

Last Updated: 09:49 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smartphone Battery Myths: શું તમારા મનમાં પણ સ્માર્ટફોનના ઉપયોગ તથા બેટરીને લઇને શંકા અથવા ભ્રમણા છે તો જરુર વાંચો આ રિપોર્ટ....

  • નવા ફોનનો ઉપયોગ કરતા પહેલા તેને સંપૂર્ણપણે ચાર્જ કરવો જરૂરી છે?
  • સ્માર્ટફોનમાં એડવાન્સ ટેક્નોલોજીની મદદથી બેટરી ફુલ ચાર્જ થયા બાદ ચાર્જિંગ આપોઆપ બંધ થઈ જાય છે
  • ફોન ચાર્જમાં હોય ત્યારે ઉપયોગ કરવાથી ચાર્જ થવામાં વધુ સમય લાગે છે 

Smartphone Battery Myths:સ્માર્ટફોનની બેટરી દરેક યૂઝર માટે મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે દરેક યુઝર સ્માર્ટફોનની બેટરીની ખાસ કાળજી માટે દરેક પ્રકારની વસ્તુઓને ફોલો કરે  છે. જો કે, ઘણી વખત યુઝર સ્માર્ટફોનની બેટરી સાથે જોડાયેલી આવી ટિપ્સ ફોલો કરતા હોય છે, જેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા હોતી નથી. એટલે કે બેટરી સાથે જોડાયેલી કેટલીક બાબતો માત્રને માત્ર મિથ્સ છે. આવો આજેસ્માર્ટફોનની બેટરી સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીએ....

સ્માર્ટફોનની બેટરી રાતભર ચાર્જ કરવી 
દિવસ દરમિયાન સ્માર્ટફોનને ચાર્જ કરવું થોડું મુશ્કેલ છે કારણ કે યુઝરને દિવસના મોટાભાગના સમય માટે ફોનની જરૂર હોય છે. આવા માં દરેક યુઝર રાત્રે સૂતી વખતે ફોનને ચાર્જિંગમાં મૂકે છે. જો કે, આમાંના ઘણા યુઝર્સ તેને બેટરી માટે જોખમી માને છે, જ્યારે તે એક મિથ ભરેલી વાત છે. સ્માર્ટફોનમાં એડવાન્સ ટેક્નોલોજીની મદદથી બેટરી ફુલ ચાર્જ થયા બાદ ચાર્જિંગ આપોઆપ બંધ થઈ જાય છે.

પબ્લિક ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ 
ઘણા યુઝર્સ પબ્લિક ચાર્જિંગ પોર્ટનો સંપૂર્ણ લાભ લે છે અને તેને એક મોટી સુવિધા ગણે છે. મુસાફરી દરમિયાન અથવા કેફેમાં આ પ્રકારની સુવિધાનો ઉપયોગ બિલકુલ સલામત ગણી શકાય નહીં. આ સુવિધા તો છે, પરંતુ તમારી અંગત અને બેંકિંગ માહિતી મોટા જોખમમાં હોઈ શકે છે, કારણ કે હેકર્સ આજકાલ યુઝર્સને એડવાન્સ રીતે ટાર્ગેટ કરે છે.

વારંવાર ફોન ચાર્જ કરવો પડતો હોય તો અપનાવો આ ટિપ્સ, વધી જશે બેટરી લાઈફ | by  following simple tips boost smartphone battery life

નવા ફોનનો ઉપયોગ કરતા પહેલા ચાર્જ કરો
ઘણા યૂઝર્સ માને છે કે નવા ફોનનો ઉપયોગ કરતા પહેલા તેને સંપૂર્ણપણે ચાર્જ કરવો જરૂરી છે. જો કે, આ પણ માત્ર એક મિથ છે. જાણકારો કહે છે કે તમારા હાથમાં નવો ફોન આવે ત્યાં સુધીમાં ટેસ્ટિંગ અને મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયામાં બેટરી અડધાથી વધુ ડ્રેન થઈ ગઈ હોય છે.

બેટરીને ચાર્જ કરવાનો સાચો સમય 
ઘણા યૂઝર્સ માને છે કે એકવાર ફોનની બેટરી ફુલ ચાર્જ થઈ જાય પછી તે 0 હોય ત્યારે જ તેને ફરીથી ચાર્જ કરવી જોઈએ. જો કે, આ પણ એક મિથ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ફોનની બેટરી ચાર્જ કરવા માટે તેને 20 ટકા સુધી ડાઉન કર્યા પછી જ ચાર્જ કરવી જોઈએ. આ સાથે, બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવાને બદલે તેને 80 ટકા સુધી ચાર્જ કરવાનું યોગ્ય માનવામાં આવે છે.

કોઇ એપના ઉપયોગથી બેટરીને અસર
યુઝર્સનું માનવું છે કે મલ્ટીપલ એપ્સનો ઉપયોગ બેટરી ખતમ થવાનું કારણ છે. જો કે, આ પણ માત્ર એક મિથ છે. કેટલીકવાર એક જ એપનો ઉપયોગ કરવાથી તમારી બેટરી લાઇફ પર અસર થાય છે. ઉદાહરણ તરીકે, એચડી ક્વોલિટીમાં યુટ્યુબ પર વિડિયો જોવાથી મિનિટોમાં બેટરી ડાઉન થઈ શકે છે. આ સ્થિતિમાં 5500 mAh બેટરી પણ ફેલ થઈ શકે છે.

મોબાઇલની બેટરી સ્લો ચાર્જ થાય છે તો આ કારણો હોઇ શકે છે | smartphone battery  is charging slow these maybe the reason know how to fix it

ચાર્જિંગ દરમિયાન ડિવાઇસનો ઉપયોગ 
ઘણા યૂઝર્સના મનમાં એવી વાત આવે છે કે જો ફોન ચાર્જિંગ દરમિયાન વાપરવામાં આવે તો બેટરી ફાટી શકે છે. બીજી તરફ, નિષ્ણાતો તેને માત્ર એક મિથ માને છે. જ્યારે બેટરી ચાર્જ થઈ રહી હોય ત્યારે ઉપકરણનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ હા આમ કરવાથી ઉપકરણને ચાર્જ થવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ