બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / ભારત / Sidhu Moosewala's family's problems increase, health ministry issues notice to mother

એક્શન / સિદ્ધુ મૂસેવાલાના પરિવારની મુશ્કેલીમાં વધારો, માતાને સ્વાસ્થ્ય મંત્રાલયે ફટકારી નોટિસ, માંગ્યો રિપોર્ટ

Megha

Last Updated: 03:15 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધુ મૂસેવાલાની માતા ચરણ કૌરે IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો હતો. હવે આ મામલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી સારવારનો રિપોર્ટ માંગ્યો છે.

પંજાબના પ્રખ્યાત દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાની માતા ચરણ કૌરે તાજેતરમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. પુત્રના મૃત્યુ પછી, મૂસેવાલાની માતાએ ગર્ભાવસ્થા માટે IVF તકનીકનો આશરો લીધો હતો. જાણીતું છે કે ચરણ કૌર 58 વર્ષની છે. હવે સિનિયર સિટીઝન કરતાં બે વર્ષ ઓછી ઉંમરમાં માતા બનવાને લઈને એક નવી સમસ્યા સામે આવી છે. આ સંદર્ભે, બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલયે સિદ્ધુ મૂસેવાલાની માતા અને પંજાબ સરકાર પાસેથી IVF સારવાર અંગે રિપોર્ટ માંગ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સિંગરની માતા ચરણ કૌર અને પંજાબ સરકાર પાસેથી IVF સારવાર અંગે રિપોર્ટ માંગ્યો છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, 'આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ 2021ની કલમ 21(g)(i) હેઠળ, ART સેવાઓ દ્વારા માતા બનતી મહિલાઓની નિર્ધારિત ઉંમર 21-50 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે.' રિપોર્ટ્સ અનુસાર ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે IVF દ્વારા પુત્રને જન્મ આપ્યો છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પંજાબ સરકાર આ અંગે પોતાનો જવાબ મંત્રાલયને મોકલે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સિંગરના પિતા બલકૌર સિંહે એક વીડિયો જાહેર કરીને પંજાબ સરકાર પર અનેક આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેના બાળકના જન્મથી જ સરકાર તેને હેરાન કરી રહી છે. તેમને બાળક કાયદેસર હોવાનું સાબિત કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે કૃપા કરીને મને બાળકની સારવાર પૂર્ણ કરવાની મંજૂરી આપો. હું અહીં પંજાબમાં રહું છું. તમને ખાતરી આપું છું કે હું તમામ કાયદાકીય દસ્તાવેજો બતાવીશ.'

વધુ વાંચો: મોંઘીદાટ ગાડીઓ, દુબઇનો ફ્લેટ..., આખરે શું છે એલ્વિશ યાદવની લક્ઝ્યુરિયસ લાઇફસ્ટાઇલની સચ્ચાઇ, પિતાએ જ કર્યો ધડાકો

જણાવી દઈએ કે જે મહિલાઓ કુદરતી રીતે માતા નથી બની શકતી તેઓ IVFની મદદ લે છે. જો કે આઈવીએફની મદદથી કોઈ પણ વ્યક્તિ 60, 70, 80 વર્ષની ઉંમરે માતા બની શકે છે, પરંતુ ભારતના નિયમો અનુસાર અહીંની મહિલાઓ 50 વર્ષની ઉંમર સુધી આઈવીએફ ટ્રીટમેન્ટની મદદથી માતા બની શકે છે. જ્યારે પુરૂષો IVFની મદદથી 55 વર્ષની ઉંમર સુધી પિતા બની શકે છે. ભારતમાં વર્ષ 2021માં પસાર થયેલા કાયદા ‘આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ, 2021’ અનુસાર, ભારતમાં મહિલાઓ 50 વર્ષની ઉંમર સુધી IVFની મદદ લઈ શકે છે.

જાણીતું છે કે મૂસેવાલાની માતા 58 વર્ષની ઉંમરે IVFની મદદથી માતા બની હતી. જોકે, તેણે ભારતમાંથી નહીં પરંતુ વિદેશથી IVF ટ્રીટમેન્ટ લીધી, જેના કારણે તેને ત્યાં પરવાનગી મળી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ