બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / shubman gill new captain of gujarat titans in ipl 2024

IPL 2024 / શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન, હાર્દિકની મુંબઇ ઇન્ડિયન્સમાંથી એન્ટ્રી થતા જ લેવાયો મોટો નિર્ણય

Manisha Jogi

Last Updated: 03:16 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઇટન્સે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. પ્રથમ સીઝનમાં જ હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સને વિજેતા બનાવી હતી. બીજી સીઝનમાં પણ ગુજરાત ફાઇનલમાં પહોંચ્યું હતું.

  • હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાનો નિર્ણય કર્યો
  • ગુજરાત ટાઇટન્સે નવા કેપ્ટનની જાહેરાત કરી છે
  • આ ખેલાડી કરશે ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ

હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સનો સાથ છોડી દીધો છે. હાર્દિક પંડ્યા 2022માં ગુજરાત ટાઈટન્સ સાથે જોડાયા હતા. પહેલી બે સિઝનમાં ટીમના કેપ્ટન હતા. પ્રથમ સીઝનમાં જ ગુજરાત ટાઈટન્સને વિજેતા બનાવી હતી. બીજી સીઝનમાં પણ ગુજરાત ફાઇનલમાં પહોંચ્યું હતું. ત્રીજી સીઝન પહેલા હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન
ગુજરાત ટાઇટન્સે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સના નવા કેપ્ટન બનશે. ગત સિઝનમાં રાશિદ ખાન ગુજરાત ટાઇટન્સના વાઇસ કેપ્ટન હતા. કેટલીક મેચોમાં રાશિદ ખાન હાર્દિકની જગ્યાએ કેપ્ટનશીપ કરતા હતા, પરંતુ તેમને કેપ્ટન પણ બનાવવામાં આવ્યા નથી.

શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ મળતા જણાવ્યું છે કે, ‘હું ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ સંભાળીને ખુશ છું અને મને ગર્વ છે. ટીમનું નેતૃત્વ કરવા માટે મારા પર વિશ્વાસ કરવા બદલ ફ્રેન્ચાઇઝીનો આભાર માનું છું. બે સીઝન અદ્ભુત રહી છે અને ગુજરાત ટાઈટન્સની ટીમનું નેતૃત્વ કરવા માટે ઉત્સુક છું.’

અગાઉની સીઝનમાં ઓરેન્જ કેપ મળી હતી
યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે IPLની ગત સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. શુભમન ગિલે 17 મેચમાં 890 રન કર્યા હતા અને 3 સદી ફટકારી હતી. શુભમન ગિલ સિવાય કોઈ બેટ્સમેન 750 રન પણ બનાવી શક્યો ન હતો. 2022ની સિઝનમાં પણ શુભમન ગિલે 483 રન કર્યા હતા. શુભમન ગિલે અગાઉ ક્યારેય પણ IPLમાં કેપ્ટનશીપ કરી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ