બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / sita navami 2023 date shubh muhurat puja vidhi ravi yoga pujan samagri

ધર્મ / રવિ યોગમાં આજે સીતા નવમી: શુભ મુહૂર્તમાં કરો માઁ સીતા અને શ્રીરામની પૂજા, દાંપત્ય જીવનમાં રહેશે સુખ-શાંતિ

Manisha Jogi

Last Updated: 08:08 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશાખ માસની શુક્લપક્ષની નવમની તિથિને સીતા નવમી તરીકે ઓળખવામાં આવે છે. જાણો આ તિથિની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને જ્યોતિષ ઉપાય.

  • માઁ સીતા રાજા જનકના પુત્રી તરીકે પ્રગટ થયા હતા.  
  • આ તિથિને જાનકી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • પરિણીત મહિલાઓ માઁ સીતા અને શ્રીરામની પૂજા કરે છે. 

આજે સીતા નવમી છે. વૈશાખ માસની શુક્લપક્ષની નવમની તિથિને સીતા નવમી તરીકે ઓળખવામાં આવે છે. ત્રેતાયુગમાં આ તિથિના રોજ માઁ સીતા રાજા જનકના પુત્રી તરીકે પ્રગટ થયા હતા.  આ દિવસને જાનકી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે રવિ યોગ બની રહ્યો છે. વિવાહિત મહિલાઓ વ્રત કરે છે અને સીતાજીની સાથે શ્રીરામની પણ પૂજા કરે છે. આ પ્રકારે કરવાથી દાંપત્ય જીવન સુખમયી બને છે અને સૌભાગ્ય વછે છે. સીતા નવમીની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને જ્યોતિષ ઉપાય વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

સીતા નવમી શુભ મુહૂર્ત
તિથિની શરૂઆત: 28 એપ્રિલના રોજ સાંજે 04:01 વાગ્યાથી તિથિની શરૂઆત થઈ છે. 
તિથિની સમાપ્તિ: 29 એપ્રિલના રોજ સાંજે 06:02 વાગ્યે તિથિની સમાપ્તિ થશે.
પૂજા મુહૂર્ત: આજે સવારે  10:19 વાગ્યાથી બપોરે 12:56 વાગ્યા સુધી
રવિ યોગ: આજે બપોરે  12:47 વાગ્યાથી આવતીકાલે સવારે 05:05 વાગ્યા સુધી
વૃદ્ધિ યોગ: આજે સવારે  10:32 વાગ્યાથી આખી રાત સુધી
આજનું અભિજિત મુહૂર્ત: આજે સવારે  11:12 વાગ્યાથી બપોરે 12:04 વાગ્યા સુધી

વ્રત અને પૂજા વિધિ
આજે સવારે સ્નાન ધ્યાન કર્યા પછી સીતા નવમી વ્રત અને પૂજાનો સંકલ્પ કરો. ત્યારપછી શુભ મુહૂર્તમાં એક બાજઠ પર માઁ સીતા અને પ્રભુ રામની મૂર્તિની સ્થાપના કરો. હવે ફૂલ, અક્ષત્, ચંદન, સિંદૂર, ફળ, ધૂપ, દીપ, માળાથી પૂજા કરો. દૂધની મિઠાઈ અથવા લાડવાનો ભોગ ધરો અને ત્યારપછી આરતી કરો. પૂજા કર્યા પછી સુખી દાંપત્યજીવન માટે પ્રાર્થના કરો. સાંજે સંધ્યા આરતી કરો, માઁ સીતા અને રામજીના ભજન સાંભળો. સીતા પ્રાગટ્યની કથા સાંભળી શકો છો, રાત્રિ જાગરણ કરો. બીજા દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી ક્ષમતા અનુસાર દાન દક્ષિણા કરો અને પારણાં કરીને વ્રત પૂરા કરો. 

સીતા નવમી જ્યોતિષ ઉપાય
પરિણીત મહિલાઓએ સીતા નવમીના દિવસે માઁ સીતાને સિંદૂર, બિંદી, મહેંદી, બંગડી, ચુંદડી સહિત શ્રૃંગારની વસ્તુ અર્પણ કરવી. આ પ્રકારે કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થશે અને પતિનું આયુષ્ય વધશે. દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા હોય તો પતિ-પત્નીએ સાથે માઁ સીતા અને શ્રીરામની પૂજા કરવી. આ પ્રકારે કરવાથી વૈવાહિક જીવનમાં શાંતિ રહેશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ