બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / situation in violence stricken Sudan Government mission for safe evacuation of Indian citizens

પગલાં / સુદાનમાંથી ભારતીયોને બચાવવા સરકારનો મોટો પ્લાન, 2 વિમાન-1 જહાજ તૈનાત, 5 દેશો મદદ માટે આવ્યાં

Kishor

Last Updated: 11:51 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુદાનમા અટવાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર દ્વારા બે C-130J લશ્કરી વિમાનને જેદ્દાહમાં સ્ટેન્ડબાય રખાયા છે.તેમજ નેવીનું એક એક જહાજ પણ પ્રદેશના મુખ્ય બંદરે પહોંચી ચૂક્યું છે.

  • હિંસાગ્રસ્ત સુદાનની સ્થિતિ ગંભીર 
  • ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકારનું મિશન
  •  બે C-130J લશ્કરી વિમાનને જેદ્દાહમાં સ્ટેન્ડબાય રખાયા

હિંસાગ્રસ્ત સુદાનની ગંભીર સ્થિતિ વચ્ચે અનેક ભારતીયો અટવાયા છે. જેમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર દ્વારા બે C-130J લશ્કરી વિમાનને જેદ્દાહમાં સ્ટેન્ડબાય રખાયા છે.ઉપરાંત નેવીનું એક એક જહાજ પણ પ્રદેશના મુખ્ય બંદરે પહોંચી ચૂક્યું છે. આ મામલે સત્તાવાર વિગતો આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીયોને ઉગારવા માંટે તમામ પ્રકારની ઇમરજન્સી સેવા, યોજનાઓ તૈયાર રાખવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સુદાનની રાજધાની ખાર્તુમમાં અનેક સ્થળોએ ભારે હિંસાના અહેવાલો મળી રહ્યા છે.પરિણામે સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે.

સતત સંપર્કમા હોવાનો દાવો

વિદેશ મંત્રાલયના જણાવાય અનુસાર ભારત સુદાનમાં ફસાયેલા દેશવાસીઓને ઉગારવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. અને આ કપરી સ્થિતિમાં વિદેશ મંત્રાલયની સતત નજર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ફસાયેલા અને સુદાન છુડવા માંગતા લોકો માટે નજીકથી પ્રત્યાયન કરવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રાલય અને સુદાનમાં ભારતીય દૂતાવાસ સુદાનના અધિકારીઓ સાથે સંપર્કમા હોવાનો પણ દાવો છે.

C-130J એરક્રાફટ અને  હાલમાં જેદ્દાહમાં ટેક ઓફ કરવા માટે તૈયાર

જેમાં સંયુક્ત રાષ્ટ્ર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ઇજિપ્ત અને યુએસનો પણ મદદે આવ્યાનો સમાવેશ કરવામાં આવે છે. આ તૈયારીઓના ભાગરૂપે અટવાયેલા લોકોને બચાવવા માટે મિશનને ઝડપથી પૂર્ણ કરવા માટે ઘણા વિકલ્પો પર કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. હાલ ભારતીય વાયુસેનાના બે C-130J એરક્રાફટ અને  હાલમાં જેદ્દાહમાં ટેક ઓફ કરવા માટે તૈયાર છે અને INS સુમેધા પોર્ટ સુદાન પહોંચી ચૂક્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ